બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023: ઓનલાઇન ફોર્મ ભરો અહીંથી

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023: માનવ ગરિમા યોજના 2023 હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. ચાલુ વર્ષ 2023 માટે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ના ફોર્મ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયેલ છે. આ આર્ટિકલમાં તમને બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 અલગત સંપૂર્ણ માહિતી મળી રહેશે જેના દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકશો.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023

યોજનાનું નામ બ્યુટી પાર્લર કીટ સહાય
હેઠળમાનવ કલ્યાણ યોજના
નાણાકીય સહાયતા. 1/9/18 ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટ ની યાદી મુજબ ની મર્યાદામાં
ઉંમર મર્યાદા16 વર્ષ થી 60 વર્ષ
વિભાગકમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ
વેબસાઈટe-kutir.gujarat.gov.in

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા નિશુલ્ક બ્યુટી પાર્લર કીટ સહાય 2023 હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત બ્યુટી પાર્લર કીટ મેળવીને પોતાનો અને પોતાના પરિવારનો સારી રીતે નિભાવ કરી શકશે, આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ બ્યુટી પાર્લર કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો ધંધો રોજગાર ચલાવી શકે અને પોતાનું જીવન સારી રીતે આગળ વધારી શકે. સારી આવક મેળવી શકે…. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને મળવા પાત્ર છે. જેના ફોર્મ ઓનલાઈન હાલ ભરાઈ રહ્યા છે, મહિલાઓના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન ફોર્મ ભરવાની ડાયરેક્ટ લીંક નીચે આપવામાં આવેલ છે તમે અહીંથી ઓનલાઇન ફોર્મ ભરી શકશો

લાભ લેવા માટે પાત્રતા ના ધારા ધોરણ

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 હેઠળ લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા અમુક નિયમો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે

  • આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકામાં અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ ફોર્મ ભરી શકશે
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ ફોર્મ ભરી શકે છે

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  1. અરજદાર નું આધારકાડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રેશનકાર્ડ
  4. રહેઠાણનો પુરાવો
  5. મોબાઈલ નંબર
  6. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  7. અભ્યાસના પુરાવા
  8. વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  10. જો સ્ત્રી વિધવા હોય તો પતિના મરણ અંગેનું પ્રમાણપત્ર

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/index.aspx?HodID=1 પર જાઓ
  • અહીં તમારી સામે હોમ પેજ ખુલશે
  • જેમાં સ્ક્રીનને સ્ક્રોલ ડાઉન કરી નીચેની તરફ For New Individual Registration પર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં ગુજરાતીમાં માગવામાં આવેલ તમારી તમામ માહિતી ભરો
  • ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જરૂરી લિંક નીચે આપવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન ફોર્મ ભરી શકશો

ઓનલાઇન અરજી માટે જરૂરી લિંક

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ની જાહેરાત માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment