WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હિટવેવ ની આગાહી : ગુજરાતમાં અગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, જાણો હીટવેવ થી બચવાના ઉપાયો.

હિટવેવ ની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ તાપમાનનો પારો વધવાને આગાહી કરવામાં આવેલી છે. હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારના સમયે વાતાવરણ ઠંડુ જ્યારે બપોર બાદ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે. તો રાત્રિના સમયે લોકો ઠંડી અનુભવી રહ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 16 માર્ચ થી તાપમાનમાં વધારો થશે. ઉનાળાની શરૂઆત થતા જ 9 શહેરોમાં હાલ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો આવતીકાલથી ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.

આને પણ વાંચો કેરીના લેટેસ્ટ ભાવ અહીં ચેક કરો

આવતીકાલથી તાપમાંડમાં બેથી ત્રણ ડિગ્રી નો વધારો થશે.

હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાય રહ્યુ છે, તો આવતીકાલથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. તો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. જે બાદ સુરેન્દ્રનગરમાં 34.7 ડિગ્રી અને અમદાવાદમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 9 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે.

આને પણ વાંચો રોજ સવારે નાળિયેર પાણી પીવાથી થાય છે આટલા શરીરમાં બેનિફિટ્સ. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

તાપમાન વધતા ની સાથે “હીટવેવ” બચવા માટે કરો આ ઉપાય.

 1. ભેસણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક લેવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
 2. ગરમીમાં ખાસ કરીને બપોરના સમયે 12:00 વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ઘરેથી બહાર નીકળવું જોઈએ નહીં.
 3. ભલે તમને તરત ન લાગી હોય પરંતુ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
 4. ગરમીમાં ડી હાઇડ્રેશન નથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી છાશ સાથે સાથે ફળોના જ્યુસ પણ પીવા.
 5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગી નું સેવન કરો.
 6. હળવા રંગના પાતળા અને ઢીલા, સુતરાઉ કપડાં પહેરો.
 7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો.
 8. બહાર જતી વખતે / ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટાવલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
 9. hit stress ના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો જેમકે, ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરત લાગવી, એકદમ પીળો પેશાબ, પેસાબ ઓછો થવો, શ્વાસ લેવામાં લેવાની ગતિ અને હૃદયના ધબકારા વધવા.
 10. કોઈપણ વ્યક્તિને હિટ્સ સ્ટોક આવે ત્યારે તેમને છાયણા માં બેસાડવા કે સુવડાવા, હવા નાખવી, પાણી પીવડાવવું અને તાત્કાલિક 108 કે અન્ય કોઈ પણ પ્રાઇવેટ વાહન મારફતે નજીકના હોસ્પિટલમાં પહોંચાડવા.
 11. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવા નહીં. કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
 12. તડકામાં જતા પહેલા સન સ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો.

મહત્વની લીંક

વધુ માહિતી વાંચવા માટે હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો
અન્ય હેલ્થ tips લગત માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment