WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Health Tips: દિવસની શરૂઆત ચા કે કોફી પીવાથી નહીં આ ત્રણમાંથી કોઈ એક હેલ્ધી ડ્રિંકથી કરો, શરીર રહેશે નિરોગી.

Health Tips: મોટાભાગના લોકોને સવારે ઉઠતા ની સાથે ચા અથવા કોફી પીવાની આદત હોય છે. પરંતુ શું તમને ખબર છે સવારે ઉઠતા ની સાથે ખાલી પેટે ચા અથવા કોફી પીવી એ કેટલી ફાયદાકારક છે કે નુકસાનકારક? સવારે ખાલી પેટ તમે શું ખાવ છો અને શું પીવો છો તે ખૂબ જ મહત્વનું હોય છે. જો સ્વાસ્થ્ય એ સારું રાખવું હોય તો સવારે ખાલી પેટે તમે કોઈ વસ્તુનું સેવન કરી રહ્યા છો તેના પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો સવારની શરૂઆત ચા કે કોફી થી નહીં પરંતુ એવી વસ્તુઓથી કરવી જરૂરી છે જે તમને આખો દિવસ એના જેટિંગ રાખે અને સ્વાસ્થ્યને પણ ખૂબ ફાયદો કરે.

આને પણ વાંચો રોજ કેટલા ડગલા ચાલવા જોઈએ જેથી શરીર રહેશે ફિટ અને તંદુરસ્ત, જાણો નિષ્ણાંત ડોક્ટરે આપી સલાહ.

સવારે ઉઠતા ની સાથે ખાલી પેઠે તમે કઈ વસ્તુનું સેવન કરવાની આદત ધરાવો છો તેમના પર તમારો આખા દિવસનો આધાર રહેલો હોય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે દિવસની શરૂઆત કેટલીક હેલ્ધી ડ્રિંક સાથે કરવી જરૂરી છે. કારણ કે સવારે તમે જાગો છો ત્યારે બોડી ડિહાઇડેટ હોય છે. આવી સ્થિતિમાં જો તમે હેલ્ધી ડ્રિંકને બદલે ચા કે કોફી પીવો તો શરીરને વધારે સમસ્યા થઈ શકે છે.

જે લોકો જાણતા નથી કે સવારે ભૂખ્યા પેટે તમારે કઈ વસ્તુનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો તમારા માટે ત્રણ ઓપ્શન છે. તમે સવારે ઊઠતા ની સાથે ખાલી પેટે આ ત્રણ વસ્તુઓ માંથી કોઈપણ એકનું સેવન કરી શકો છો. આ ત્રણ હેલ્ધી ડ્રિંક્સ એવા છે જેને ખાલી પેટે લેવાથી શરીરને ફાયદો થાય છે. તમે થોડા દિવસ આ ડ્રિંક્સ માંથી કોઈ એકને પી ને દિવસની શરૂઆત કરશો તો તમે અનુભવશો કે શરીરને જબરદસ્ત ફાયદા થઈ રહ્યા છે અને શરીરની કેટલીક સમસ્યાઓ તો દવા વગર જ દૂર થવા લાગી છે. તો ચાલો જાણીએ આ હેલ્ધી મોર્નિંગ ડ્રિંક્સ ક્યાં ક્યાં છે.

આને પણ વાંચો પેટની ચરબી ઘટાડવા માટે બસ અપનાવો આ સરળ ટ્રીક, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

હેલ્થી મોર્નિંગ ડ્રિંક્સ

1.નાળિયેર પાણી

શરીરને તરત એનર્જી આપતું નાળિયેર પાણી સવારે ખાલી પેટે પીવા માટે બેસ્ટ ડ્રિંક છે. નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. તે શરીરને એનર્જી આપે છે. જો તમે કસરત કરતા હોવ તો નાળિયેર પાણી પીને કસરત કરવા જવું જેનાથી તમને ખૂબ જ ફાયદો થશે. નિયમિત દિવસ દરમિયાન એક નાળિયેર ઘરમાં રાખો અને સવારે ઉઠતા વેંત આ નાળિયેર પાણીનું સેવન કરો જે તમને ખૂબ જ ફાયદો કરાવશે.

આને પણ વાંચો આંખોના નંબર ક્યારેય નહીં આવે બસ કરો આ ઘરગથ્થુ ઉપાય, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

2.આમળા અને આદુનો રસ

એક ચમચી આદુના રસમાં તાજા આમળાનો રસ મિક્સ કરી પી લેવાથી ઇમ્યુનિટીમાં ખૂબ જ વધારો થાય છે. જો નિયમિત સવારે આમળા અને આદુના શોર્ટસ બનાવીને પી લેશો તો હાઈ બ્લડ સુગરની સમસ્યા પણ કંટ્રોલમાં રહેશે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ સૌથી બેસ્ટ મોર્નિંગ ડ્રીંક છે.

3.દુધીનુ જ્યુસ

જે લોકોને એસીડીટી કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે સવારે દૂધીના જ્યુસનુ સેવન કરવું જોઈએ. સવારમાં દુધીનો રસ પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સાથે જ શરીરને પણ ખૂબ ફાયદો થાય છે. દુધી શરીરને નેચરલ ઠંડક આપે છે. ગરમીના દિવસોમાં દુધીનો રસ ખૂબ જ ફાયદો કરે છે.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલ માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. Marugujaratbharti. in તેની પુષ્ટિ કરતું નથી )

Leave a Comment