Short Briefing : નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના | Assistance Destitute Old Age Pension ASD | Digital Gujarat Portal Online Apply | Niradhar Vrudh sahay yojana form pdf | vrudh pension yojana in gujarat online
ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. એમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો, નિરાધાર વૃધ્ધ માટે ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય અને નિરાધાર અપંગોના નિભાવ માટે યોજના અમલી છે.
Vrudh Pensan Yojana PDF Gujarat
નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ નિરાધાર વૃદ્ધ અને નિરાધાર અપંગ લોકોને સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેની અરજીઓ Digital Gujarat Portal પરથી કરી શકાશે.
યોજનાનો હેતુ
ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેનું અંગ્રેજી નામ “Assistance Destitute Old Age Pension-ASD” તરીકે ઓળખાય છેેે.
યોજનાનો લાભ માટે યોગ્યતા
નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.
1. અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.
2. અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
3. દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.
4. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
5. લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા (Income Limit)
ગુજરાત સરકારના Niyamak Samaj Suraxa Khatu દ્વારા આવક મર્યાદા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ માટે લાભાર્થીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150000 (દોઢ લાખ રૂપિયા) અને ગ્રામ્ય વિસ્તાર માટે 120000 (એક લાખ વીસ હજાર) થી વધુ ન હોવી જોઈએ
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
Vrudh Sahay Yojana Gujarat હેઠળ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 1000 (એક હજાર રૂપિયા) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. અને જે લાભાર્થીઓની વયમર્યાદા 80 વર્ષ કે તેથી વધુ છે, એમને દર મહિને 1250 રૂપિયાની સહાય મળશે.
Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 1000/- પેંશન સહાય પેટે આપવામાં આવશે.
યોજના માટેના ડોક્યમેન્ટ
- આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તથા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે.લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)
- આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)
- ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
- આધારકાર્ડ(Aadhar card)
- લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ)
- 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું.
- 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
યોજનાની અરજી ક્યાં કરવી?
ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજ્ય સરકારની વૃદ્ધ સહાય યોજનાનો લાભ તેમના ગામમાંથી જ મળી રહે અને તેઓને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે અને જન સામાન્યની ‘જીવન જીવવાની સરળતા (Ease of Living) નો રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ કરવા માટે સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ/સેવાઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર Vrudh sahay yojana online apply કરી શકશે.
ગ્રામસ્તરે “e-gram કેન્દ્રો” મારફતે નિમાયેલા Village Computer Entrepreneur (VCE) દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ “digital gujatat portal website” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.
e-Gram કેન્દ્રો ખાતેથી આ સેવાઓ ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્દ્રો કે ATVT (એટીવીટી) કેન્દ્રો ખાતેથી પણ “નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (ASD) ” માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકશે.
Source : Digital Gujarat Official Website
યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.
Vrudh Pension Yojana Online Helpline Number
નિરાધાર વૃધ્ધ પેંશન યોજનાના ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરવાની રહેશે. ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા અને પ્રશ્ન હોય તો 18002335500 કોલ કરી શકાય છે.
યોજના ક્યારે બંધ થાય?
1. લાભાર્થીનો પુત્ર 21 (એકવીસ) વર્ષનો થાય ત્યારે સહાય બંધ થાય છે.
2. લાભાર્થીનું અવસાન (મૃત્યુ) થવાના કિસ્સામાં
3. લાભાર્થીની વાર્ષિક આવક વધુ થાય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના બંધ થાય છે.
નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અગત્યની બાબત
નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી દ્વારા કરવામાં આવેલ અરજી સબંધિત મામલતદારશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવે તો અરજી અંગે 60 દિવસની અંદર સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.
અગત્યની લિંક
ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |