WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મફત પ્લોટ સહાય યોજના (ગુજરાત રાજ્ય – વર્ષ 2023)

મફત પ્લોટ સહાય યોજના: ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટ ની યોજના ની શરૂઆત 1972 માં કરવામાં આવી હતી ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવી છે આર્ટીકલ દ્વારા તમને મફત પ્લોટ સહાય યોજના લગત સંપૂર્ણ માહિતી મળી રહેશે જેમાં આ યોજનાનો ફોર્મ કોણ ભરી શકે આ યોજનાનો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કેટલા જોઈએ મફત પ્લોટ સહાય યોજના નો ફોર્મ ભરવા માટે જરૂરી પાત્રતાના ધારા ધોરણો ક્યાં છે તેમ જ ફોર્મ ક્યાંથી ભરવું વગેરે….. તો ચાલો જાણીએ મફત પ્લોટ સહાય યોજના 2023 વિશે વિગતવાર માહિતી મિત્રો એક ભલામણ છે કે આ માહિતી સારી લાગે તો ગુજરાતના દરેક ગામડા સુધી વધુને વધુ શેર કરજો ગરીબ માણસો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે.

મફત પ્લોટ યોજના 2023

પોસ્ટ ટાઈટલ મફત પ્લોટ સહાય યોજના ( ગુજરાત રાજ્ય)
વિભાગ પંચાયત વિભાગ ગુજરાત
લાભાર્થીઓગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
ઓફિસિયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in

100 ચોરસ વાર નો મફત પ્લોટ

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો પાંચ વર્ષ પૂર્વે 1 મેં 2017 ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કરવામાં આવેલો હતો પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગ એ ગામડાઓમાં વસવાટ કરતાં ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહીં એમ ઘર થાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધારા ઠરાવવામાં ગ્રામસભામાં બહોળો પ્રચાર કરવા કહેવામાં આવ્યું હતું. આ યોજના નીચે વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓને રચના કરવામાં આવી હતી જે પૈકી લેન્ડ કમિટી ને દર મહિનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવામાં આવ્યું હતું.

વિકાસ કમિશનર દ્વારા ગત સપ્તાહે ડીડીઓ સરને કરેલા આદેશ પત્રની સાથે અરજી કરવાનો ફોર્મ તેનો નમૂનો તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધારી પત્રના નમૂના પણ મોકલવામાં આવ્યા છે જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘર વિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણી ની અરજીઓ એકત્ર કરી તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના નું ફોર્મ

ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા ઘર વહેણો બીપીએલ યાદીમાં નોંધાયેલા મજૂરો તેમ જ કારીગરોને પોતાનો ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે અત્યાર સુધી આ યોજના નો લાખો લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે તે માટે તારીખ 01/05/2017 ના રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ સહાય યોજના ના નિયમોમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેલી છે તેની વિગત આ મુજબ છે

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

મફત પ્લોટ યોજના 2023 નો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ અરજદાર પાસે હોવા જરૂરી છે

  1. આ યોજનાનું અરજી ફોર્મ ( અરજી ફોર્મ ની પીડીએફ નીચે મૂકવામાં આવેલી છે)
  2. રેશનકાર્ડ ની નકલ
  3. આધાર કાર્ડ ની નકલ
  4. ચૂંટણી કાર્ડ ની નકલ
  5. SECC યાદીમાં નામની વિગત ( સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગની આધારિત ગણતરી 2011 ની વિગત
  6. ખેતીની જમીન નથી તેનો દાખલો
  7. પ્લોટ / મકાન અને વિગત દર્શાવતો દાખલો
  8. 1 લી મેં 2017 ના રોજ થયેલ ઠરાવની પ્રસ્તાવના ( આ ઠરાવ નીચે લિંકમાં મૂકવામાં આવેલ છે)

સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી-૨૦૧૧ (SECC)ની મોજણીની વિગતોને આધારે રાજ્યમાં મકાન વિહોણા કુટુંબોને મકાન સહાયની યોજનામાં આવરી લેવા તેમજ તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવનાર હોય તેમજ રાજ્ય સરકારની જુદી જુદી હાઉસિંગ યોજનાઓમાં અથવા અન્ય રીતે પ્લોટ વિહોણા કુટુંબો પ્લોટ ફાળવવાની જરૂરિયાતો ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનામાં ઘરથાળના મફત પ્લોટ ફાળવણી જુદી જુદી જોગવાઈઓ અંગે જરૂરિયાતલક્ષી વિચારણા કરી સર્વગ્રાહી સુધારાઓ કરવા માટેનો ઠરાવ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રી ના સહી અને સિક્કા કરાવવાના રહેશે, અરજદારોના હિતને ધ્યાનમાં રાખી આ યોજના નું અરજી ફોર્મ નીચે લિંક પર મૂકવામાં આવેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી શકો છો.

અગત્યની લીંક

મફત પ્લોટ યોજના નું ફોર્મઅહીં ક્લિક કરો
01/05/2017 નો ઠરાવઅહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના પરિપત્ર (30/07/2022)અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

નોંધ : આ માહિતી અમે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી એકઠી કરેલી છે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય તમારા સુધી દરેક માહિતી મોકલી તમને માહિતીથી અવગત કરાવવાનો છે મફત પ્લોટ યોજના લગત વધુ માહિતી માટે તમે તમારા ગામના તલાટી મંત્રી શ્રી નો સંપર્ક કરી શકો છો.

Leave a Comment