WhatsApp ગ્રૂપમાં જોડાવો!

facebook અને instagram ડાઉન : ડેસ્કટોપ માં લોગીન ની સમસ્યા, મોબાઇલમાં સેશન એક્સપાયર, મેટા ની ઘણી સર્વિસ ઠપ થઈ.

facebook અને instagram ડાઉન : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ facebook અને instagram ડાઉન છે. મેટા કંપનીના બંને પ્લેટફોર્મ પર યુઝર્સને લોગીન કરવામાં અને ફીડ રિફ્રેશ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Facebook પર યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટિક લોગ આઉટ થઈ ગયા છે. જ્યારે instagram ઉપર યુઝર્સ નવા ફીડ્સને ફ્રેશ કરવામાં સક્ષમ નથી.

આને પણ વાંચો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5,000 થી વધુ જગ્યાઓ માટે પરીક્ષા તારીખ જાહેર આ તારીખથી થશે કોલ લેટર ડાઉન વાંચો સંપૂર્ણ માહિતી.

લોગીન કરવા માટે આ પ્લેટફોર્મમાં યુઝર્સના whatsapp અને ઈમેલ પર રિકવરી કોડ મોકલી રહ્યા છે. પરંતુ અનેક યુઝર્સ આ કોડ્સ મેળવી રહ્યા નથી હજુ કોડ મળવા છતાં તે લોડ થઈ રહ્યા નથી.

ડાઉન ડિટેક્ટર અનુસાર લગભગ 9:00 વાગ્યાની આસપાસ 21000 થી વધુ લોકોએ સમસ્યાની જાણ કરી છે.

52 ટકા લોકોએ લોગીન સમસ્યા વિશે 40% લોકોએ એપ્સ માં સમસ્યાઓ ને લગત અને ટકા લોકોએ વેબસાઈટમાં સમસ્યા ઉભી થવાની જાણ કરી છે.

આને પણ વાંચો એક વર્ષની એફડી પર એક લાખ રૂપિયા પર કેટલું વ્યાજ મળે જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

ઈલોન મસ્કે લીધી મજા

એલોન મસ્ક કે સર્વર ડાઉનને લઈને જાણે મેટાની મજા લીધી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે “જો તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો તો તે એટલા માટે છે કારણ કે અમારા સર્વ કામ કરી રહ્યા છે “

ડિસેમ્બર મહિનામાં X ની સર્વિસ ડાઉન હતી.

21 ડિસેમ્બર 2023 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા ભારત સહિત વિશ્વભરના યુઝર્સને ગુરુવારે સવારે 11:00 વાગ્યાથી એક્સ ને એક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો.

જેમાં પોસ્ટની જગ્યાએ યુઝર્સને એક મેસેજ દેખાઈ રહ્યો હતો જેમાં લખ્યું હતું વેલકમ ટુ એક્સ . પ્લેટફોર્મના ડેસ્કટોપ અને મોબાઈલ વર્ઝન અને આનાથી પ્રભાવિત થયા હતા.

આને પણ વાંચો ઉનાળામાં ફરવા માટે બેસ્ટ હિલ સ્ટેશન ગુજરાતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન જ્યાં થાય છે અનેક ફિલ્મોના શૂટિંગ. જાણો આ હિલ સ્ટેશન વિશે અહીં ક્લિક કરો

અગાઉ પણ facebook instagram અને whatsapp છ કલાક માટે બંધ રહ્યા હતા.

4 ઓક્ટોબર 2021 ના રોજ facebook instagram અને whatsapp પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં લગભગ છ કલાક માટે બંધ હતા. જેના કારણે અબજો યુઝર્સ ને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યા રાત્રે 9.15 વાગ્યાથી શરૂ થઈ હતી અને પછી તરત જ લોકો ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું જેના કારણે અમેરિકન માર્કેટમાં ફેસબુકના શેર પર તેની અસર જોવા મળી હતી અને કંપનીના શેરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આને પણ વાંચો હોળીનો પવન કઈ દિશામાં જાય તો આવતું વર્ષ કેવું થાય જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

પાંચ વર્ષ પહેલા 9:30 કલાક માટે ડાઉન હતું સર્વર.

ત્રણ જુલાઈ 2019 ના રોજ રાત્રે 8 વાગ્યે ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં facebook whatsapp અને instagram ડાઉન હતા. સુધી ડાઉન રહ્યા બાદ 4 જુલાઈ 2019 ના રોજ સેવા ફરી શરૂ થઈ હતી.

મહત્વની લીંક

અન્ય ન્યુઝ વાંચવા હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
હાલ ચાલતી સરકારી ભરતી ની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
સરકારે જાહેર કરેલ નવી યોજના ની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment