શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023 : બાંધકામો વ્યવસાયમાં જોડાયેલા જરૂરીયાત મંદ બાંધકામ શ્રમિકોના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ એટલે કે પીએચડી સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં પ્રાથમિક શાળા થી પીએચડી સુધી અભ્યાસક્રમ માટે સહાયની રકમ પૂરી પાડવામાં આવે છે.
અહીં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે મળવાપાત્ર સહાય કેટલી છે તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે અને સહાય માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે માટે આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે
રાજ્યમાં બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકોના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણમાં આગળ વધી તેનો બાળક ડોક્ટર એન્જિનિયર અને ડિગ્રી મેળવી શકે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે
યોજનાના નિયમો
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
- બાંધકામ સ્વામી કે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
- જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે
- બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના થશે
- બાળકની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ
- પુત્ર કે પુત્રી તો મૂંગા કે અપંગ હોય તો તેને વહી મર્યાદા લાગુ પડશે નહીં
- જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે જો વિદ્યાર્થીઓ વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજીવાર સહાય મળવા પાત્ર રહેશે નહીં
- જય બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવાપાત્ર રહેશે નહીં
- જે બાળકો ના શિષ્યવૃતિના ફોર્મ ભરવાના હોય તે અરજદારોએ સંપૂર્ણ સાચી વિગત ભરવાની રહેશે અન્યથા અરજી રદ થઈ શકે છે
યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય
બાંધકામ શ્રમિકના બાળકોને આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ એટલે કે પીએચડી સુધીના અભ્યાસક્રમ માટે ₹30,000 સુધીની સહાય આપવામાં આવશે
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- વિદ્યાર્થીનો ચાલુ અભ્યાસક્રમનો બોનાફાઇડ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- બેંક પાસબુક ને નકલ
- વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રિઝલ્ટ
- શાળા કે કોલેજમાં ફી ભર્યાની રીસીપ્ટ
- જો રૂપિયા 5000 કે તેથી વધુને સહાય હોય તો સોગંદનામુ અથવા સંબંધી પત્રક ભરવાનો થશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- યોજના માટે ઓનલાઈન અરજી કરવા સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું
- અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ તમારે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું થશે અને આઈડી પાસવર્ડ થી લોગીન કરવું રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી પાસવર્ડ મળશે
- રજીસ્ટ્રેશન માં તમને બાંધકામ સમિતિની વિગતો પૂછશે તે ભરવાની થશે અને ક્રિએટ બટન પર ક્લિક કરવું
- ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગીન થવું
- પછી તમારે શિક્ષણ સહાય યોજના પર ક્લિક કરવું
- હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો આવશે તેને વાંચી એક્સેપ્ટ પર ક્લિક કરો
- ત્યારબાદ અપ્લાય બટન પર ક્લિક કરો
- પછી તમારે પર્સનલ ડિટેલ ભરવાની થશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો વિદ્યાર્થીની માહિતી સરનામું અને માહિતી ભરાઈ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરો
- ત્યારબાદ સ્કીમ ડિટેલ ભરવાની થશે જેમાં અભ્યાસની વિગતો કરો
- પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે
- અહીં ડોક્યુમેન્ટની ઝેરોક્ષમાં તમારી સહાય ના કરી સ્વ પ્રમાણેત નકલને અપલોડ કરવાના થશે જેમાં પ્રમાણપત્ર કે કોઈપણ ડોક્યુમેન્ટની થાય તો વન એમબી ની અંદર હોવી જરૂરી
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચીને હું ઉપરની બધી શરતો થી સહમત છું સિલેક્ટ કરવાનું થશે અને તેઓ બટન ક્લિક કરો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારી અરજી સબમિટ થઈ ગઈ છે હવે તમારે અરજી નંબર મળ્યા હશે તેને સાચવીને લખેલો અને અરજી ની સ્થિતિ ચેક કરવા માટે આ અરજી નંબર ઉપયોગી થશે
અરજી કરવા માટે અગત્યની લીંક
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો