WhatsApp ગ્રૂપમાં જોડાવો!

એક દિવસનો પગાર 9.50 લાખ રૂપિયા: ભારતના આ વ્યક્તિએ વિજ્ઞાનની દુનિયામાં મચાવ્યો ચકચાર જાણો આ વ્યક્તિ વિશે

મોહિત જોશી: દેશની અને વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીના સીઈઓ સહિત મોટા અધિકારીઓનો પગાર કરોડોમાં છે, અને ઘણીવાર તેઓ તેમની પોસ્ટ અને પગારને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને એવા જ એક ટોપ લેવલ ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોજના લગભગ 9.5 લાખ રૂપિયા કમાય છે, ખાસ વાત એ છે કે ઇતિહાસમાં થી સ્નાતક થયેલો આ વ્યક્તિ ટેકનોલોજી ક્ષેત્રની કંપનીમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ટેક મહિન્દ્રા ના નવા એમડી અને સીઈઓ મોહિત જોશી વિશે. ઈન્ફોસીસમાં 22 વર્ષ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવ્યા બાદ મોહિત જોશી હવે ટેક મહેન્દ્ર સાથે નવી સફર શરૂ કરશે, તેઓ વર્તમાન એમડી અને સીઈઓ સીપી ગુરનાનીનું સ્થાન લેશે.

મોહિત જોશીના શિક્ષણ, કૌશલ્ય, પગાર અને કારકિર્દીની સફર પર એક નજર

મોહિત જોશીની લોકપ્રિયતા અને પ્રતિભાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે જેવા જ સમાચાર આવ્યા કે મોહિત જોશીને ટેક મહેન્દ્રાના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એવા જ ટેક મહેન્દ્રાના શેરમાં આજે ઇન્ટ્રાડેમાં જબરજસ્ત વધારો થયો હતો અને શરૂઆતના વેપારમાં તે 8% સુધી ચડી ગયો હતો. મોહિત જોશી એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી સોફ્ટવેર અને કન્સ્ટ્રલીંગ સેક્ટરમાં બે દાયકાથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે, તેઓ છેલ્લા 22 વર્ષથી ઇન્ફોસીસ સાથે જોડાયેલા છે, આ સમયગાળા દરમિયાન મોહિત જોશી એ બેન્કિંગ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન પોર્ટફોલિયો, સેલ્સ ઓપરેશનલ, ટ્રાન્સફોર્મેશન, સીઆઇઓ ફંક્શન અને ઈન્ફોસીસ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ નું નેતૃત્વ કર્યું. તે જ સમયે ઇન્ફોસીસ પહેલા તેમણે ANZ Grindlays અને AMN AMRO બેંક જેવી વિશ્વની કેટલીક સૌથી મોટી કોર્પોરેશનો માટે કામ કર્યું હતું.

વર્ષ 2021 માં મોહિતનો પગાર 15 કરોડ રૂપિયાથી વધીને 34 કરોડ રૂપિયા થઈ ગયો. ઇન્ફોસીસ ફાઇલિંગ અનુસાર તેને વર્ષ 2021- 22 માં 34 કરોડ 89 લાખ 95 હજાર 494 નું વળતર મળ્યું હતું, મતલબ કે તે દરરોજના 9.5 લાખ રૂપિયા કમાતો હતો. પોતાની કારકિર્દી દરમિયાન મોહિતે એશિયા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં કામ કર્યું છે. 2014માં વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ (WEF) મા તેમને યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મોહિત જોશી એ પોતાનો શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકેપુરમ મા પૂર્ણ કર્યું. આ પછી તેમણે સેન્ટ સ્ટીફેન્સ થી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં સ્નાતક થયા અને પછી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માંથી એમબીએ કર્યું, તેમણે યુએસની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી ગ્લોબલ લીડરશીપ અને પબ્લિક પોલીસીનો પણ અભ્યાસ કર્યો હતો

હોમ પેજ અહીં ક્લિક કરો
અમારી અવનવી માહિતી ની અપડેટ તમારા whatsapp માં મેળવવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment