મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના: ગુજરાત સરકાર દ્વારા દરેક લોકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. આવી જ એક ખૂબ જ ઉપયોગી અને કલ્યાણકારી યોજના એટલે માનવ કલ્યાણ યોજના. જેના ફોર્મ ભરવાના હાલ શરૂ થયેલ છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કુલ 27 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાયરૂપે ટુલકિટ આપવામાં આવે છે, જે અંતર્ગત મોબાઈલ રીપેરીંગ નો વ્યવસાય કરતા લોકો માટે મોબાઈલ રીપેરીંગ ની કીટ સહાયરૂપે બિલકુલ ફ્રી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતાના ધારા ધોરણો ક્યાં છે? કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે? અને અરજી કેવી રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા આપવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી.
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના
સહાય નું નામ | મોબાઈલ રીપેરીંગ કીટ સહાય |
યોજના હેઠળ | માનવ કલ્યાણ યોજના 2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
ઉંમર મર્યાદા | 16 વર્ષથી 60 વર્ષ |
વિભાગ | કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ |
ઓફિસિયલ વેબસાઈટ | Click Here |
મોબાઈલ રીપેરીંગ સહાય યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ નિશુલ્ક મોબાઈલ રીપેરીંગ કરતા વ્યવસાયકારો માટે મોબાઈલ રીપેરીંગ કીટ બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય નાના ધંધાર્થીઓને સ્વરોજગારી આપવાનો છે. માનવ કલ્યાણ યોજના હેઠળ લોકો પોતાનો મોબાઇલ રીપેરીંગ કરવા માટેના વ્યવસાય ચલાવવા કીટ રૂપે સાધનો મેળવી પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે છે. નાના ધંધાર્થીઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના લોકો લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા અમુક ધારા ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે.
પાત્રતાના ધારાધોરણો
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
- આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગને ગરીબી રેખાના લિસ્ટમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂરિયાત રહેશે નહીં
- મોબાઈલ રીપેરીંગ કીટ માટે રૂપિયા 8600 ની કિંમતની મર્યાદામાં સાધનો આપવામાં આવે છે
જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- આધાર કાર્ડ ની નકલ
- જન્મ તારીખના દાખલા ની નકલ
- રાશન કાર્ડ ની નકલ
- રહેઠાણ અંગેનો પુરાવો
- વાર્ષિક આવકનું માન્ય અધિકારીનું પ્રમાણપત્ર
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાયલક્ષી તાલીમ અંગેનો દાખલો
- જો દિવ્યાંગ હોય તો તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના 2023 હેઠળ લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ નીચે મુજબ છે
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ e-kutir.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ આ વેબસાઈટમાં કુટેર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓ પસંદ કરવાની રહેશે
- તેમાં માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરી સૌપ્રથમ તમારી જરૂરી ડિટેલ ભરો રજીસ્ટ્રેશન કરી આઈડી જનરેટ કરો
- ત્યારબાદ તમારા આઈડી પાસવર્ડ થી લોગીન થાઓ
- આ પ્રક્રિયાને અનુસરીને આ પોર્ટલ પર લોગીન કરી શકો છો
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મોબાઇલ રીપેરીંગ કીટ સહાય ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય જરૂરી લિંક
યોજનાની સત્તાવાર જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |