WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહાશિવરાત્રી 2024 : વર્ષમાં એક જ દિવસ ખુલે છે શિવજીનું આ મંદિર, જાણો ક્યાં આવેલું છે આ મંદિર, મંદિરની સંપૂર્ણ કહાની વાંચો.

મહાશિવરાત્રી 2024 : વર્ષમાં એક જ દિવસ ખુલે છે શિવજીનું આ મંદિર, જાણો ક્યાં આવેલું છે આ મંદિર, આ મંદિરની સંપૂર્ણ કહાની વાંચો. ભોળાનાથ ભગવાનના મંદિર ભારતભરમાં આવેલા છે, અને દરેક મંદિરોમાં મહાશિવરાત્રીના દિવસે તેમજ શ્રાવણ મહિનામાં ભારે ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે કે જે વર્ષમાં માત્ર એક જ દિવસ ખુલે છે, હા ભોળાનાથનું એક મંદિર એવું પણ આવેલું છે જે વર્ષમાં માત્ર એક જ દિવસ શિવરાત્રીના દિવસે ખુલે છે, અને લાખો શિવ ભક્તો અહીં દર્શનની લાઈનમાં લાગી જતા હોય છે. ચાલો જાણીએ આ મંદિર વિશે અદભુત કહાની.

વર્ષમાં એક જ વખત ખૂલતું મંદિર : સોમેશ્વર મહાદેવ મંદિર

ભગવાન શિવજીના દર્શન કરવા માટે લાખો લોકો મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જતા હોય છે, ત્યારે ભારત વર્ષમાં એક એવું મંદિર આવેલું છે કે જે વર્ષમાં માત્ર એક જ દિવસ મહાશિવરાત્રીના દિવસે ખુલે છે. આ મંદિર છે મધ્યપ્રદેશના રાઈસ એન્ડ જિલ્લામાં આવેલું સોમેશ્વર મહાદેવ મંદિર. જે માત્ર મહાશિવરાત્રીના દિવસે વર્ષમાં એક જ વખત ખુલે છે અને શિવ ભક્તો અહીં દર્શન કરવા માટે આખું વર્ષ રાહ જોઈ મહાશિવરાત્રીના દિવસે અહીં લાખોની સંખ્યામાં ભીડ શિવજીના દર્શન અર્થે પહોંચતી હોય છે.

12 મી સદીમાં બન્યું હતું આ મંદિર.

સોમેશ્વર મહાદેવનું મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અહીંયા દર્શન માટે લોકોની ભારે ભીડ જામી જાય છે. શિવરાત્રીના દિવસે એક વિશાળ મેળાનું આયોજન પણ અહીં થાય છે. જોકે મંદિરનો દરવાજો બંધ થાય છે અને લોકો બહારથી ભગવાન શિવની સામે નમીને પૂજા અર્પિત કરે છે. આ સિવાય શિવ ભક્તો અહીં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે દરવાજા પર એક કપડું બાંધે છે.

આને પણ વાંચો: જુનાગઢ મહાશિવરાત્રી મેળો કયા દિવસે કયા કલાકાર પર્ફોમન્સ કરશે જાણો સંપૂર્ણ લિસ્ટ

રાઈસેન કિલ્લાની પાસે આવેલું છે આ ભવ્ય મંદિર.

મળતી માહિતી અનુસાર મુઘલ શાસકની સાથે વિવાદને કારણે લાંબા સમય સુધી આ મંદિરને બંધ રાખવામાં આવ્યું હતું. સોમેશ્વર મહાદેવ મંદિર નો દરવાજો 1974 સુધી બંધ રહ્યો હતો, પરંતુ એક અભિયાન બાદ આ દરવાજો ખુલી ગયો, ત્યારથી આજ દિન સુધી આ મંદિરનો દરવાજો મહાશિવરાત્રીના દિવસે થોડા સમય માટે જ ખુલે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ રાયસેન કિલ્લાની પાસે આવેલું છે. અહીં ફરવા આવતા મુસાફરો અચૂક આ મંદિરની મુલાકાત લે છે. અહીં બસ મારફતે તેમજ તમારી પર્સનલ કાર લઈને પણ તમે આવી શકો છો.

મહાશિવરાત્રીના દિવસે ખુલશે આ મંદિરનો દરવાજો.

મહાશિવરાત્રી 2024 ટૂંક સમયમાં એટલે કે આઠ માર્ચના રોજ છે. સોમેશ્વર મહાદેવ મંદિર નો દરવાજો આઠ માર્ચ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ખુલશે, અને શિવભક્તો આખા વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ સોમેશ્વર મહાદેવના દર્શન મહાશિવરાત્રીના દિવસે કરશે. શિવભક્તો દ્વારા આ મહાશિવરાત્રીના દિવસે સોમેશ્વર મહાદેવના દર્શન બાદ શિવભક્તોને એક વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ફરી આવતા વર્ષે મહાશિવરાત્રીના દિવસની સોમેશ્વર મહાદેવ ના દર્શન રાહ જોવી પડશે.

મન્નતના ધાગા નો વિશેષ મહત્વ

બંધ મંદિરના દિદાર માટે પણ ભક્તો અહીં પહોંચે છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આવતા જતા રહે છે. મંદિરનો દરવાજો બંધ હોવા છતાં આ સ્થાનનું એટલું મહત્વ છે કે શિવભક્તો દ્વારા બહારથી બાબા સોમેશ્વરની પૂજા કરવામાં આવે છે અને મહેનત માંગે છે. વ્રત કરતી વખતે આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર કલાવા એટલે કે નાડાછડી બાંધે છે. બાદમાં મન્નત પૂર્ણ થાય પછી તેને ખોલવા માટે અહીં આવવું પડે છે

શ્રાવણ માસમાં આ રીતે થાય છે દર્શન

મંદિર વિશે એક વાત પ્રચલિત છે કે અહીંના શિવલિંગ પર સૂર્યના કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ ચમકી ઉઠે છે. આ સાથે જ શ્રાવણ માસમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. શિવલિંગ ના જણાભિષેક માટે અલગથી વ્યવસ્થા કરવામાંઆવી છે. ભગવાન શિવના દૂરથી દર્શન થાય છે અને હાઈપર દ્વારા શિવલિંગને જળ અને દૂધનો અભિષેક કરાય છે

મહાદેવ મંદિરના દર્શન કરો.

સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે અહીં ક્લિક કરો
મહાશિવરાત્રી 2024 જુનાગઢ ભવનાથ મેળો સંપૂર્ણ કાર્યક્રમ જુઓ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે હોમપેજ પર જાઓ અહીં ક્લિક કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. અમારી વેબસાઈટ તેની પુષ્ટિ કરતું નથી.)

Leave a Comment