WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે ઘણા ડોક્યુમેન્ટ હોય છે, ચૂંટણી કાર્ડ પણ તે પૈકીનું એક અગત્યનનું ડોક્યુમેન્ટ છે. ચૂંટણી કાર્ડને લગત સુધારા કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષમાં બે ત્રણ વખત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો હોય છે. ચાલુ વર્ષ 2023 માટે આ કાર્યક્રમમાં આવતીકાલ એટલે કે તારીખ 5 એપ્રિલ 2023 થી 20 એપ્રિલ 2023 સુધી યોજાનાર છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023

કાર્યક્રમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023
અગત્યની તારીખ 5 એપ્રિલ 2023 થી 20 એપ્રિલ 2023
ખાસ ઝુંબેશના દિવસો16.04.2023
23.04.2023
કામગીરી મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવા અને સુધારાઓ કરવા
સંપર્કતમારા વિસ્તારના BLO
વેબસાઈટhttps://www.nvsp.in/
https://sec.gujarat.gov.in/

મતદાર યાદી કામગીરી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મતદાર યાદીને લગતા વિવિધ કામો કરી શકાશે જે નીચે મુજબ છે

  1. નવું નામ દાખલ કરવું
  2. નામ કમી કરાવવું
  3. નામમાં સુધારો કરાવવો
  4. સરનામું બદલવું

મતદાર યાદી સુધારણા ફોર્મ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે

નવું નામ દાખલ કરવું

  • મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરવાનું હોય છે એ તારીખ 1.4 .2023 ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તે ભરી શકે છે

નામ કમી કરાવવું

  • કોઈ કારણોસર જો મતદાર યાદી માંથી નામ કમી કરાવવું હોય તો તેના માટે ફોર્મ નંબર 7 ભરાવવાનું રહે છે

નામમાં સુધારો કરવો

  • જો તમારા નામ અટક વગેરેમાં કોઈ સુધારો કરાવવાનો હોય તો તે માટે ફોર્મ નંબર 8 ભરવાનું હોય છે

સરનામું બદલવું

  • મતદાર યાદીમાં રહેલા જૂનું સરનામું બદલી નવું સરનામું દાખલ કરવાનો હોય તો તેના માટે ફોર્મ નંબર 8-ક ભરવાનું હોય છે

ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.

જેમાં તારીખ 5 એપ્રિલથી 15 દિવસ એટલે કે 20 એપ્રિલ 2023 સુધી મતદારો હકદાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. તારીખ 28 એપ્રિલ સુધીમાં હક દાવા વાંધા અરજીઓનો નિકાલ કરાશે. તારીખ 1 એપ્રિલ 2023 ની લાયકાત ની તારીખ ના સંદર્ભમાં ફોટો વાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે, મતદાન યાદીની આખરી પ્રસિદ્ધ તારીખ 10 મી મે ના રોજ કરાશે

ઓનલાઇન સુધારો કરવા માટે પોર્ટલ

મતદાર યાદી સુધારણા અને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ , ચૂંટણી પંચના નેશનલ વોટર સર્વિસ પોર્ટલના માધ્યમથી પણ ફોર્મ નંબર 6 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે અરજી કરી શકાય છે. સાથે જ અરજદાર મતદાર યાદીમાં પોતાનો અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી પણ કરી શકે છે. અને જો કોઈ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારો પણ કરી શકાય છે. જે લગતા જરૂરી તમામ લિંક અહીં નીચે મૂકવામાં આવેલ છે તમે અહીંથી ઓનલાઇન સુધારો કરી શકો છો અને નવું નામ દાખલ કરવા માટે ઓનલાઇન ફોર્મ પણ ભરી શકો છો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝુંબેશના દિવસો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ તારીખોમાં ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવતા હોય છે. આ દિવસોમાં જે તે વિસ્તારના બી.એલ.ઓ આખો દિવસ આ ચૂંટણી બુથ પર બેસે છે, અને મતદાર યાદી સુધારણા ના ફોર્મ સ્વીકારે છે. આ માટે સાથે જોડવાના ડોક્યુમેન્ટ વગેરેને ડિટેલ માહિતી બીએલઓ પાસેથી મળી રહે છે.

  1. 16/04/2023 રવિવાર
  2. 23/04/2023 રવિવાર

ઓનલાઇન સુધારો કરવા માટે જરૂરી લિંક

NVSP પોર્ટલ પર ઓનલાઇન સુધારો કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે sec.gujarat વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
📱વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥 અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!