WhatsApp ગ્રૂપમાં જોડાવો!

નમો લક્ષ્મી યોજના 2024 જાહેર: નવી સરકારી યોજના જેમાં ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50 હજારની સહાય.

નમો લક્ષ્મી યોજના 2024 જાહેર: વર્ષ 2024માં જાહેર થયેલો ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ માટે ૫૫ હજાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે જેમાં સ્માર્ટ ક્લાસ બનાવવા કમ્પ્યુટર સુવિધા વધારવી સહિતની અનેક જોગવાઈઓ કરવામાં આવી છે સાથે સાથે બજેટમાં ત્રણ નવી સરકારી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ થાય છે તો ચાલો જાણીએ આ ત્રણેય નવી યોજનાઓ વિશે વિગતવાર માહિતી કે આ યોજનાઓમાં કોને કેટલો લાભ મળવાપાત્ર થશે અને આ યોજના માટે કેવા નિયમો બનાવવામાં આવ્યા છે

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રણ નવી યોજનાઓ ની માહિતી આ મુજબ છે

નમો લક્ષ્મી યોજના

વિકસિત ગુજરાત 2017ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્ણયમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે નમુ લક્ષ્મી યોજના ની જાહેરાત કરવામાં આવેલી છે આ યોજનામાં સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અને પાત્રતા ધરાવતી અંદાજિત 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવમાં વાર્ષિક ₹10,000 ની સહાય ધોરણ 10 માં વાર્ષિક ₹10,000 ની સહાય ધોરણ 11માં 15,000 ની વાર્ષિક સહાય અને ધોરણ 12 માં 15 હજાર રૂપિયાની વાર્ષિક સહાય આમ કુલ 50 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજનાથી ધોરણ નવ થી 12 માં કિશોરીઓનો પ્રવેશ વધશે વાલીઓ તેમની પુત્રીઓને ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ પૂરો કરાવશે જેથી સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવામાં અને તેમના ભવિષ્ય ને ઉજવડ કરવામાં આ યોજના મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

નમો સરસ્વતી યોજના

સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના એ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરવામાં આવેલી છે 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજી ની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન તકનીકોનો મહત્વ ભાગ ભજવવાની છે ઉચ્ચકક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે માટે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા બજેટમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને નબળા વર્ગના મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થી ઓને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક ₹10,000 ની સહાય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક ₹15,000 ની સહાય એમ કુલ મળીને 25 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાની આ નમો સરસ્વતી યોજના છે આ યોજનાની અમલવારીથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણના ખર્ચને મહદ અંશે પહોંચી શકશે અને વિજ્ઞાન પ્રવાહમાં આ વિદ્યાર્થી ઓનું એડમિશન વધશે તેવી ધારણા કરવામાં આવી રહી છે જેમાં અગામી પાંચ વર્ષમાં બે લાખ વિદ્યાર્થીઓમાંથી પાંચ લાખ વિદ્યાર્થીઓની સંખ્યા નો વધારો ધારણા હાલ કરવામાં આવી છે

નમો શ્રી યોજના

આ યોજના દ્વારા સગર્ભા અને જાતિ માતાઓના પોષણને વધારે સુંદર બનાવવા માટે નમોશ્રી યોજના ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં એસસી એસટી એનએફએસએ યાદી ધરાવતી મહિલાઓ અને આયુષ્માન ભારતનું કાર્ડ ધરાવતી મહિલાઓ સહિતની વિવિધ 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવાની આ નમોશ્રી યોજના છે આ યોજનાથી પોષણ ની સાથે સાથે માતા તથા તેમના નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ ઉપરાંત હાલ ચાલતી વિવિધ પોષણ લક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફાર કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે જેમાં દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારીને 4.5 ટકા કરવામાં આવશે તથા દરેક બાળક અને મહિલાને અઠવાડિયાના પાંચ દિવસ આ યોજના હેઠળ દૂધ આપવામાં આવશે આ ઉપરાંત પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી મરી મસાલા તેમજ ગોળમાં હાલ ચાલતા પ્રમાણમાં 60% નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવેલી છે.

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
હાલ ચાલતી અન્ય નવી યોજનાઓ ની માહિતી માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment