WhatsApp ગ્રૂપમાં જોડાવો!

E Shram Card : ઈ-શ્રમ કાર્ડ ફ્રી બનાવો અને મેળવો બે લાખનો વીમો.

ઈ-શ્રમ કાર્ડ ફ્રી બનાવો અને મેળવો બે લાખનો વીમો: અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી સરકાર દ્વારા વર્ષ 2020 માં એક યોજના શરૂ કરવામાં આવેલી હતી. જેનું નામ છે ઈ શ્રમ કાર્ડ યોજના. આ યોજનાને શ્રમિકો તરફથી ખૂબ જ મોટો રિસ્પોન્સ મળ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 29 કરોડ શ્રમિકો દ્વારા ઈ-શ્રમ કાર્ડ કઢાવવામાં આવ્યા છે. જે શ્રમિકો દ્વારા આ કાર્ડ કઢાવવામાં આવ્યું છે અને જેમની પાસે આ કાર્ડ છે તેમને આર્થિક મદદની સાથે સાથે સરકારશ્રી દ્વારા બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ફ્રીમાં આપવામાં આવે છે.

ઈ-શ્રમ કાર્ડ ધારકને મળતા લાભ.

જે શ્રમિકો દ્વારા આ કાર્ડ કાઢવામાં આવ્યું છે તેમને સરકારશ્રી દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે ઉપરાંત બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ફ્રીમાં આપવામાં આવે છે. તદ ઉપરાંત આ યોજના અંતર્ગત કઢાવેલા ઈ-શ્રમ કાર્ડધારકોને નીચે મુજબની યોજનાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.

  • પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના
  • પ્રધાનમંત્રી આવાસ યોજના
  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
  • રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના
  • સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના
  • અટલ પેન્શન યોજના
  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
  • આયુષ્માન ભારત યોજના
  • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના
  • પ્રધાનમંત્રી રોજગાર સૃજત યોજના

ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે?

  • અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર કોઈપણ શ્રમિક
  • જેમની ઉંમર 16 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોય
  • કોઈપણ દુકાન માં કામ કરનાર નોકર
  • સેલ્સમેન
  • હેલ્પર
  • ઓટોરિક્ષા ચાલક
  • ડ્રાઇવર
  • પંચર બનાવનાર
  • ડેરી વાળા
  • પશુપાલક
  • પેપર હોકર
  • ભઠ્ઠા પર કામ કરનાર મજુર
  • અન્ય મજૂર વર્ગ

ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું? જાણો ઓનલાઇન પ્રોસેસ.

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://eshram.gov.in/ પર જવું
  2. આ વેબસાઈટના હોમ પેજ પર રજીસ્ટર ઓન ઈશ્રમ ઓપ્શન પર ક્લિક કરો
  3. તમારી સામે નવું પેજ ઓપન થશે જેમાં તમામ માહિતી ભરો અને સબમિટ કરો
  4. રજીસ્ટર મોબાઈલ નંબરમાં એ કોટીપી આવશે તેને દાખલ કરો
  5. હવે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં જરૂર મુજબની તમામ માહિતી ભરો.
  6. જે ડોક્યુમેન્ટ માંગવામાં આવેલ છે તેને અપલોડ કરો.
  7. ફોર્મ ભરાઈ ગયા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અરજીને સબમીટ કરો.
  8. ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું કાર્ડ જનરેટ થઈ જશે.

મહત્વની લીંક

ઈ શ્રમ પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નમ્ર વિનંતી છે : આ યોજનાની માહિતી ખૂબ જ ઉપયોગી હોય જેને તમારા તમામ ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરો

Leave a Comment