ઇ સ્કૂટર સહાય યોજના 2023: સરકાર તરફથી દિવ્યાંગો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઇ સ્કૂટર સહાય યોજના, એસટી બસમાં મફત મુસાફરી યોજના વગેરે…. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે 2023- 24 માટે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવી છે. આ યોજનાના ફોર્મ ક્યારે ભરાશે? ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે? ફોર્મ ભરીને આપવા માટે ક્યાં જવું? વગેરે તમામ જરૂરી જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી.
આ યોજનાનો લાભ કોને મળે?
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પાત્રતાના ધારા ધોરણો નક્કી કરવામાં આવેલા છે
- આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
- લાભાર્થી 40% કે તેથી વધુ દિવ્યાંગ હતા ધરાવતા હોવા જોઈએ ( અસ્થિ વિષયક દિવ્યાંગતા)
- બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનાર લાભાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતા નું માન્ય દિવ્યાંગ ઓળખ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- માનનીય દિવ્યાંગ ઓળખ કાર્ડ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ની નકલ
- સિવિલ સર્જનનો દિવ્યાંગતા ટકાવારી દર્શાવતો દાખલો
- આધાર કાર્ડ ની નકલ
- બેંક ખાતા ની પાસબુક ની નકલ
દિવ્યાંગો માટે ઇ સ્કૂટર ખરીદવાની યોજના
- આ યોજના હેઠળ દર નાણાકીય વર્ષે રાજ્યકક્ષાએથી જાહેરાત પ્રસિદ્ધ કરી દિવ્યાંગ અરજદારોની અરજીઓ જિલ્લા કક્ષાએ મગાવવામાં આવશે
- જિલ્લા કક્ષાએ જે અરજીઓ મળેલ હોય તે મંજૂરના મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે અને મંજૂર કરેલા ભારતીને સહાયની ચુકવણી જે તે જિલ્લાની ગ્રાન્ટની ઉપલબ્ધતા પ્રમાણે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી કરી આપશે
- મંજૂરી મળીએ આદેશ તારીખ તે લાભાર્થી એ 30 દિવસની મુદતમાં એ સ્કૂટરની ખરીદી કરવાની રહેશે પરંતુ અરજદારના આર્થિક સંજોગો તપાસતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને યોગ્ય જણાશે તો આવી મુદત વધુમાં વધુ 60 દિવસ સુધી લંબાવી શકાશે
- મંજૂર કરેલ લાભાર્થીએ એ સ્કૂટરની ખરીદી જેડા માનનીય એજન્સી અથવા જેડા માન્ય એજન્સીના ઓથોરાઇડ્સ ડીલર પાસેથી લાભાર્થીએ પોતાના ફંડમાંથી કરવાની રહેશે અને ખરીદી અંગેનું ઓરીજનલ બીલ અને સ્કૂટર સ્વીકારતો ફોટો રજુ કરવાના રહેશે
- ત્યારબાદ મળવાપાત્ર સહાય રૂપિયા 25000 લાભાર્થીને ડીબીટી થી જિલ્લા કક્ષાએથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લાભાર્થીના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે
- આ યોજના હેઠળ જે જિલ્લા માટે નક્કી કરે લક્ષ્યાંકો કરતા વધુ અરજીઓ આવેલી હશે તેના કિસ્સામાં ઇન્વર્ડ રજીસ્ટરમાં નોંધાયેલ અરજીના ક્રમ નંબર મુજબ લાભાર્થીને લાભ આપવામાં આવશે
- આવનારા નાણાકીય વર્ષ 2023 24 તારીખ 1/4/2023 થી આ યોજનાની સંપૂર્ણ અમલવારી ઓનલાઇન પોર્ટલ મારફતે કરવાની રહેશે એટલે કે આ યોજના માટે તારીખ 1 એપ્રિલ 2023 બાદ તેની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ થશે
અગત્યની લીંક
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઇ સ્કૂટર સહાય ઓફિસિયલ ઠરાવ વાંચવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥 આવી અવનવી તમામ માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
ઇ સ્કૂટર સહાય યોજના 2023 ઓનલાઈન ફોર્મ ક્યારથી શરૂ થશે?
એક એપ્રિલ 2023 થી
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
અસ્થિ વિષયક દિવ્યાંગ વ્યક્તિઓને
આ યોજના હેઠળ કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર થશે?
રૂપિયા 25000