WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભાજપના 195 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર.

ભાજપના 195 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર: આગામી લોકસભાની ચૂંટણી 2024 માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગુજરાતમાં ગઠબંધન થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પ્રથમ 195 ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી સામેલ છે. જાહેર કરવામાં આવેલ પ્રથમ ઉમેદવારે લિસ્ટમાં ગુજરાતની 15 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વારાણસી થી ચૂંટણી લડશે.
  • જાહેર થયેલ પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓને ભાજપ માટે ટિકિટ અપાય છે
  • સૌથી વધુ ઉમેદવારોની યાદી ઉત્તર પ્રદેશમાંથી 51 ઉમેદવારોની જાહેરાત થઈ છે. જેમાં કુલ ૩૪ જેટલા મંત્રીશ્રીઓ લોકસભાની ચૂંટણી લડશે.

જાહેર થયેલ પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા રેખાબેન ચૌધરી
પાટણ ભરતસિંહ ડાભી
ગાંધીનગર અમિતભાઈ શાહ
અમદાવાદ પશ્ચિમ દિનેશભાઈ મકવાણા
રાજકોટ પરસોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખભાઈ માંડવીયા
જામનગર પુનમબેન માડમ
આણંદ મીતેશભાઈ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રાજપાલ સિંહ જાદવ
દાહોદ જસવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખભાઇ વસાવા
બારડોલી પ્રભુભાઈ વસાવા
નવસારી સી આર પાટીલ સાહેબ

ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર.

BJP 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર અહીં ક્લિક કરો
ગુજરાતના 15 ઉમેદવારોની પ્રથમ યાદી અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment