WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AMC Clerk Recruiment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ક્લાર્કની 612 જગ્યા પર ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી.

AMC Clerk Recruiment 2024: AMC Recruiment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક ની 612 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કામ કરવા ઈચ્છતા લાયક ઉમેદવારો માટે આ સૌથી મોટી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી 15 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે. અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 ni વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે અહીં મૂકવામાં આવેલી છે. AMC Clerk Recruiment 2024 ની તમામ નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ marugujaratbharti.in ની નિયમિત મુલાકાત લેવી.

AMC Recruiment 2024

ભરતી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ સહાયક જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યાઓ612
અરજી પ્રકાર ઓનલાઇન
નોકરીનું સ્થળ અમદાવાદ
નોકરી નો પ્રકાર સરકારી( કાયમી ભરતી)
અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024
ઓફિસિયલ વેબસાઈટ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લાર્ક ની આ ભરતીના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવાર કોઈપણ માન્ય વિદ્યા શાખામાંથી સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવા જરૂરી છે

💥આને પણ વાંચો ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12472 જગ્યાઓ પર મોટી ભરતી જાહેરાત. ડિટેલ નોટિફિકેશન જાહેર.

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને ત્રણ વર્ષ ફિક્સ પગાર ₹26,000 મળવા પાત્ર થશે. ત્રણ વર્ષ બાદ ઉમેદવારને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.

અરજી ફી

જુનિયર ક્લાર્ક ની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરતી વખતે નીચે મુજબની અરજી ફી ભરવાની રહેશે

  • બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹500 અરજી ફી ચૂકવવાની રહેશે
  • અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 250 અરજી ફી ચૂકવવાની રહેશે
  • દિવ્યાંગજન કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓની માહિતી

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ક્લાર્ક ની આ ભરતીમાં નીચે મુજબની કેટેગરી વાયદો ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામાં આવેલી છે.

કેટેગરીખાલી જગ્યાઓ
બિન અનામત 268
અનુ. જાતિ 17
અનુ. જન જાતિ 129
આ. ન. વ.61
સા. ક્ષે. પ. વ.137
કુલ જગ્યાઓ 612

ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?

  • સ્ટેપ 1:- સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જવું
  • સ્ટેપ 2:- સહાયક જુનિયર ક્લાર્ક ની ભરતી પર ક્લિક કરવું
  • સ્ટેપ 3:- અરજી ફોર્મ માં તમારી તમામ માહિતી ભરવી.
  • સ્ટેપ 4:- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ ને ઓનલાઇન અપલોડ કરવા.
  • સ્ટેપ 5:- કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ચૂકવવી.
  • સ્ટેપ 6:- અરજી ફોર્મ ને સબમીટ કરતા પહેલા સંપૂર્ણ માહિતી વાંચી લેવી અને સંપૂર્ણપણે સાચી માહિતી હોય તો ફાઇનલ સબમીટ બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 7:- ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવવી.

💥 આને પણ વાંચો ગુજરાત વિદ્યુત સહાયકની 394 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો

જરૂરી સૂચનાઓ

સહાયક જુનિયર ક્લાર્ક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

  • ઓનલાઇન અરજી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.
  • ઓનલાઇન અરજી કરતી વખતે સબમીટ કરેલા વિગતો જો સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે. જેથી ઓનલાઇન અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવું.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક ભરતીની આગળની સૂચનાઓ માટે ઓફિસિયલ વેબસાઈટ જોતા રહેવું.

અગત્યની લિંક

official website અહીં ક્લિક કરો
નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

FAQ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાર્કની કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે?

સહાયક જુનિયર ક્લાર્કની 612 ખાલી જગ્યાઓ પર.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક ભરતીમાં ઉમેદવારો ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે છે?

લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

14-04-2024

Leave a Comment