WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડોન હિલ સ્ટેશન: આબુ અને ઉટીને પણ ટક્કર મારે તેવું ગુજરાતનું હિલ સ્ટેશન. ઉનાળામાં પરિવાર સાથે ફરવા જવા માટેનું બેસ્ટ સ્થળ.

ડોન હિલ સ્ટેશન: ગુજરાત હિલ સ્ટેશન : Don Hill Station : હવે ધીમે ધીમે ગરમીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ હવે ઉનાળાની ગરમી પોતાનો રંગ બતાવશે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેતા હોય છે, ગુજરાતના લોકો ઉનાળાની ઋતુમાં પરિવાર સાથે અવનવા હિલ સ્ટેશન પર ફરવા જવાનું પસંદ કરતા હોય છે. સાપુતારા, આબુ, મહાબળેશ્વર, પંચગીની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડુંગરાળમાં આવેલ ઉંચા મંદિરો કે જ્યાં ખૂબ સારી ઠંડી હવા આવતી હોય છે અને લોકોને ગરમીથી મહદ અંશે રાહત મળતી હોય છે. તેમાં પણ હવે ઉનાળુ વેકેશન નજીક આવી રહ્યું છે. ઉનાળાના વેકેશનમાં લોકો હિલ સ્ટેશન જેવા કે સીમલા મનાલી હિમાચલ પ્રદેશ વગેરે જેવા ઊંચાઈ પર આવેલા સ્થળો પર ફરવા જવાનું પહેલી પસંદગી કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આપણા ગુજરાતમાં એવું એક હિલ સ્ટેશન આવેલું છે કે જે તમને સીમલા મનાલી અને ઉટીને પણ ભુલાવી દેશે. ગુજરાતનું આ હિલ સ્ટેશન એ પ્રાકૃતિક સૌંદર્ય નો ખજાનો ગણવામાં આવે છે. અહીં પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે ઐતિહાસિક મહત્વ પણ જોડાયેલું છે. તો ચાલો જાણીએ આ હિલ સ્ટેશન વિશે અને આ ઉનાળામાં પરિવાર સાથે અહીં ફરવા જવાનો પ્લાન ગોઠવીએ.

ઉનાળાની ગરમીઓમાં ફરવા જવા માટે ગુજરાતમાં પણ અનેક હિલ સ્ટેશનો આવેલા છે. હિલ સ્ટેશનની વાત મગજમાં આવે એટલે ગુજરાતીઓના મનમાં માત્ર સાપુતારા અને આબુ જ દેખાય. ગુજરાતીઓ ઉનાળાની ગરમીઓમાં પરિવાર સાથે ફરવા જવાનું વિચારે ત્યારે ગુજરાતને અડીને આવેલા આબુ અથવા તો સાપુતારાને પ્રથમ પસંદગી આપતા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવું પણ હિલ સ્ટેશન આવેલું છે જે સાપુતારા અને માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશનનો ને પણ ટક્કરમાં રહેવું છે. જેમ જેમ લોકો ગુજરાતના આ હિલ સ્ટેશન વિશે જાણતા થયા છે તેમ તેમ હાલ લોકોની ફરવાની પહેલી પસંદગીમાં તેનું સ્થાન જોવા મળી રહ્યું છે. જો તમે પણ ફરવાના શોખીન હોવ તો તમારે આ હિલ સ્ટેશન વિશે અવશ્ય જાણવું જોઈએ.

ઉનાળાના વેકેશનમાં ફરવા જવા માટેનું બેસ્ટ સ્થળ

હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજોમાં પરીક્ષાઓ પૂરી થવા જઈ રહી છે ત્યારે વાલીઓ ફરવા ઉપડી પડતા હોય છે. વાલીઓ દર વર્ષે વિદ્યાર્થીઓના આ ઉનાળુ વેકેશનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ગુજરાતીઓ બહાર ફરવા જવા માટે હિલ સ્ટેશનોમાં સૌ પ્રથમ સીમલા, મનાલી, આબુ લેહ જેવા ઊંચાઈ પર આવેલા સ્થળો કે જ્યાં ઠંડી હવા માણવા માટે દેશ-વિદેશથી લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે તેમને પહેલી પસંદગી કરતા હોય છે. પરંતુ આ જગ્યાએ ફરવા જવું ખૂબ જ કોસ્ટલી છે. ખર્ચ ખૂબ જ થતો હોય છે. માટે સામાન્ય પરિવારના લોકો આવી જગ્યાએ ફરવા જઈ શકતા નથી અને પોતાનું સપનું મનમાં જ રહી જતું હોય છે. પરંતુ અમે અહીં ગુજરાતના એવા એક હિલ સ્ટેશન વિશેની માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ બેસ્ટ છે ગુજરાતમાં આવેલું છે અને આબુ, સીમલા, મનાલી જેવા હિલ સ્ટેશનોને પણ ટક્કર આપે તેવું છે.

ડાંગના આહવામાં આવેલું છે ગુજરાતનું બેસ્ટ હિલ સ્ટેશન

જ્યારે ટ્યુરીઝમ ની વાત આવે ત્યારે આપણું ગુજરાત પણ આગળ પડતી ઓળખાણ ધરાવે છે. કચ્છનું રણ હોય કે પછી સોમનાથનું મંદિર દ્વારકા હોય કે સાસણગીર. ગુજરાતમાં ઘણી એવી અદભુત હરવા ફરવાની જગ્યાઓ આવેલી છે જે આપણે આરામથી પરિવાર કે પછી મિત્રો સાથે રજાઓ માણી શકીએ છીએ. જો આમાં હિલ સ્ટેશનની વાત કરીએ તો સૌથી પહેલા બે નામ આપણા મનમાં આવે એક તો સાપુતારા અને બીજું આબુ. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આવા તમામ હિલ સ્ટેશનને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં જ આવેલું છે. આ હિલ સ્ટેશનનું નામ છે ડોન હિલ સ્ટેશન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્ર ના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે.

આને પણ વાંચો : ઉનાળાની સિઝનમાં ફરવા જવું હોય તો આ માહિતી સેવ રાખો જેમાં ભારતમાં આવેલ તમામ ગુજરાતી સમાજની માહિતી આપવામાં આવેલી છે જ્યાં રહેવા અને જમવાની સુવિધા ખૂબ જ સરસ અને સસ્તા ભાવે મળી રહેશે. માહિતી માટે અહીં ક્લિક કરો.

ડોન હિલ સ્ટેશન

આપણે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે સાપુતારાથી નજીક આવેલો ડોન હિલ સ્ટેશન છે. જે ડાંગ જિલ્લામાં આવેલું છે. આ હિલ સ્ટેશન ડાંગના આહવાથી માત્ર 38 km ના અંતરે આવેલું છે. આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર જેટલું ઊંચું અને તેનાથી 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહયાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર, ઉંચાઇ, હરિયાળી, વણાંક, નદી, ઝરણા જેવા આકર્ષણો ધરાવે છે. આહિર સ્ટેશનને જોઈને મન પ્રફુલિત થઈ જાય છે. સાપુતારાની જેમ જ આ હિલ સ્ટેશન પણ 1070 મીટર ની ઊંચાઈ પર આવેલું છે. આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્રની બોર્ડર ત્રણ જ કિલોમીટર દૂર છે. એટલે કે તમે ડોન હિલ સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો.

ઐતિહાસિક મહત્વ

ડોન હિલ સ્ટેશન ફરવા માટે તો ખૂબ સુંદર સ્થળ છે જ પરંતુ સાથે સાથે તે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ સ્થળ ભગવાન શિવ સીતાજી હનુમાનજીની દંતકથાઓ સાથે પણ જોડાયેલું છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ખૂબ જ સરસ છે. આ હિલ સ્ટેશનની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિનપ્રતિદિન પ્રવાસીઓનો ઘસારો ખૂબ વધતો જાય છે.

ડોન હિલ સ્ટેશન નામ પડવા પાછળની કહાની

આ હિલ સ્ટેશનનું don આવું નામ કેમ પડ્યું તે પણ જાણવા લાયક છે. આપણને એમ થાય કે આ સ્થળનું નામ આવું કેમ આપવામાં આવ્યું હશે? તો તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભુત હિલ સ્ટેશન ના નામ પાછળની કહાની પણ અદભુત જાણવા લાયક છે. સ્થાનિક લોકવાયકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ આવેલો હતો, રામાયણ કાર્ડ દરમિયાન રામસિતા અને લખમણ પોતાના વનવાસના સમય દરમિયાન અહીં આવ્યા હતા, ત્યારે ગુરુ દ્રોણાચાર્ય ના નામ પરથી જ આ પ્રદેશ ધ્રોણ ના નામથી ઓળખાવામાં આવતો હતો, ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલવામાં આવ્યું અને સમયાંતરે અપભ્રંશ થઈને દ્રોણની જગ્યાએ ડોન નામ થઈ ગયું.

સમગ્ર ભારતમાં આવેલ ગુજરાતી સમાજની PDF ડાઉનલોડ કરો, ત્યાં સસ્તા ભાવે રહેવા અને જમવાની સગવડ ઉપલબ્ધ છે.

આ સ્થળ હનુમાનજી સાથે પણ છે સંબંધ

અહીં અંજની પર્વત અને કુંડ પણ આવેલા છે. તેને હનુમાનજી નો જન્મ સ્થળ પણ કહેવામાં આવે છે. અહીં માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, જેને કારણે અહીં એક શિવલિંગ પણ છે. માત્ર એટલું જ નહીં ભગવાન રામ સીતા ડુંગરના નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહીં અદભુત પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે અહીં ચોમાસા દરમિયાન પણ અદભુત નજારો જોવા મળે છે, ઝરણા પર્વત પરથી વહીને નીચે “સ્વયંભૂ શિવલિંગ” રૂપે પૂછાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવલિંગ ની પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે.

ડાંગ જિલ્લો આમ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલે તમે તેમની રહેણીકેણી અને તેમના ઘર ભોજન પોશાક વગેરે વિશે નવી નવી માહિતી પણ જાણી શકો છો. સુરત થી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિલોમીટર દૂર છે ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિલોમીટર જેટલું છે. આ વેકેશન દરમિયાન જો તમે ડોન હિલ સ્ટેશનને જવાનું વિચારતા હોવ તો તમે ડોન હિલ સ્ટેશનની સાથે સાથે સાપુતારા હિલ સ્ટેશન અને મહારાષ્ટ્ર ની પણ મુલાકાત લઈ શકો છો અને તમારા પરિવાર સાથે વેકેશન ની મજા માણી શકો છો કેમ કે આ તમામ સ્થળો બિલકુલ નજીક આવેલા છે.

અગત્યની લિંક

અન્ય ફરવા લાયક સ્થળોની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment