રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છેરસ ધરાવતા લાયક ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ 18 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી લગત વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં પોસ્ટની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમે અહીં જાણી શકશો
RMC Requirements 2023
સંસ્થાનું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 30 |
નોકરીનું સ્થળ | રાજકોટ |
અરજી કરવાની તારીખ | 10 ઓગસ્ટ 2023 થી 18 ઓગસ્ટ 2023 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.rmc.gov.in/ |
પોસ્ટની વિગતવાર માહિતી
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરબીએસકે મેડિકલ ઓફિસર, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર , ઝોન ફાઇનાન્સ આસિસ્ટન્ટ , ઝોન એમ. એન્ડ. ઇ. આસિસ્ટન્ટ , સ્ટાફ નર્સ , આરબીએસકે ફાર્માસિસ્ટ, એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ, આરબીએસકે એફ એચ ડબલ્યુ તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે
શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગરપાલિકાની ઉપર જણાવ્યા મુજબની વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચો અને તમે જે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવો છો તેના માટે અરજી કરો
સિલેક્શન કેવી રીતે થશે
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ ના આધારે અથવા નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે
માસિક પગાર અને ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારને નીચે જણાવ્યા મુજબનો માસિક પગાર ચૂકવવામાં આવશે
ક્રમ | પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ | માસિક પગાર |
1 | આરબીએસકે મેડિકલ ઓફિસર | 04 | 25,000 |
2 | સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર | 01 | 18,000 |
3 | ઝોન ફાઇનાન્સ આસિસ્ટન્ટ | 01 | 13,000 |
4 | ઝોન એમ. એન્ડ. ઇ. આસિસ્ટન્ટ | 01 | 13,000 |
5 | સ્ટાફ નર્સ | 07 | 13,000 |
6 | આરબીએસકે ફાર્માસિસ્ટ | 03 | 13,000 |
7 | એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ | 07 | 13,000 |
8 | આરબીએસકે એફ એચ ડબલ્યુ | 05 | 12,500 |
9 | ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 | 12,000 |
અરજી ફી
આરોગ્ય વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં
ઉમર મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધી માન્ય છે
આ રીતે કરો અરજી
- સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ કરંટ ઓપનિંગ સેક્સન માં નવું રજીસ્ટ્રેશન કરો
- રજીસ્ટ્રેશન કરતા તમારા આઈડી પાસવર્ડ જનરેટ થશે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ
- તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની પાસે આપેલ અપલાય નાવ બટન પર ક્લિક કરો
- હવે ઓનલાઇન અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
અગત્યની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
RMC ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |