પંડિત દિન દયાળ આવાસ યોજના 2023: પંડિત દિન દયાળ આવાસ યોજના અંતર્ગત વર્ષ 2023 ના ઓનલાઈન ફોર્મ મંગાવવાના શરૂ થઈ ગયેલ છે આ યોજના હેઠળ લાભ લેવા માગતા અરજદારોએ 01 મેં 2023 થી 31 મેં 2023 સુધી અરજી કરવાની રહેશે. પંડિત દિન દયાળ આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. ચાલો જાણીએ આ યોજનાની વિગતવાર માહિતી અને માહિતી સારી લાગે તો દરેક લોકો સુધી વધુને વધુ શેર કરવા નમ્ર વિનંતી છે કોઈને લાભ થશે તો આંગળી ચીંધવાનું પુણ્ય મળશે
પંડિત દિન દયાળ આવાસ યોજના 2023
યોજનાનું નામ | પંડિત દિન દયાળ આવાસ યોજના |
લાભાર્થીઓ | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા ઇસમો |
મળવાપાત્ર સહાય | 1,20,000/- |
અરજી કરવાની તારીખ | 31 જુલાઈ 2023 સુધી |
આવક મર્યાદા | 6,00,000 |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
પાત્રતાના માપદંડ
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારને આવક મર્યાદા 6 લાખ રાખવા ઠરાવેલ છે
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા ઇસમોને શહેરોમાં અને ગામડાઓમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈશ્વરમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,20,000 આપવામાં આવે છે.
તારીખ લંબાવાવામાં આવેલ છે

અરજી કરવાની તારીખ
પંડિત દિન દયાળ આવાસ યોજના અંતર્ગત અરજદારે ઓનલાઇન અરજી 31 જુલાઈ 2023 સુધી કરવાની રહેશે અરજદારે આ અરજી માત્ર ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે અરજદારના હિતને ધ્યાનમાં રાખી ઓફિશિયલ વેબસાઈટની ઓનલાઈન અરજી કરવાની લિંક નીચે મૂકવામાં આવેલી છે.

આવક મર્યાદા
આ યોજના હેઠળ લાભ લેવા માટે અરજદારની આવક મર્યાદા 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં
રજૂ કરવાના ડોક્યુમેન્ટ
પંડિત દિન દયાળ આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા માગતા અરજદારોએ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે
- અરજદારની જાતિ / પેટા જાતિ નો દાખલો કઆર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી)
- અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ (શિક્ષિત હોય તો)
- અરજદારનો રહેઠાણાનો પુરાવો
- આધાર કાર્ડ
- વીજળી બિલ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ભાડા કરાર
- ચૂંટણી કાર્ડ
- રાશનકાર્ડ
- ઉપર જણાવેલ પૈકી કોઈ પણ એક
- આવકનો દાખલો
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
- જમીન માલિકીનો આધાર દસ્તાવેજ અકારણી પત્રક હકપત્રક સનાદ પત્રક જે લાગુ પડતું હોય તે
- અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી / સીટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર.
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- બીપીએલ નો દાખલો
- પતિના મરણ નો દાખલો જો સ્ત્રી વિધવા હોય તો
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી કમ મંત્રીશ્રી ની સહી વાડી)
- પાસબુક કેન્સલ ચેક
- અરજદારના ફોટા
ઓનલાઇન અરજી કરવા માટે
જે અરજદારો આ યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in ની વિઝીટ કરી 31 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે
અગત્યની લીંક
પંડિત દિન દયાળ આવાસ યોજના જાહેરાત 2023 | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |