WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RTE Admission 2024 સંપૂર્ણ કાર્યક્રમ ડિક્લેર

RTE Admission 2024: દરેક વાલીઓનું સપનું હોય છે કે પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવે અને આગળ વધારે, પરંતુ હાલની મોંઘવારી અને ખાનગી શાળાઓની ખૂબ જ મોંઘી ફી ને કારણે અનેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો પોતાના હોશિયાર બાળકોને પોતાની મનગમતી સ્કૂલમાં ભણાવી શકતા નથી, અને તેઓને તે બાબતનું આખી જિંદગી મનમાં દુઃખ રહી જતું હોય છે. સરકારશ્રી દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સારી અને પોતાની મનગમતી સ્કૂલોમાં એડમિશન મેળવી આગળનું ભણતર ભણી શકે અને આગળ વધી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે એક યોજનાને અમલ કરવામાં આવેલી છે. આ યોજના એટલે RTE (રાઇટ ટુ એજ્યુકેશન). શિક્ષણ ક્ષેત્રની સૌથી મોટી યોજના એટલે રાઇટ ટુ એજ્યુકેશન , આ યોજના અંતર્ગત બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા દર વર્ષે આરટીઇ એડમિશન બહાર પાડવામાં આવે છે, ચાલુ વર્ષ 2024 માટે RTE Admission 2024 ના ફોર્મ ક્યારે ભરાશે? RTE Admission ની શું પ્રોસેસ હોય છે? અને RTE Admission માં કોને લાભ મળી શકે? તે તમામ બાબતે અહીં વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. તો દરેક વાલીઓને નમ્ર વિનંતી છે કે આર્ટીકલ ને અંત સુધી વાંચે અને આગળ શેર કરે

આને પણ વાંચો: મોદી સરકારની આ યોજનામાં સામાન્ય માણસ ને મળે છે બેન્ક માંથી તાત્કાલિક 50 હજારની લોન ની સુવિધા. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો

RTE Admission 2024

વિભાગશિક્ષણ વિભાગ
પોસ્ટ ટાઈટલRTE Admission 2024
યોજનાનું નામ રાઈટ ટુ એજ્યુકેશન
ઓનલાઇન અરજી કરવાની તારીખ14 માર્ચ થી 30 માર્ચ 2024 સુધી
મળવા પાત્ર લાભખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી તદ્દન ફ્રી અભ્યાસ કઉપરાંત દર વર્ષે 3,000 ની સ્કોલરશીપ)
વેબસાઈટhttps://rte.orpgujarat.com/

ખાનગી શાળાઓમાં ફ્રી એડમિશન

સરકારશ્રી દ્વારા આ યોજના હેઠળ ધોરણ 1 માં દર વર્ષે દરેક ખાનગી શાળાઓમાં તેની કુલ જગ્યાના 25% જગ્યા પર ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ફ્રી એડમિશન આપવામાં આવે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને જે ખાનગી શાળામાં એડમિશન મળે તે શાળામાં ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ ફ્રી કોઈપણ જાતની ફી લીધા વગર આપવામાં આવે છે, એટલે કે વિદ્યાર્થીના વાલીએ ધોરણ એક થી આઠ સુધીના ભણતરની કોઈપણ જાતની ફી એ ખાનગી શાળા ને ભરવાની થશે નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીને દર વર્ષે ધોરણ 1 થી 8 સુધી 3,000 શિષ્યવૃત્તિ પેટે પણ આપવામાં આવશે

RTE એડમિશન ફોર્મ ક્યારે ભરાશે?

  • 14 માર્ચ થી ફોર્મ ભરવાના શરુ થશે

બાળકો વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે

દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ આપી શકે. જોકે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મૂંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો હેઠળ કોઈપણ બાળક ધોરણ 1 થી 8 સુધી વિનામૂલ્ય ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળામાં સરકારના ખર્ચે ભણાવી શકાય છે. આ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટીઇ હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

RTE એડમિશન કાર્યક્રમ ડિક્લેર

આને પણ વાંચો: પોસ્ટ ઓફીસ ની આ વીમા યોજનામાં મળે છે માત્ર 399 રૂપિયા માં 10 લાખનું વીમા કવચ…વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો

RTE એડમિશન સંપૂર્ણ પ્રોસેસ જાણો

RTE Admission ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબ તબક્કા વાઇઝ હોય છે

  • દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં સમાચાર પત્રોમાં આરટીઇ એડમિશનની પ્રક્રિયા માટે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવે છે
  • સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલા આરટીઇ એડમિશનની તારીખોમાં ઓફિસિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કોઈ જગ્યાએ હાડકોપીમાં જમા કરાવવાનું થતું નથી પરંતુ જિલ્લા કચેરી દ્વારા ઓનલાઈન ભરેલા ફોર્મ ની ચકાસણી ઓનલાઈન વેબસાઈટ પર જ કરવામાં આવતી હોય છે
  • યોગ્ય રીતે ભરાયેલા ફોર્મ ને અપ્રુવ આપવામાં આવે છે અને ફોર્મ મા કોઈ કવેરી હોય તેને રિજેક્ટ કરવામાં આવે છે
  • ફોર્મ ભરવાની અને ફોર્મને ચકાસણી કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ સોફ્ટવેર મારફતે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે અને મેરીટના આધારે આરટીઇ એડમિશન ના રાઉન્ડ બહાર પાડવામાં આવે છે
  • આરટીઇ એડમિશન રાઉન્ડમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન જ એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું થાય છે અને સિલેક્ટ કરેલ શાળાની યાદી માંથી જે શાળામાં પ્રવેશ મળ્યું હોય ત્યાં પ્રવેશ માટે જવાનું હોય છે
  • RTE Admission ની સંપૂર્ણ પ્રોસેસ નીચે એક ફોટામાં આપવામાં આવેલી છે જે આપ જોઈ શકો છો અને સરળતાથી સમજી શકો છો

