WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Air force Agniveer requirements 2023: વાયુસેનામાં અગ્નિવીર ની 3,500 જગ્યા પર ભરતી, આજથી ફોર્મ ભરાવાના શરૂ

Air force Agniveer requirements 2023: એરફોર્સ અગ્નિવીર માં ધોરણ 12 પાસ માટે 3500 જગ્યાઓની ભરતી જાહેરાત આવી છે, આ ભરતી લગત તમામ માહિતી જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને અગત્યની તારીખો જેવી તમામ જરૂરી માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે

Air force Agniveer requirements 2023:

સંસ્થા નું નામ ભારતીય વાયુ સેના
પોસ્ટઅગ્નિ વીર
નોકરી નું સ્થળભારત
કુલ જગ્યાઓ3500
નોટિફિકેશન ની તારીખ01 માર્ચ 2023
ઓનલાઇન અરજી શરૂ તારીખ17 માર્ચ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2023
વેબસાઈટagnipathvayu.cdac.in

શૈક્ષણિક લાયકાત

વાયુસેના અગ્નિવીર ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ડિપ્લોમા અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ કરેલા હોવા જોઈએ. આ ત્રણમાંથી તમે એક પણ લાયકાત ધરાવતા હોવ તો ઓનલાઇન અરજી કરી શકો છો, વધુ માહિતી માટે જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત ની પીડીએફ નીચે લિંકમાં આપવામાં આવેલી છે

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા દર મહિને 30,000 હજાર રૂપિયા પગાર ધોરણ તથા અન્ય મળવાપાત્ર ભથ્થાઓ ચૂકવવામાં આવશે

પસંદગી પ્રક્રિયા

વાયુસેના અગ્નિવરની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવું જરૂરી છે જેમાં

  • લેખિત પરીક્ષા
  • સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટરીંગ (CASB)
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
  • અનુકૂલન ક્ષમતા ટેસ્ટ વન અને ટુ
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • અને મેડિકલ તપાસ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • દરેક ઉમેદવારોએ નીચે આપવામાં આવેલી લિંક દ્વારા ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચ્યા બાદ પોતે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ વાયુસેનાની સત્તાવાર વેબસાઈટ પર જવું
    • વેબસાઈટ: agnipathvayu.cdac.in
  • હવે તમારે “IAF અગ્નિવીર વાયુ ભરતી 2023 online Apply” લિંક પર ક્લિક કરવું
  • ત્યારબાદ તમારી વિગતો ભરો- ઇમેલ આઇડી – પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો
  • નવા અરજદાર માટે તેમણે નવા “new user” લિંક પર ક્લિક કરવાનું રહેશે
  • સિસ્ટમ પાસવર્ડ જનરેટ કરશે જે તમારા એક્ટિવેટેડ ઇમેલ આઇડી પર મોકલવામાં આવશે
  • હવે તમારી તમામ ડીટેલ ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
  • ફોર્મ ભરાઈ ગયા બાદ એક વખત ચકાસી લો તમામ વિગતો ખરી છે
  • વિગતો જોયા બાદ સબમીટ પર ક્લિક કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ મેળવો

અગત્યની તારીખો

આ ભરતીની નોટિફિકેશન ભારતીય વાયુસેના દ્વારા 01 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 17 માર્ચ 2023 છે જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી નિયમિત અપડેટ મોબાઇલમાં મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
અગ્નિવીર ભરતી 2023
અગ્નિવીર વાયુસેનાની ભરતી 2023 ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

agnipathvayu.cdac.in
ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતીની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

31 માર્ચ 2023

Leave a Comment