WhatsApp ગ્રૂપમાં જોડાવો!

માનવ ગરિમા યોજના 2023 : ઓનલાઈન અરજી શરૂ જાણો કોને મળશે લાભ

માનવ ગરિમા યોજના 2023 : નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ ,, લઘુમતી અને વિચરતી વિમુક્તિ જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી સ્વરોજગારી મેળવી , આર્થિક રીતે પગભર બને તેવા ઉમદા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલકીટ) વિનામૂલ્યે આપવાની યોજના ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે

આ આર્ટીકલ દ્વારા માનવ ગરિમા યોજના લગત સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે માહિતી સારી લાગે તો આગળ વધુને વધુ લોકો સુધી શેર કરવા નમ્ર વિનંતી છે

માનવ ગરિમા યોજના 2023

યોજનાનું નામ માનવ ગરિમા યોજના 2023
વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાના લાભાર્થીઓરાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ , લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ
ઉંમર મર્યાદા18 વર્ષથી 60 વર્ષ
આવક મર્યાદા6 લાખ સુધી
યોજનાનો હેતુ સ્વરોજગારીની તકો ઉભી કરવી
મળવાપાત્ર સહાય ની વિગત વિવિધ 28 પ્રકારના ધંધા રોજગારના સાધનો ટુલ કીટ ફ્રીમાં મળવા પાત્ર છે
અરજી મોડ ઓનલાઇન અરજી
અરજી કરવાની શરૂ થયા તારીખ15 મેં 2023
અરજી કરવાની છેલ્લી તારીખ14 જુન 2023
અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટClick Here

અગત્યની તારીખો

માનવ ગરિમા યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા ઉમેદવારોએ esamajkalyan.gujarat.gov.in પર તારીખ 15 /5/ 2023 થી તારીખ 14 /6/ 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોના હેતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ લિંક નીચે મૂકવામાં આવેલી છે.

સાધન સહાય ટુલ કીટની યાદી

માનવ ગરિમા યોજના 20023 માં નીચે મુજબના વ્યવસાયકારો માટે સાધન સહાય ટુલકેટ મળવાપાત્ર છે

  1. કડિયા કામ
  2. સેન્ટીંગ કામ
  3. વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
  4. મોચી કામ
  5. દરજીકામ
  6. ભરતકામ
  7. કુંભારી કામ
  8. વિવિધ પ્રકારની ફેરી
  9. પ્લમ્બર કામ
  10. બ્યુટી પાર્લર
  11. ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
  12. ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામ
  13. સુથારી કામ
  14. ધોબી કામ
  15. સાવરણી સુપડા બનાવનાર
  16. દૂધ દહીં વેચનાર
  17. મચ્છી વેચનાર
  18. પાપડ બનાવનાર
  19. અથાણા બનાવનાર
  20. ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચનાર
  21. પંચર કીટ
  22. ફ્લોર મિલ (ઘરઘંટી)
  23. મસાલા મીલ
  24. મોબાઈલ રીપેરીંગ કીટ
  25. હેર કટીંગ કીટ વાણંદ કામ)

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કોણ કરી શકે?

  • રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ , લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ

આવક મર્યાદા

  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારો માટે 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં

ઉંમર મર્યાદા

  • અરજદારની ઉંમર જાહેરાત ની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

આ યોજના માટે અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ ની આવશ્યકતા રહે છે

  • આધાર કાર્ડ ની નકલ
  • રાશન કાર્ડ ની નકલ
  • રહેઠાણનો પુરાવો
  • જાતી અંગે નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાય લગતા તાલીમ લીધા નું પ્રમાણપત્ર
  • સ્વ ઘોષણા પત્રક
  • એકરારનામુ

અગત્યની નોંધ:

નાણાકીય વર્ષ 2021- 22 અને વર્ષ 2022-23 ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજૂર કરેલ છે પરંતુ કમ્પ્યુટર ડ્રોમાં પસંદ થયેલ ન હોય તેવી અરજીઓને અરજદારોના વિશાળહિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા અગામી વર્ષ 2023- 24 માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જેથી તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.

માનવ ગરિમા યોજના જરૂરી સૂચનાઓ

  • માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇન થી જ કરવાની રહેશે
  • અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન થી જ અપલોડ કરવાના રહેશે
  • હાર્ડ કોપી કચેરીમાં આપવાની નથી જરૂર જણાય એ જિલ્લા કચેરીના અધિકારી શ્રી / કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરીજનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.
  • અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલી નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ ના મંજૂર ગણાશે
  • અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારો માટે છ લાખથી વધુ હોવી જોઈએ નહીં
  • વિચારતી વિમુક્તિ જાતે તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતે માટે આવક મર્યાદા નું ધોરણ લાગુ પડશે નહીં
  • અરજદારની ઉંમર જાહેરાત ની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં
  • આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર છે
  • ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના વ્યક્તિનો મોબાઇલ નંબર આપવાનો રહેશે તથા મોબાઇલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો મોબાઇલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલી હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે
  • અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનો સ્ટેટસ જાણવા વેબસાઈટ જોતા રહેવું
  • અડધી મંજૂર કરવાની થતા જિલ્લા અધિકારીશ્રીની રહેશે જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકશે નહીં
  • જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજૂર કરેલ અરજીઓને કોમ્પ્યુટર રાઈઝર ડ્રો કરી લાભાર્થીઓ પસંદ કરવામાં આવશે કોમ્પ્યુટર રાઈઝરમાં પસંદ થયેલા લાભાર્થીઓને જ સાધનો તુંલકિત free માં આપવામાં આવશે
  • માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદાર એ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક શ્રી / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી (વિકસતી જાતિ) ની કચેરી માંથી પણ મળી રહેશે.
  • માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર નો નિર્ણય આખરી રહેશે

અરજી કરવા માટે અગત્યની લીંક

અરજી કરવા માટે અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઈટ પરથી માહિતી વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ 2023અહીં ક્લિક કરો
માનવ ગરીમા યોજના જાહેરાત 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!