RTE Admission માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

રહેઠાણનો પુરાવો

  • આધારકાર્ડ / પાસપોર્ટ /વીજળી બિલ /પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશનકર્ડ (કોઈપણ એક)
  • ઉપર મુજબના રહેઠાણના પુરાવા પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર રહેઠાણના પુરાવા તરીકે આપવો નો રહેશે ( નોટો રાઈઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં અહીં ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલો ભાડા કરાર માન્યા ગણવામાં આવશે)

વાલી નું જાતિનું પ્રમાણપત્ર

  • વાલી નું જાતિ અંગેનું પ્રમાણપત્ર ( મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ અધિકારી દ્વારા કાઢવામાં આવેલ)

બાળકના જન્મ તારીખનો દાખલો

  • ગ્રામ પંચાયત /નગરપાલિકા/ મહાનગરપાલિકા/ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર /આંગણવાડી /બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલી નું નોટોરાઇટ્સ સોગંદનામુ

ફોટોગ્રાફ્સ

  • પાસપોર્ટ સાઈઝના કલર ફોટોગ્રાફ્સ બે

વાલીના આવકનું પ્રમાણપત્ર

  • માનનીય સત્તાધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ આવકનો દાખલો (મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે)

બીપીએલ યાદીમાં આવતા હોવાનો આધાર (0 થી 20 સ્કોર)

  • 0 થી 20 આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલી એ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નો દાખલો રજૂ કરવાનો રહેશે
  • જ્યારે શહેરી વિસ્તાર / મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો થશે
  • નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નો દાખલો અને નોટિફાઇડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારી નો દાખલો રજૂ કરવાનો રહેશે
  • જે શહેરી વિસ્તારોમાં 0 થી 20 સ્કોર ધરાવતા બીપીએલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બીપીએલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે તે સક્ષમ અધિકારીનું બીપીએલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે
  • બીપીએલ રેશનકાર્ડ ને બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહીં

  • વિચરતી વિમુક્તિ જનજાતિઓ : મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
  • અનાથ બાળક : જે તે જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર
  • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક : જે તે જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર
  • બાલ ગૃહના બાળકો : જે તે જિલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનું પ્રમાણપત્ર
  • બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો : જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનો શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
  • સેરેબ્રલી પાલસી વાળા બાળકો : સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • ખાસ જરૂરિયાતો વાળા બાળકો (દિવ્યાંગલ ) : સિવિલ સર્જનનો પ્રમાણપત્ર (લઘુતમ 40%)
  • એન્ટી રેટ્રો વાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો : સિવિલ સર્જનનો પ્રમાણપત્ર
  • શહીદ થયેલ જવાનોના બાળકો: સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો
  • સંતાનમાં એકમાત્ર દીકરી: હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ક્રમ મંત્રીશ્રી નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર શ્રી અને મહાનગરપાલિકા વિસ્તારમાં સક્ષમ અધિકારી શ્રી નો માત્ર એક જ દીકરી ( સિંગલ ગર્લ ચાઈલ્ડ ) હોવાનો દાખલો

આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો

  • સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષ અભ્યાસ કરેલ હોય અને icds cas વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થી ઓના નામ નોંધાયેલા હોય તેવા વિદ્યાર્થી ઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે અંગેનો સંબંધિત આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલા સક્ષમ અધિકારીશ્રીનો પ્રમાણીત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે
    • બાળકનું આધાર કાર્ડ બાળકના આધાર કાર્ડ ની નકલ
    • વાલી નું આધારકાર્ડ વાલીના આધાર કાર્ડ ની નકલ
    • બેંકની વિગતો બાળક અથવા વાલીના બેંક ખાતાની પાસબુક ની નકલ

ફોર્મ મા અપલોડ કરવાના ડોક્યુમેન્ટ ની યાદી : અહીં ક્લિક કરો

RTE Admission 2024 લિંક

RTE Admission official websiteઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટઅહીં ક્લિક કરો
ફોર્મ માં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ ની યાદીઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો
💥 નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો FAQs

RTE એડમિશનમાં કોને અગ્રતા મળે છે?

બીપીએલ 0 થી 20 નો સ્કોર ધરાવતા હોય તેને
RTE એડમિશન અંતર્ગત ક્યાં ધોરણ સુધી ફ્રીમાં અભ્યાસ ની સુવિધા છે?

ખાનગી શાળાઓમાં ધોરણ એક થી આઠ સુધી ફ્રીમાં અભ્યાસની સુવિધા
દર વર્ષે સરકારશ્રી તરફથી વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે?

વાર્ષિક 3000 રૂપિયા
 RTE એડમિશન 2024 માટે ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે?

14 માર્ચ 2024 થી 

RTE એડમિશન માટે ઓફીશીયલ વેબસાઈટ કઈ છે?

https://rte.orpgujarat.com/

Leave a Comment