WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં પહોંચનારી ઇન્ડિયા પ્રથમ ટીમ ઇંગ્લેન્ડ પાસેથી લીધો ચાર વર્ષ જૂનો બદલો

વર્લ્ડ કપ 2023: સેમિફાઇનલમાં પહોંચનારી ઇન્ડિયા પ્રથમ ટીમ, ઇંગ્લેન્ડ પાસેથી લીધો ચાર વર્ષ જૂનો બદલો

સેમિફાઇનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ બની ગઈ છે, ભારત સામેની રવિવારની ઇંગ્લેન્ડની હારની સાથે જ ઇંગ્લેન્ડની રીટન ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, હવે ઇંગ્લેન્ડની ટીમ ઘણી કોશિશ કરવા છતાં પણ આઠ પોઇન્ટ થી ઉપર જઈ શકતી નથી, જ્યારે અત્યારે પોઇન્ટ ટેબલમાં માત્ર ચાર ટીમના આઠ કે તેથી વધુ પોઇન્ટ છે.

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023 ની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે

રવિવારે વર્લ્ડ કપમાં છઠ્ઠી જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર ભારતીય ટીમ પહોંચી ગઈ છે ભારતની આ જીતથી સેમિફાઇનલની તસવીર મહદ અંશે સ્પષ્ટ થઈ ગઈ છે ત્યાં જ એવું પણ લાગી રહ્યું છે કે ભારત સામેની હાર સાથે ઇંગ્લેન્ડની રીટર્ન ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે

લખનઉના એકાના સ્ટેડિયમમાં રવિવારે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાઈ હતી, આ મેચમાં ભારતીય ટીમમાં પ્રથમ બેટિંગ કરી હતી. આ વર્લ્ડ કપમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી, કદાચ ટીમ ઇન્ડિયા ને પહેલા બેટીંગ પસંદ ન આવી. આ તે સમય હતો ત્યારે ઇંગ્લેન્ડની જીતની અપેક્ષા હતી. ઇંગ્લેન્ડના મોન્ટી પનેસર પ્રથમ વખત તેની ટીમ પ્રત્યે સકારાત્મક દેખાયો હતો, તેણે ઇનિંગ બ્રેક સમયે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ તેના ભૂતપૂર્વ ક્રિકેટરની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી.

આ મેચમાં ઇંગ્લેન્ડના બેસ્ટમેનોએ ફરી એકવાર નિરાશ કર્યા હતા, અથવા આપણે એમ પણ કહી શકીએ કે ભારતીય બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને અંગ્રેજોને ઘુંટણીએ પડવા મજબૂર કરી દીધા હતા. જ્યાં મોન્ટી પનેસર કહી રહ્યા હતા કે ઇંગ્લેન્ડ આ મેચ સરળતાથી જીતી જશે અને જ્યાં ઇંગ્લેન્ડના અડધા બેટ્સમેનો 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. કહેવાની જરૂર નથી કે ભારતે ફરી એકવાર મેચ સરળતાથી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે ગત વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર નો બદલો પણ લઈ લીધો હતો, ગયા વર્લ્ડ કપમાં જ્યારે ભારત પાંચ મેચ જીતીને આગળ વધી રહ્યું હતું ત્યારે ઇંગ્લેન્ડ એ તેને હરાવીને ચોંકાવી દીધું હતું.

હાલમાં વર્લ્ડ કપ 2023 રમાઈ રહ્યો છે જેમાં ભારતે સતત છ મેચ જીતી છે તેના પોઈન્ટ ટેબલમાં 12 પોઇન્ટ છે, ભારતે હજુ ત્રણ મેચ રમવાની બાકી છે, ભારતે હજુ શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે મેચ રમવાની છે. ભારતીય ટીમના ફોર્મ ને જોતા એવી આશા રાખી શકાય છે કે ભારત પોઇન્ટ ટેબલમાં ટોચ પર જ રહેશે.

ક્રિકેટમાં હંમેશા ચમત્કારની આશા રહે છે, જો-પરંતુ જેવા સમીકરણો પણ ઘણા બને છે. પરંતુ આ બધું હોવા છતાં એક વાત ચોક્કસ છે કે ઇંગ્લેન્ડ હવે સેમી ફાઇનલમાં નહીં પહોંચી શકે કારણ એ છે કે ઇંગ્લેન્ડ પાસે હવે માત્ર ત્રણ મેચ બાકી છે, જો તે ત્રણેય મેચ જીતી જાય તો પણ તેના માત્ર આઠ પોઇન્ટ જ રહેશે. જ્યારે હાલમાં ભારત સિવાય દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ 8 કે તેથી વધુ પોઇન્ટ હાંકીલ કર્યા છે. આ ચારેય ટિમો સેમિફાઇનલની રેસમાં સૌથી આગળ છે તેમાં કોઈ શંકા નથી.

અગત્યની લિંક

ભારત v ઇંગ્લેન્ડ મેચ ની હાઈલાઈટ જોવા માટેઅહીં ક્લિક કરો
વર્લ્ડ કપ ની દરેક મેચ ફ્રીમાં જોવા માટેઅહીં ક્લિક કરો
અમારા હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
અમારી દરેક અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment