WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સરકારની મોટી જાહેરાત: આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની સમય મર્યાદા એક વર્ષ સુધી વધારવામાં આવી, જાણો લિંક કરવાની સંપૂર્ણ વિગત

આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક : હાલ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે ઘણા લોકો દોડધામ કરી રહ્યા છે, તેવામાં સરકારશ્રીએ એક મહત્વની જાહેરાત કરી છે, ચૂંટણી કાર્ડ ની આધાર કાર્ડ સાથે લિંક કરવા ની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી કાર્ડ એ પણ એક ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે, અને ચૂંટણીકાર્ડને આધાર કાર્ડની સાથે લીંક કરવું એ પણ ખૂબ જ જરૂરી છે, જેની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2023 હતી, તેને હવે વધારે ને સરકાર દ્વારા 31 માર્ચ 2024 કરી દેવામાં આવેલી છે. ચૂંટણી કાર્ડને આધારકાર્ડ સાથે ઓનલાઇન કેવી રીતે લિંક કરવું? તેની સમગ્ર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવેલી છે. તો ચાલો જાણીએ ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવાની પ્રોસેસ અને તેના ફાયદા.

ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક

પોસ્ટ ટાઈટલ ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું
લિંક કરવાની જૂની તારીખએક એપ્રિલ 2023
આધારકાર્ડ સાથે ચૂંટણીકાર્ડને લિંક કરવાની નવી સમય મર્યાદા31 માર્ચ 2014
પ્રોસેસ ઓફલાઈન અને ઓનલાઇન
વેબસાઈટhttps://www.nvsp.in/

કેન્દ્ર સરકાર દ્વારા વોટર આઇડી એટલે કે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ ની સાથે લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, આ સમય મર્યાદા એક વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. જેના દ્વારા ચૂંટણી કાર્ડ ધારકોને મોટી સુવિધા મળી રહેશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે આ સુવિધા આવતા વર્ષ સુધી એટલે કે 31 માર્ચ 2024 સુધી ચાલુ રહેશે, અને જો કોઈ કાર્ડ ધારક વોટર આઇડી અને આધારકાર્ડ લિંક નહીં કરે તો તેની સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવશે નહીં. આ કાર્ય સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે કરવાનું કહેવામાં આવ્યું છે. ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાના અનેક ફાયદાઓ છે માટે આ સમય મર્યાદા દરમિયાન દરેક લોકોએ આ પ્રોસેસ પૂર્ણ કરી લેવી જરૂરી છે.

ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ

ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડને ઘણા લોકો લિંક કરવા માગતા હોય છે, પરંતુ તેની પ્રોસેસ તેઓને ખબર હોતી નથી. આજે આપણે અહીં અલગ અલગ રીત વિશે માહિતી મેળવશુ જેના દ્વારા તમે સરળતાથી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો.

કોલ અને એસએમએસ થી લીંક કરવાની પ્રોસેસ

મતદાર આઈડી એટલે કે વોટર આઇડી કાર્ડની ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આધાર કાર્ડ ની સાથે લિંક કરી શકાય છે, જો તમે ઈચ્છો તો મોબાઈલથી મેસેજ મોકલીને અથવા કોલ કરીને પણ આ પ્રક્રિયા કરી શકો છો.

  • એસએમએસ દ્વારા લિંક કરવા માટે તમારા આધાર અને મતદાર આઈડી નંબરને 166 અથવા 51969 પર એસએમએસ કરો
  • આ માટે ECILINK ના ફોર્મેટમાં એક મેસેજ મોકલવાનો રહેશે જો તમે ઈચ્છો તો તમે સવારે 10:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી 1950 નંબર પર કોલ કરી શકો છો અને તમારો વોટર આઇડી અને આધાર નંબર આપીને તેને લિંક કરાવી શકો છો.

ઓફલાઈન પ્રોસેસ

ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સૌથી સરળ રીત એ છે કે તમારા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર BLO નો સંપર્ક કરો. અત્યારે મોટાભાગની કામગીરી BLO દ્વારા જ પૂરી કરવામાં આવે છે.

ઓનલાઇન પ્રોસેસ

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લિંક તમે ઓનલાઇન પણ કરી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ nvsp.in પર જવાનું રહેશે. તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી લોગીન થઈ લિંક કરી શકો છો, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ વોટર આઇડી ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે https://www.nvsp.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે
  • ત્યારબાદ લોગીન પર ક્લિક કરો તમને register as new user નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો .
  • આ પછી તમને મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવા માટે કહેશે તમારા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે આ દાખલ કરો અને પછી નવું પેજ ઓપન થશે
  • અહીં તમારે માંગેલી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે તેને સબમિટ કર્યા પછી તમારો રજીસ્ટ્રેશન થઇ જશે
  • સંપૂર્ણ માહિતી સબમિટ કર્યા બાદ એક રેફરન્સ નંબર જનરેટ થશે
  • તમારે મતદાર આઈડી આધાર સાથે લિંક છે કે નહીં તે તપાસવા માટે તમે રેફરન્સ નંબર નો ઉપયોગ કરી શકો છો

અગત્યની લીંક

ઓનલાઇન પ્રોસેસ કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥ઉપયોગી માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
સરકારની મહત્વની જાહેરાત
આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને લિંક કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
https://www.nvsp.in/

Leave a Comment

error: Content is protected !!