સ્ટાફ નર્સ ભરતી 2023: ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સ્ટાફ નર્સની 650 જગ્યાઓ પર ખૂબ મોટી ભરતી જાહેરાત કરવામાં આવી છે, રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો 16 મે 2023 સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી સિવિલ હોસ્પિટલની ઓફિસિયલ વેબસાઈટ https://ikdrc-its.org/ પર કરી શકાશે, ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે.
ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ની ભરતી લગત જરૂરી તમામ માહિતી જેમાં ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, કેટેગરી વાઈઝ જગ્યાઓની માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની અગત્યની તારીખો, તેમજ ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ વગેરે… તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
સ્ટાફ નર્સ ભરતી 2023
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
પોસ્ટ | સ્ટાફ નર્સ |
કુલ જગ્યાઓ | 650 |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
નોટિફિકેશનની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મેં 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikdrc-its.org/ |
પોસ્ટ નું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ – 3) પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે
લાયકાત
સ્ટાફ નર્સ ને આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બેઝિક Bsc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે, ઉમેદવારને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ
સિલેક્શન પ્રોસેસ
ઉમેદવાર ની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે પરીક્ષા લીધા પછી કરવામાં આવશે, કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી, પરીક્ષા ની તારીખ જાણવા માટે તમારે ઓફિસિયલ વેબસાઈટની વિઝીટ કરતા રહેવું પડશે.
કેટેગરી વાઈઝ કુલ ખાલી જગ્યાઓ
કેટેગરી | ખાલી જગ્યા |
General | 229 |
SC | 45 |
ST | 126 |
OBC | 181 |
EWS | 69 |
કુલ | 650 |
ex. Ser. | 00 |
PH (હેંડીકેપ) | 26 |
પગાર ધોરણ
સિલેક્શન થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 પગાર ચૂકવવામાં આવશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની ઓફિશિયલ વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ કરિયર સેક્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
- ત્યારબાદ apply now બટન પર ક્લિક કરો
- ઓનલાઇન ફોર્મ ઓપન થશે તેમાં તમારી દરેક ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ભરેલી તમામ માહિતી એક વખત વાંચી ગયા બાદ બધી માહિતી સાચી હોય તો સબમીટ બટન પર ક્લિક કરો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
- ઓફિસિયલ નોટિફિકેશન ની લીંક અને ઓનલાઇન અરજી કરવાની લીંક નીચે આપવામાં આવેલી છે
અગત્યની લીંક
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |