stationery Dukan sahay yojna 2023: આપણા દેશ તથા રાજ્યમાં ઘણા બધા એવા લોકો છે જે પોતાના દમ પર કંઈક કરવા માંગે છે અને તેમને આર્થિક સહાયની જરૂર હોય છે આવા લોકો માટે આપણા દેશને કેન્દ્ર તથા રાજ્ય સરકાર અલગ અલગ યોજના બનાવે છે તથા તેને લાગુ કરે છે અને ઘણા બધા લોકો આવી યોજનાઓનો લાભ મેળવી અને પોતાનું જીવન ચલાવવા માટે કોઈને કોઈ ધંધો વ્યવસાય રોજગાર મેળવતા હોય છે પરંતુ ઘણા બધા લોકોને આવી માહિતીના અભાવના કારણે તેઓ આવી યોજનાઓનો લાભ લઈ શકતા નથી જેથી અમારો પ્રયાસ તમને સરળ ભાષામાં સરકારની દરેક યોજનાની માહિતી પહોંચાડવાનો છે અહીં આજે એક એવી જ સરકારી યોજના વિશેની માહિતી લઈને અમે આવ્યા છીએ જેના દ્વારા સ્ટેશનરીની દુકાન માટે સરકાર તરફથી રૂપિયા એક લાખની લોન મળી રહી છે અને આ સહાય વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી
સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023
યોજનાનું નામ | સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 |
યોજનાનો પ્રકાર | રાજ્ય સરકાર |
સંસ્થાનું નામ | આદિજાતી વિકાસ નિગમ |
સહાયની રકમ | 1 લાખ |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના વતની |
વેબસાઈટ | www.adijatinigam.gujarat.gov.in |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
અમુક લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે તેઓ બેન્ક પાસે લોન મેળવી શકતા નથી અને જો બેંક તરફથી લોન મળે તો ખૂબ જ ઊંચા વ્યાજદર વસુલે છે આવા તમામ લોકોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે જેથી તેઓ સ્ટેશનરી દુકાન ખોલી શકે અને તેઓ પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે પોતે આત્મનિર્ભાર બની શકે આ યોજનાનો મુખ્ય હેતુ ઓછા વ્યાજ દરે લોન આપી પોતાનો વ્યવસાય શરૂ કરાવી આત્માનિર્ભર બનાવવાનો છે.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે
મિત્રો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ
- અરજદાર આદિજાતી નો હોવો જોઈએ આ યોજનાનો લાભ બિન આદિજાતિ અરજદાર પણ લઈ શકે છે
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ
- અરજદારને સ્ટેશનરી તથા તેના સંબંધિત વ્યવસાયની તાલીમ લીધેલો હોવી જોઈએ અથવા બુક સેલરને ત્યાં કામ કરેલું હોવું જોઈએ તેનો પુરાવો રજૂ કરવાનો રહેશે
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદાર ની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી અને શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં
- આ યોજનામાં અરજદારને રૂપિયા એક લાખ સુધીની સહાય લોન પેઠે આપવામાં આવે છે
સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે જરૂરી પુરાવા ની યાદી
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાનો પડશે
- ફોટો
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રાશનકાર્ડ
- પાનકાર્ડ
- ઘરવેરો
- લાઈટ બિલ
- જાતિ નો દાખલો
- આવકનો દાખલો
- ધંધાના અનુભવનું સર્ટિફિકેટ અથવા તાલીમનું સર્ટિફિકેટ
- તથા જરૂરી અન્ય.
સહાય ની વિગત
આ યોજનામાં અરજદારને ₹1,00,000 સુધીની લોન મળે છે જેનો વાર્ષિક વ્યાજ દર 4% હોય છે અરજદારે લોનના 20 ત્રિમાસિક હપ્તા ચૂકવવાના રહેશે અરજદારનો એક હપ્તો તેની કુલ લોનની રકમનો 10 ટકા જેટલો રહેશે જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે તો ત્યારે તેમની પાસે બે ટકા દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે જો અરજદારે લોનની ભરપાઈ સમય પહેલા કરી દે તો તે પણ કરી શકે છે.
અરજી કઈ રીતે કરવી
મિત્રો આ રચનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની જરૂરિયાત નથી આ અરજી અંગેનો ફોર્મ તમે આદિજાતે વિકાસ કોર્પોરેશનની વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in પરથી મેળવી શકો છો
સ્ટેશનરી દુકાનના સહાય યોજનામાં અરજી ક્યાં મોકલવી
અરજી ફોર્મ નીચે લિંક દ્વારા આપવામાં આવેલ છે અહીંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી ભર્યા બાદ આદિજાતિ ના અરજદારે આ અરજી ફોર્મ તાલુકાના આદિજાતિ પ્રયોજનના વહીવટદારને મોકલવાની રહેશે તથા બિનઆધિ જાતિના અરજદાર મદદની કમિશનર શ્રી આદિજાતિ ને અરજી મોકલવાની રહેશે
હેલ્પલાઇન નંબર
આ યોજના લગત કોઈપણ પ્રશ્ન અથવા તો યોજના લગતો વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરી શકો છો.
- 07923253891
- 07923253893
અગત્યની લીંક
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
યોજનાની વધુ માહિતી જાણવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અમારી તમામ અપડેટ નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |