WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Election Date 2024: આવતીકાલે ચૂંટણીની તારીખો થશે જાહેર, બપોરે 3:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત થશે.

Election Date 2024: લોકસભાની ચૂંટણીના પડઘમ હાલ સમગ્ર દેશમાં વાગી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખ ને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024 ની તારીખો ની જાહેરાત કરશે. અહીં ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ની સાથે સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં સમગ્ર દેશમાં આદર્શ આચાર સહિતા લાગુ પડશે.

Election Date 2024

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપેલી માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી 2024 સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. જેમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી ની તારીખો પણ જાહેર થશે. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. જેમાં ફોર્મ ભરવાની તારીખથી લઈ ચૂંટણીની તારીખ અને ચૂંટણીના પરિણામ ની તારીખ સહિતને સમગ્ર કાર્યક્રમની જાહેરાત આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે કરવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024 નો સંપૂર્ણ કાર્યક્રમ આવતીકાલે બપોરે 3 વાગ્યા ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કરવામાં આવશે.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
નવી સરકારી યોજનાઓ ની માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment