WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાત્રે ઘસઘસાટ ઊંઘ માટેની સરળ ટિપ્સ

રાત્રે ઘસઘસાટ ઊંઘ માટેની સરળ ટિપ્સ: અત્યારની ભાગદોડ વાળી જિંદગીમાં મોટાભાગના લોકો આખો દિવસ બોજનો અનુભવ કરતા હોય છે, વધુ પડતા બોજના કારણે ટેન્શન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ઘણા ખરા લોકોને રાત્રે સરખી રીતે ઊંઘ પણ નથી આવતી અને રાત્રે ઊંઘવા માટે ખૂબ જ સંઘર્ષ કરવા પડે છે. જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ તો આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચો. અહીં રાત્રે ઘસઘસાટ ઊંઘ માટેના કેટલાક સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છો જે તમને જરૂરથી ઉપયોગી થશે

રાત્રે ઘસઘસાટ ઊંઘ માટેના કેટલાક આરોગ્ય પ્રદેશ સૂચનો

હળદર વાળું દૂધ: રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે, રાત્રે સૂતી વખતે હળદર વાળું દૂધ પીવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે. તમારું આખું શરીર રિલેક્સ થઈ જાય છે. અને ઊંઘ ખૂબ જ સારી આવે છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેથી હાડકા અને માત પેશીઓ મજબૂત બને છે, સાથે સાથે તણાવને પણ દૂર કરે છે

બદામ: બદામમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ જેવા અનેક તત્વો રહેલા હોય છે. તેને નિયમિત સુતા પહેલા થોડી માત્રામાં ખાવાથી માસ પેશીઓમાં ખેંચાડ અને માનસિક તણાવ જેવી તકલીફો માં મદદ મળે છે, આથી નિયમિત બદામ ખાવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે

ડાર્ક ચોકલેટ : જે લોકોને રાત્રે સરખી ઊંઘ ન આવતી હોય તે લોકો રાત્રે સુતા પહેલા ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી શકે છે, તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને ખૂબ જ સારી ઊંઘ આપવામાં મદદ કરશે,

ચેરી: દરરોજ સુતા પહેલા એક મુઠ્ઠી ચેરી કે તેના જ્યુસ નું સેવન અનિંદ્રામાં ફાયદો કરાવશે, અને આમ કરવાથી સારી ઊંઘ આવશે. ચેરીમાં ખૂબ જ માત્રામાં મેલાટોનીન હોવાના કારણે શરીરને યોગ્ય રીતે વર્કિંગ કરવામાં પણ મદદ આપે છે.

અનિદ્રા ના કેટલાક અન્ય ઉપાયો

  • રાત્રે ઊંઘતા પહેલા પગના તળિયે હૂંફાળું તેલ ગરમ કરીને તેની માલિશ કરવી જોઈએ
  • રાત્રે સુતા પહેલા ખુલ્લી હવામાં થોડી વાર બેસવાથી અથવા ટહેલવાથી ખૂબ જ ફાયદો મળશે
  • નિયમિત રાત્રે સુતા પહેલા સ્નાન કરવાથી શરીરમાં હળવાશ અનુભવાશે અને ઊંઘ ખૂબ જ સારી રીતે આવશે
  • નિયમિત રાત્રે સુતા પહેલા કોઈ સારું પુસ્તક અથવા તારું સંગીત સાંભળવાથી મગજને રિલેક્સ કરશે અને ઊંઘ ખૂબ જ સારી આવશે
  • રાત્રે સુતી વખતે હકારાત્મક વિચાર તમને સારી નીંદર અપાવશે આખા દિવસની ચિંતા સાંજે મગજમાં આવવા દેવી જોઈએ નહીં
  • ચોથા ભાગનો જાયફળ પાણી સાથે લેવાથી ખૂબ જ સારો ફાયદો થશે
  • કાંદાનું રાયતુ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે
  • પીપરી મૂળના ચૂર્ણની ફાકી પણ ઉપયોગી બનશે.
  • કોના રીંગણને શેકી મધમા મેળવી સુતી વખતે ખાવાથી અનિંદ્રામાં ફાયદો થશે
  • વરીયાળી દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી ખૂબ સારી ઊંઘ આવે છે
  • રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં જાયફળ પીપળી મૂળ અને સાકર નાખીને પીવાથી ખૂબ સારી ઊંઘ આવે છે
  • દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખીને ઉકાળી પીવાથી ઊંઘ આવવામાં મદદ મળશે
  • રાતના સમયે સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.
📱હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
ઊંઘ માટે સરળ કેટલાક ઉપાયો

Leave a Comment