WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મોબાઈલ દ્વારા જાતે જ આયુષ્માન કાર્ડ બનાવો, મોબાઇલમાં આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો, સમજો સરળ પ્રોસસ

મોબાઈલ દ્વારા જાતે જ આયુષ્માન કાર્ડ બનાવો: કેન્દ્ર સરકારની સૌથી મહત્વની આરોગ્ય વીમા કવચ પૂરું પાડતી યોજના એટલે આયુષ્માન ભારત યોજના. આ યોજના અંતર્ગત કાર્ડ કઢાવેલા વ્યક્તિ ને જરૂરિયાતના સમયે દસ લાખ રૂપિયા સુધીની કેસલેસ ફ્રી સારવાર આપવામાં આવે છે. દેશના દરેક રાજ્યના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં તમામ વિભાગની પ્રાઇવેટ હોસ્પિટલોને આ યોજના સાથે સંલગ્ન કરેલ છે. માટે તમારે કે તમારા પરિવારના કોઈ સભ્યોને કોઈપણ તકલીફ બીમારી હોય તો તેમને તમારા નજીકના હોસ્પિટલમાં એડમીટ કરી ફ્રી માં સારવાર કરાવી શકો છો સર્જરી કરાવી શકો છો. આ હોસ્પિટલ ની યાદી વખતે સરકારશ્રી દ્વારા અપડેટ કરવામાં આવતી હોય છે. જ્યારે જરૂરિયાતો પડે ત્યારે હોસ્પિટલે કાઉન્ટર પર તપાસ કરવાનો રહેશે કે આ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના અંતર્ગત સારવાર માટે ઉપલબ્ધ છે કે નહીં. અને તમે હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની આ તો મુજબની કોઈપણ સારવાર સેવા મેળવી શકો છો બિલકુલ ફ્રી.

આયુષ્માન ભારત કાર્ડ કોણ કઢાવી શકે?

આયુષ્યમાન ભારત યોજના એ દરેક નાગરિક માટે ખૂબ જ ઉપયોગી યોજના છે જેમાં સરકારશ્રી દ્વારા પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવેલા છે.

  • પરિવારની વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોય તેમને આ કાર્ડ મળવા પાત્ર છે.
  • સિનિયર સિટીઝન ની વાર્ષિક આવક ૬ લાખ સુધીની હોય તેમને આ કાર્ડ મળવા પાત્ર છે.
  • આદિજાતે ગ્રુપમાં આવતા દરેક પરિવારને આ કાર્ડ મળવા પાત્ર છે
  • સસ્તા ભાવે અનાજ મળતું હોય તે દરેક પરિવારને પીએમજય કાર્ડ મળવા પાત્ર છે
  • આશા વર્કર બહેનો આંગણવાડી બહેનોને આ કાર્ડ મળવા પાત્ર છે.
  • ગરીબી રેખા નીચે આવતા તમામ પરિવારને આયુષ્માન ભારત કાર્ડ મળવાપાત્ર છે.

માત્ર આધાર કાર્ડ અથવા રાશન કાર્ડ ઉપર આયુષ્માન કાર્ડ બનાવો

જો તમારો પરિવાર નીચે મુજબના ક્રાઈટેરિયામાં આવતો હોય તો તમારે આયુષ્માન ભારત કાર્ડ કાઢવા માટે માત્ર આધાર કાર્ડ અથવા રાશનકાર્ડ નંબર ની જરૂર પડશે. બીજા કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે નહીં.

  • તમારા રાશનકાર્ડમાં સસ્તા દરે અનાજ મળતું હોય તો તમે માત્ર આધાર કાર્ડ અથવા રાશનકાર્ડ નંબર પરથી આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો.
  • PVTG ગ્રુપ માં આવતા દરેક પરિવારો
  • આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો માત્ર આધાર કાર્ડ નંબર અને રાશનકાર્ડ નંબર પરથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
  • પોતાનું કાર્ડ બની ગયા બાદ પોતાના પરિવારના દરેક સભ્યો જેમના નામ રાશનકાર્ડમાં હોય તે દરેકનું કાર્ડ એડ મેમ્બર કરી અને બનાવી શકે છે.

માત્ર આધાર નંબર અને રાશનકાર્ડ નંબર દ્વારા બનેલ કાર્ડનો ફાયદો

  • માત્ર આધાર નંબર અને રાશન કાર્ડ નંબર પરથી બનેલ કાર્ડ ને ક્યારેય અપડેટ કરવાનુ રહેશે નહીં.

આવક ના દાખલા દ્વારા તમારું આયુષ્માન કાર્ડ બનાવો

  • ચાર લાખથી ઓછી આવક ધરાવતા દરેક પરિવારના સભ્યો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. તેના માટે તમારે આવકના દાખલાની જરૂર પડશે.
  • ત્રણ વર્ષની સમય મર્યાદા વાળો આવકનો દાખલો કઢાવી, આવકના દાખલા નંબર વડે તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
  • આવકના દાખલા પરથી બનાવેલા આયુષ્માન કાર્ડ માં તમારે દર ત્રણ વર્ષે નવો આવકનો દાખલો કઢાવી કાર્ડને રીન્યુ કરવાની જરૂર પડશે.

આયુષ્માન કાર્ડ જાતે બનાવવાની પ્રોસેસ

દરેક લોકો આયુષ્માન કાર્ડ કઢાવી અને વધુને વધુ તેનો ઉપયોગ કરે તે ઉમદા હેતુથી સરકાર શ્રી દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમે તમારા મોબાઇલ કે કમ્પ્યુટર વડે તમારુ જાતે જ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. તમારું આયુષ્માન કાર્ડ બની ગયું હોય તો તમારા પરિવારના દરેક સભ્યનું આયુષ્માન કાર્ડ આ પોર્ટલ વડે બનાવી શકાય છે.

આયુષ્માન કાર્ડ જાતે બનાવવાની પ્રોસેસ.

  • સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરો pmjay beneficiary
  • સૌથી ઉપરની વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરી સામે આપેલ વેરીફાઈ બટન ક્લિક કરો.
  • તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તેને દાખલ કરી કેપ્ચા કોડ નાખો અને આગળ વધો
  • તમારી સામે આવું પેજ ઓપન થશે
  • સ્કીમમાં pmjay , તમારું રાજ્ય પસંદ કરો, સબ સ્કીમમાં pmjay, તમારો જિલ્લો પસંદ કરો search by માં ફેમિલી આઈડી સિલેક્ટ કરો.
  • નીચે એક બોક્સ ઓપન થશે જેમાં તમારો રાશનકાર્ડનો નંબર દાખલ કરો.

  • તમારી સામે તમારા પરિવારના તમામ સભ્યો નું લિસ્ટ ઓપન થશે.
  • જે સભ્યોનું આયુષ્માન કાર્ડ બની ગયેલ હશે તેની સામે ગ્રીન બટન હશે. ત્યાંથી તમે ડાઉનલોડ આયુષ્માન કાર્ડ પર ક્લિક કરી કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.
  • અને જે સભ્યોનું આયુષ્માન કાર્ડ બનાવવાનું બાકી હશે તેના નામની સામે કેસરી કલરમાં “do kyc ” હશે. તેના પર ક્લિક કરો.
  • જરૂરી તમામ માહિતી ભરો.
  • માહિતી ભરાઈ ગયા બાદ “Face id ” પર ક્લિક કરો.
  • ત્યાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે તેને ટચ કરી ઇન્સ્ટોલ કરો.
  • હવે વ્યક્તિનો ચહેરો અને આંખો સ્કેન કરો.
  • ગ્રીન રાઇટ સિમ્બોલ થઈ જતા વ્યક્તિનું કાર્ડ બની ગયું સમજવું.
  • અને યલો સિમ્બોલ આવતા કાર્ડ પેન્ડિંગમાં છે તેવું સમજવું.
  • જે કાર્ડ પેન્ડિંગમાં હશે તેને ઉપલા અધિકારી દ્વારા અપૃવ કરવામાં આવશે ત્યારબાદ બાદ કાર્ડને ઉપયોગમાં લઈ શકાશે.

એક જ મિનિટમાં ઓનલાઇન આયુષ્માન કાર્ડ ની ડાઉનલોડ કરો

તમારા આયુષ્માન કાર્ડ ને તમારા મોબાઈલમાં તમે જાતે જ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો અને દરેક હોસ્પિટલ ખાતે જ્યારે તમારે જરૂરિયાત હોય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકો છો, આયુષ્માન કાર્ડને મોબાઇલમાં જાતે જ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ પર જાવો
  2. અહીં નીચે મુજબનું એક બોક્સ ઓપન થશે
  • તેમાં મોબાઈલ નંબર દાખલ કરો
  • તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તેનાથી લોગીન થાઓ
  • તેમાં રાજ્ય સ્કીમ વગેરે પસંદ કરો ફેમિલી આઈડી દ્વારા સર્ચ કરો
  • ફેમિલી આઈડી એટલે તમારા રાશનકાર્ડ ના નંબર દાખલ કરી સર્ચ કરતા તમારા રાશનકાર્ડમાં જેટલા સભ્યોના નામ હશે તે તમામ ની માહિતી અહીં ઓપન થશે
  • કેટલા લોકોના આયુષ્માન કાર્ડ બનેલા હશે તેના નામની સામે ડાઉનલોડ કાર્ડ ઓપ્શન પર ક્લિક કરો
  • તમારા મોબાઈલ નંબર દાખલ કરવાથી તેમાં એક ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કર્યા બાદ તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

મહત્વની લીંક

આયુષ્માન કાર્ડ જાતે મોબાઈલમાં બનાવવા માટે અહીં ક્લિક કરો
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

એક વિનંતી છે : આ યોજના ખૂબ જ ઉપયોગી હોય અને મોટાભાગના લોકોને આ યોજના હેઠળ લાભ મળતો હોય જેથી તમારા દરેક મિત્રો અને સગા સંબંધીઓ સુધી તેમજ તમારા દરેક સોશિયલ ગ્રુપમાં વધુને વધુ આ મેસેજને આગળ શેર કરો.

Leave a Comment