WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર

 રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઇઝર, ગાર્ડન આસિસ્ટન્ટ સાહિત્યની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2024 છે. ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતી લગત વિગતવાર માહિતી તમે આ આર્ટીકલ દ્વારા મેળવી શકશો જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, કુલ ખાલી જગ્યાઓ, ઉંમર મર્યાદા, અરજી ફી, તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે….

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023:

ભરતી સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યાઓ219
અરજી કરવાની છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2024
અરજી મોડઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.rmc.gov.in/

પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસિયલ જાહેરાતમાં જણાવ્યા અનુસાર કુલ 219 ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે.

  1. જુનિયર ક્લાર્ક 128
  2. સિસ્ટમ એનાલિસ્ટ 02
  3. ગાર્ડન સુપરવાઇઝર 02
  4. વેટનરી ઓફિસર 01
  5. ગાર્ડન આસિસ્ટન્ટ 12
  6. ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી 02
  7. આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન 04
  8. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફીમેલ 04
  9. ફાયર ઓપરેટર 64
  10. કુલ 219

શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને ઉંમર મર્યાદા

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતી વિવિધ પોસ્ટ માટે કરવાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને ઉંમર મર્યાદા વિવિધ હોય માટે આ માહિતી વિગતવાર વાંચવા નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરી તેને વાંચવું.

અરજી ફી

  • બિનઅનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹500 ચૂકવવાના રહેશે જ્યારે અન્ય શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 250 ચૂકવવાના રહેશે.
  • આ અરજી ફી માત્રને માત્ર ઓનલાઇન માધ્યમ દ્વારા જ સ્વીકારવામાં આવશે

નોંધ

ઓનલાઇન અરજી કેવી રીતે કરશો

  • સૌપ્રથમ નીચે આપેલ ઓફીશીયલ જાહેરાતને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો
  • ત્યારબાદ સૌ પ્રથમ અરજી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર જાઓ
  • અહીં રિક્વાયરમેન્ટ સેક્શન પર ક્લિક કરો
  • હવે તેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન પર જાઓ
  • તમારી સામે હાલ ચાલતી તમામ ભરતીઓની માહિતી ઓપન થશે
  • જેમાં તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેની સામે આપેલા અપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
  • તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં તમારી માગવામાં આવેલા તમામ માહિતી ભરો
  • ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ઓનલાઇન પેમેન્ટ ની ચુકવણી કરો
  • ભરાઈ ગયેલ ફોર મને વાંચીને ફાઈનલ સબમીટ બટન પર ક્લિક કરો

અરજી કરવા માટે અગત્યની

ઓફિસિયલ જાહેરાત ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ડાયરેક્ટ લિંકઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

અરજી કરવા માટે અગત્યની તારીખ

આ ભરતીમાં અરજી કરવા માટે શરૂઆતની તારીખ 21 ડિસેમ્બર 2023 છે જ્યારે અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2024 છે

રસ ધરાવતા ઉમેદવારોએ 21 ડિસેમ્બર 2023 થી 10 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે


Leave a Comment