WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vikram Sarabhai Scholarship 2024

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન સહાય 2024

ભારતના અવકાશ સંશોધનના પિતા એવા વિક્રમ સારાભાઈ ને દરેક ભારતીય જાણતા જ હશે વિક્રમ સારાભાઈ દ્વારા સ્થપાયેલ વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ઘણી ઉમદા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ગુજરાતના અંતરિયાળ ગામોમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતા નથી આવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ યોજના બહાર પાડવામાં આવેલી છે જેના ફોર્મ હાલ 12 જાન્યુઆરી 2024 સાંજના પાંચ વાગ્યા સુધી ભરાઈ રહ્યા છે. તો દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આ મેસેજ વધુને વધુ દરેક ગામડા સુધી શેર કરો જેથી કોઈ ગરીબ વિદ્યાર્થીને આ સહાયનો લાભ મળે અને તેના આગળના અભ્યાસ માટે ઉપયોગી થઈ શકે અહીં દરેક વાચક મિત્રોને જણાવી દઈએ કે વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના હેઠળ કુલ 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર છે.

અગત્યની તારીખ

જે વિદ્યાર્થી મિત્રો આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેઓએ 12 જાન્યુઆરી 2024 સાંજના 5:00 વાગ્યા સુધીમાં પોતાની અરજી ઓફિસિયલ વેબસાઈટ https://www.prl.res.in/ મારફતે ભરવાની રહેશે તેમજ એક પરીક્ષા આપવાની થશે જે 21 જાન્યુઆરી 2024 ના રોજ યોજવામાં આવનાર છે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના નો લાભ મળવાપાત્ર થશે.

યોજનાનો લાભ મેળવવા માટે ની જરૂરી સૂચનાઓ.

  • આ યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારમાં વસતા આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેમજ વિજ્ઞાન ક્ષેત્રે નામના મેળવવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે.
  • આ યોજના ફક્ત ગ્રામીણ વિસ્તારમાં ભણતા અને ઓછી આવક ધરાવતા વિદ્યાર્થી ઓને જ આપવામાં આવે છે.
  • જે પરિવારની વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી ઓછી હોય તેવા પરિવારના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે, તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે.
  • આ યોજના હેઠળ કુલ 10 વિદ્યાર્થી ઓને દર વર્ષે શિષ્યવૃતિ આપવામાં આવે છે જેમાંથી 50% કન્યા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
  • પસંદગી પામેલ વિદ્યાર્થી ઓને ચાર વર્ષના સમયગાળા દરમિયાન એક લાખ રૂપિયા ની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પસંદગી પામેલ વિદ્યાર્થી ઓને ચાર વર્ષના સમયગાળા દરમિયાન કુલ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં ધોરણ નવમાં 20,000 રૂપિયાની સહાય ધોરણ 10માં 20,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે જ્યારે ધોરણ 11 માં 30 હજાર રૂપિયાની સહાય અને ધોરણ 12 માં 30000 ની સહાય જે વિજ્ઞાન પ્રવાહ માટે કરવામાં આવે છે આમ કુલ ચાર વર્ષ મળીને ₹1,00,000 ની શિષ્યવૃતિ સહાયરૂપે આપવામાં આવે છે.

કોણ અરજી કરી શકશે.

હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ષ 2024 ની શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે લાયક ગણાશે.

નોંધ :- આ યોજના હેઠળ ધોરણ સાતની ટકાવારી કુટુંબની વાર્ષિક આવક તથા લેવામાં આવનાર પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તેમજ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી સહાય મળવાપાત્ર થશે.

ઓનલાઇન અરજી કરવાની માહિતી

  • આ યોજના હેઠળ અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ નોંધણી કરવાની રહેશે.
  • જેમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન મેનુ પર ક્લિક કરવાનું થશે.
  • જેમાં શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે તેમાં યસ સિલેક્ટ કરી માગ્યા મુજબની વિગતો ભરવાની રહેશે.
  • જેમાં વિદ્યાર્થીઓનું નામ સરનામું શાળાનું નામ વગેરે જેવી તમામ વિગતો ભરીને યુઝરનેમ અને પાસવર્ડ બનાવવાનો રહેશે.
  • છેલ્લે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ ફોર્મ કરી સબમિટ કરવાનું થશે.
  • રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી થયા બાદ લોગીન મેનોમાં જઈ યુઝરનેમ પાસવર્ડ અને દર્શાવેલ કોડ નાખીને લોગીન કરવાનો રહેશે.
  • જેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે.

ઓનલાઇન અપલોડ કરવાના થતા જરૂરી ડોક્યુમેન્ટ.

  • આવકનો દાખલો
  • વિદ્યાર્થી નો ફોટો
  • જાતિ અંગે નો દાખલો
  • સ્કૂલના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર
  • ધોરણ 7 ની માર્કશીટ
  • બેંક ખાતાની વિગત (જો વિદ્યાર્થીની પસંદગી થશે તો આ શાખામાં સહાય જમા કરવામાં આવશે.)

સહાય માટે લેવામાં આવતી પરીક્ષા ની માહિતી.

  • આ પરીક્ષા તારીખ 21 જાન્યુઆરી 2024 રવિવારના રોજ યોજવામાં આવનાર છે.
  • પરીક્ષાનો સમય અને તારીખની વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે.
  • પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે.
  • પરીક્ષામાં જનરલ નોલેજ અને યોગ્યતાની ચકાસણી કરતા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે.
  • દરેક સાચા જવાબ માટે ત્રણ માર્ક્સ આપવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ એક માર્કસ ગણવામાં આવશે.
  • પ્રશ્ન પેપર અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં રહેશે.
  • યોજનામાં આવનાર પરીક્ષા કેન્દ્રોનું લિસ્ટ ઓફિસિયલ વેબસાઈટ પર આપવામાં આવેલ છે તથા અહીં નીચે ડાયરેક્ટ લિંક દ્વારા પણ તમે આ પરીક્ષા કેન્દ્રનું સંપૂર્ણ લિસ્ટ જોઈ શકો છો.

અગત્યની લિંક.

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન લોગીન કરી ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
પરીક્ષા કેન્દ્રો નું લિસ્ટઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment