WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભારતીય રેલવેમાં 12 પાસ માટે નવી ભરતી જાહેર જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

ભારતીય રેલવેમાં 12 પાસ માટે નવી ભરતી જાહેર: સાઉથ રેલવેની ક્વોટા હેઠળ સ્પોર્ટ્સ પર્સન્સ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, આ જગ્યા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ rrcmas.in પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ને ડાયરેક્ટ લિંક અહીં નીચે મૂકવામાં આવેલી છે.

અરજી કરવા માટે આ તારીખ નોંધી લો.

રેલવેમાં ગવર્મેન્ટ જોબ મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે, ક્વોટા હેઠળ સ્પોર્ટ્સ પર્સન્સની જગ્યાઓ પર ભરતી માટે સાઉથ રેલવે દ્વારા નવી જાહેરાત બહાર પાડી છે, આ જગ્યા માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ઉમેદવારો 28 ઓક્ટોબર 2023 થી 27 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ rrcmas.in મારફતે કરી શકે છે.

આ પોસ્ટ મારફતે દરેક ઉમેદવારો સુધી આ ભરતી લગત વિગતવાર માહિતી મારુગુજરાતભરતી.ઈન ની ટિમ દ્વારા મુકવામાં આવેલ છે જેમાં ભરતીની વિગતો, અરજીની ફી, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની રીત તેમજ સિલેક્શન પ્રોસેસ વગેરે સંબંધિત તમામ માહિતી તમને અહીંથી મળી શકે છે. આ ઉપરાંત દરેક ઉમેદવારો વધુ માહિતી મેળવવા માટે ઓફિસિયલ વેબસાઈટ rrcmas. in ની મુલાકાત લઈ શકે છે.

કુલ 67 જગ્યાઓ પર થશે ભરતી

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ભારતીય રેલવે દ્વારા કુલ 67 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

અરજી કરવા માટે કેટલી ફી ચૂકવવાની થશે

રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે નક્કી કરેલ અરજી ફી ચૂકવવાની થશે જેમાં SC, ST, મહિલા ઉમેદવાર, PWD અને લઘુમતી કેટેગરીના ઉમેદવારો તેમજ EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 250 રૂપિયા ચૂકવવાના થશે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 500 રૂપિયા ફી ચૂકવવી પડશે.

કેવી રીતે થશે પસંદગી

પસંદગી પ્રક્રિયા વિશે વાત કરતા ઉમેદવારોને ટ્રાયલ માટે પણ બોલાવવામાં આવશે રમતગમતના પ્રદર્શન અને યોગ્યતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને ટ્રાયલના દિવસે તેમના તમામ જરૂરી ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે

12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે

ભારતીય રેલવેની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર માત્ર તે જ ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે જેમણે 12 ધોરણ પાસ કર્યું હોય, ઉમેદવારોએ મેટ્રિક પ્લસ કોર્સ પૂર્ણ એક્ટ એપ્રેન્ટીસીપ પૂર્ણ કરી હોય. અથવા NCVT અને SCVT નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તેમજ 10 પાસ ઉમેદવારો પણ અપ્લાય કરી શકે છે. તમને જણાવી દઈએ કે 10 પાસ થયેલા ઉમેદવારોને ત્રણ વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે. ત્યાં સુધી તેઓ સંબંધિત વેપારમાં આઈ.ટી.આઈ પાસે ન કરે. આ ઉપરાંત કોઈપણ માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. ઉમેદવારોએ સમયાંતરે ઓફિશિયલ વેબસાઈટ rrcmas. in ને ચેક કરવું.

ઉમેદવારોએ આ રીતે કરવી ઓનલાઈન અરજી

રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સૌપ્રથમ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://iroams.com/rrc_sr_sports2023/index.php પર જઈ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે અગત્યની લીંક અને ઓફિસિયલ નોટિફિકેશન નીચે પીડીએફમાં મૂકવામાં આવેલ છે, દરેક ઉમેદવારને નમ્ર વિનંતી છે કે અરજી કરતા પહેલા ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલ સંપૂર્ણ સૂચનાઓને વાંચે.

મહત્વની લિંક

ઓફિસિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની લીંકઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
નવી ભરતીની દરેક માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment