WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર બાગાયતી સહાય માટે ખુલી ગયું પોર્ટલ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ, લાખો રૂપિયાની મળશે સહાય.

ikhedut portal: ખેડૂતોએ હવે પોતાની પરંપરાગત ખેતી તરફથી બાગાયતી ખેતી તરફ હવે વળવું જરૂરી છે. બાગાયતી ખેતી કરી ખેડૂતો લાખો રૂપિયાનું કમાણી કરી શકે છે. બાગાયતી પાક ખૂબ સારી કમાણી કરાવી આપે છે. ગુજરાત સરકાર દ્વારા હાલ બાગાયતી પાકોની યોજના માટે આજથી ઓનલાઇન પોર્ટલ ખુલી ગયું છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાગાયતી વિભાગ દ્વારા સરકારે સબસીડી યોજના માટેનું ઓનલાઇન પોર્ટલ આજથી ખુલી ગયું છે. હવે ગુજરાતના ખેડૂતોએ કોઇપણ સરકારી સહાય યોજના નો લાભ મેળવવો હોય તો આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતો આ પોર્ટલમાં અરજી કરી હજારથી લઈને લાખો રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે. સરકાર શ્રી દ્વારા તમામ સરકારી યોજનાઓને ઓનલાઈન કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ સરકારશ્રી દ્વારા તેમની અરજીને મંજૂર કરવામાં આવશે અને સહાય નો સીધો લાભ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. બાગાયતી ખેતી લગત વિવિધ યોજનાઓનું પોર્ટલ આજથી ઓપન થઈ ગયું છે અને અગામી 11 મે 2024 સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે. ગુજરાતના ખેડૂતો માટે 11 મે 2024 સુધી બાગાયતી પાક માટે સહાય મેળવવાનું અને ઓનલાઈન અરજી કરવાની ઉત્તમ તક છે. તમારા નજીકના જાણીતા અને ગુજરાતના તમામ ખેડૂતો મિત્રોના ગ્રુપમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરે તમામને જાણ કરવા નમ્ર અપીલ છે.

ikhedut portal

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 25 માટે ખેડૂતો માટે બાગાયતી વિભાગની સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તારીખ 12 માર્ચ 2024 થી 11 મે 2024 સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યો છે. વિવિધ ઘટકો અંતર્ગત લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો નિયત સમય મર્યાદા ની અંદર લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે. હાલ બાગાયત વિભાગના 105 જેટલા વિવિધ ઘટકોમાં ઓનલાઇન અરજી કરવાની તકો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાઓ ના અમલીઘટકો ના લક્ષ્યાંક મુજબ સરકારના નિયમ અનુસાર લાભ આપવામાં આવશે.

ઓનલાઇન અરજી પ્રોસેસ

  • બાગાયતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ 105 ઘટકોનું સહાયકારી યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ ખેડૂતોએ આઇ ખેડુત પોર્ટલ પર જવાનુ રહેશે.
  • તમે જે યોજના અંતર્ગત ફોર્મ ભરવાની ઈચ્છા ધરાવતા હોય તે ઘટકની સામે આપેલ અપલાય ના બટન દ્વારા ક્લિક કરો.
  • આ ઘટકની વિવિધ તમામ માહિતી મેળવવા માટે ડિટેલ પર ક્લિક કરી સંપૂર્ણ માહિતી મેળવો.
  • જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારુ ફોર્મ સબમીટ કરો.

ikhedut સબસીડી પ્રોસેસ

આઇ ખેડુત પોર્ટલ પર કરેલી ઓનલાઇન અરજી અંતર્ગત સહાય સબસીડી મેળવવા માટે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

  1. સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે
  2. જેમાં તમે જે ઘટક માટે સહાય મેળવવા ઈચ્છતા હોય તે ઘટક સિલેક્ટ કરી ઓનલાઈન અરજી કરો અને તમારી ઓનલાઈન કરેલા અરજી ની પ્રિન્ટ સાચવી રાખો
  3. ત્યારબાદ તમારી અરજી જરૂરી દિલ અને ડોક્યુમેન્ટ સાથે તમારી ફાઈલ બાગાયત વિભાગમાં જમા કરાવો.
  4. હવે બાગાયત વિભાગના અધિકારી તરફથી તમે કરેલ વાવેતર માટે તમારા ખેતરની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને ચકાસણી કરવામાં આવશે.
  5. માહિતી સાચી એ ઠરીએ બેંકમાં તમારી સબસીડી જમા કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ લિસ્ટ

ગુજરાતી વિભાગની યોજનાઓ માટે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે જવા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે

  • ખાતેદાર ખેડૂતના 7, 12 / 8અ નકલ
  • ખેડૂતના આધાર કાર્ડ ની નકલ
  • ખેડૂતના બેંક ખાતાની પાસબુક
  • એ ઘટક માટે અરજી કરી હોય તેના જરૂરી બિલ

દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધાર કર્યો છે ગુજરાતના ખેડૂતો પણ બની દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બનતે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવારક ખેડૂતો લક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી છે તે કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તેના પગલાં ખેડૂતોને લાભ મળી રહેશે.

કઈ રીતે અરજી કરશો જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા ઈચ્છતા હોવ તો આ લીંક પર ક્લિક કરી સંપૂર્ણ માહિતી મેળવો.

https://ikhedut.gujarat.gov.in/

જાણી લો કઈ કઈ યોજના અંતર્ગત અરજી કરી શકો છો.

મહત્વની લિંક

ikhedut portal ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Ikhedut portal બગાયતી વિભાગની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

11-05-2024

Leave a Comment