ગૌણ સેવા ભરતી 2023: GSSSB ભરતી 2023, ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર સર્વેયર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ અને અન્ય વિવિધ જગ્યાઓ માટે કુલ 1246 જેટલી ખાલી પડી રહેલી જગ્યાઓ ભરવા માટેનું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે લાયક ઉમેદવારો આપેલ સૂચનાઓને વાંચી ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ મારફતે અરજી કરી શકે છે ઉમેદવારના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે
ગૌણ સેવાની આ ભરતી લાગત સંપૂર્ણ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા વાંચી શકશો જેમાં તમને ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજી ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળશે જેથી આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચો.
ગૌણ સેવા ભરતી 2023
ભરતી સંસ્થા | GSSSB ગૌણ સેવા |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 1246 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 17 નવેમ્બર 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 02 ડિસેમ્બર 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | www.ojas.gujarat.gov.in |
અગત્યની તારીખ
ગૌણ સેવાની આ ભરતી માટે ઓનલાઇન અરજી 17 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગયેલ છે. જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ બે ડિસેમ્બર 2023 છે.
પોસ્ટ વાઈઝ ખાલી જગ્યાઓની માહિતી
ક્રમ | પોસ્ટ નું નામ | ખાલી જગ્યાઓ |
1 | સર્વેયર | 412 |
2 | વરિષ્ઠ સર્વેયર | 97 |
3 | આયોજન મદદનીશ | 65 |
4 | સર્વેયર | 60 |
5 | કાર્ય સહાયક | 574 |
6 | ઓક્યુપેસનલ થેરાપિસ્ટ | 6 |
7 | સ્ટરીલાઈઝન ટેકનિશિયન | 1 |
8 | કન્યા ટેકનિકલ મદદનીશ | 17 |
9 | ગ્રાફિક ડિઝાઇનર | 4 |
10 | મશીન ઓવરશિયર | 2 |
11 | વાયરમેન | 5 |
12 | જુનિયર પ્રક્રિયા મદદનીશ | 3 |
13 | કુલ પોસ્ટ્સ | 1246 |
અરજી ફી
ગૌણ સેવાની આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત ઉમેદવારોએ ₹100 અરજી ફી ઓનલાઈન ચૂકવવાની થશે જ્યારે અનામત શ્રેણી ના ઉમેદવારોએ કોઈપણ ફી ચુકવવાની રહેશે નહીં.
અરજદારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી સંબંધીત પ્રવાહમાં 10 12 બીઈબી ટેક ડિપ્લોમા કરેલા હોવા જરૂરી છે શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ હોય જેથી વિગતવાર માહિતી નીચે આપેલી સત્તાવારે નોટિફિકેશનની સૂચનામાં વાંચો
ઉંમર મર્યાદા
ગૌણ સેવાની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે
પસંદગી પ્રક્રિયા
ગૌણ સેવાની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કા દ્વારા કરવામાં આવશે જેમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ફિટનેસ.
ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ જાણો.
- ગૌણ સેવાની આ ભરતી માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
- ઓનલાઇન ફોર્મ ભરવા માટે 17 નવેમ્બર 2023 થી ઓજસ વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
- ઓનલાઇન ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર અપ્લાય ઓપ્શન પર ક્લિક કરવું અને એમાં GSSSB સિલેક્ટ કરવું
- તમે આપેલી જાહેરાતો પૈકી જે ભરતી જાહેરાત માટે ઓનલાઇન અરજી કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો
- ફોર્મમાં માગવામાં આવેલી તમામ જરૂરી માહિતી ભરો
- તમારો ફોટો અને સહી ઓનલાઈન અપલોડ કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- પેમેન્ટની ચુકવણી કરો
- ભરેલ અરજી ફોર્મની તમામ વિગત ચકાસી કન્ફર્મ કરો
- અને અંતે ભરેલા ફોર્મ ની પ્રિન્ટ મેળવો
મહત્વની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે હોમપેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |