WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવાની 10 સરળ ટિપ્સ

ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવાની 10 સરળ ટિપ્સ જાણો: વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ જેમાં ઘરેલુ નુસખાઓ તેમજ ડાયટિંગ, એક્સરસાઇઝ વગેરે પરંતુ વજન ઘટાડવા માટે સૌ પ્રથમ આપણે આપણા જીવનના શૈલીમાં થોડો સુધારો કરવો જરૂરી છે. અહીં ડાયટિંગ કર્યા વગર વજન ઘટાડવા માટેના સરળ દસ ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમને જરૂરથી ઉપયોગી થશે

ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવાની ૧૦ સરળ ટિપ્સ જાણો

રોજ સવારે હુંફાળું પાણી પીવાની ટેવ રાખો

નિયમિત સવારે ઊઠીને એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાથી પેટને લગત મોટાભાગની તકલીફો દૂર થાય છે. પેટની ચરબી દૂર કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયા પણ ખૂબ જ સારી થાય છે

સવારનો નાસ્તો શાંતિપૂર્વક કરો

સવારે ઓફિસે કે કોઈપણ કામ ઉપર જવાની ઉતાવળમાં લોકો ખૂબ જ ઉતાવળ ભર્યો નાસ્તો કરે છે અને ચાવ્યું કે ન ચાવ્યું ગળે ઉતારે છે અથવા તો ઘણા લોકો ઉતાવળને કારણે નાસ્તો કરતા જ નથી આ બંને કારણો વજન વધારવા માટે મહત્વપૂર્ણ છે માટે રોજ નિયમિત સવારે ભરપેટ નાસ્તો અને નિરાંતેથી કરવો એ ખૂબ જ હિતાવહ છે

આખા દિવસ દરમિયાન ત્રણ ચાર લીટર પાણી પીવો

નિયમિત ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને પાચન ક્રિયામાં વધારો થાય છે

નિયમિત સલાડ ખાવો

વજન ઘટાડવા માટે નો સૌથી સરળ માનો એક ઉપાય એટલે સલાડ ખાવું. ભૂખ લાગે એ સમયે પેટ ભરીને સલાડ ખાવું જેમાં ગાજર, કાકડી, ચણા વગેરે ખાવા જોઈએ. જેનાથી શરીરને જરૂરી મુજબના પોષક તત્વો, પ્રોટીન કેલેરી વગેરે મળી રહે છે. સાથે સાથે વજન કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી થાય છે

જમ્યા બાદ ચાલવાની આદત

આપણા ઘર કે ઓફિસની આસપાસ કોઈપણ જગ્યાએ પાર્ક હોય અથવા ઘર અથવા ઓફિસની આસપાસના રસ્તા ઉપર નિયમિત રીતે જમી ને ઓછામાં ઓછું 15 મિનિટ ચાલવાની આદત રાખો

જંક ફૂડ થી દૂર રહેવું

વજનને વધારવા માટે જંક ફૂડ એ સૌથી મહત્વનો ભાગ ભજવતા હોય છે, માટે વજન કન્ટ્રોલમાં રાખવા માટે જંક ફૂડ થી દૂર રહેવું હિતાવહ છે

ગળી વસ્તુઓ ખાવાનું ટાળો

જે લોકો શરીરને નિયંત્રણમાં રાખવા માગતા હોય અને વજનનો કંટ્રોલ કરતા હોય તેવા દરેક લોકોએ ગળી વસ્તુ નહિવત પ્રમાણમાં ખાવી હિતાવહ છે

નિયમિત વ્યાયામ કરો

વજન ઓછું કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ કરવો એ ખૂબ જ જરૂરી છે નિયમિત વ્યાયામ કરવાથી સ્નાયુઓ મજબૂત અને શરીરને પૂરતી મળે છે નિયમિત રીતે 150 મિનિટ એટલે કે અઢી કલાક વ્યાયામ કરો શરૂઆતમાં આ સમયગાળો ઓછો હોય પછી ધીમે ધીમે તેને વધારો એકસરસાઈઝ શરૂ કરતાં પહેલાં થોડું વોર્મઅપ કરો

📱હોમ પેજ અહીં ક્લિક કરો
💥નિયમિત અપડેટ માટે whatsapp ગ્રુપ માં જોડાવા માટેઅહીં ક્લિક કરો
વજન ઘટાડવાની ટિપ્સ

Leave a Comment