WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Health Tipss: પેટ બગડે તો અજમાવો આ 5 નુસખા, ડાહેરીયા અને એસિડિટીથી દવા વિના મળશે રાહત, વાંચો સરળ ઘરગથ્થુ ઉપાય.

Health Tipss: Home remedies for upset stomach : ઘણી વખત મસાલેદાર અને તળેલું ભોજન ખાવાના કારણે પેટમાં ગડબડ થતી હોય છે. વધુ પડતો તળેલું મસાલેદાર અને હેવી ફૂડ ખાવાના કારણે ઘણી વખત એસિડિટી તો ઘણી વખત ડાહેરિયા ની સમસ્યા થઈ જતી હોય છે. પેટ ખરાબ થવાના કારણે થયેલ ડાયરિયા, ઉલટી, એસિડિટી, ગેસ વગેરે જેવી તકલીફોને મટાડીએ તુરંત રાહત મેળવવી હોય તો તમે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. આજે તમને જે ઘરેલુ નુસખા જણાવીએ છીએ તેને કરવાથી દવા લીધા વગર પેટ સંબંધિત તમામ સમસ્યાઓ મટી જશે.

પેટની સમસ્યા દૂર કરતા ઘરેલુ નુસખા

પેટને લગત સમસ્યાઓ રહેતી હોય તો નીચે જણાવ્યા મુજબના ઘરગથ્થુ ઈલાજ કરવા ફાયદાકારક સાબિત થશે

હળદર વાળું પાણી

હળદરમાં કર્કયુમીન નામનો તત્વ હોય છે, હળદરમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ આંતરડામાં આવેલા સોજા ને ઓછો કરે છે. સાથે જ ફૂડપોઈઝનિંગ અને પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ આરામ આપે છે. પેટની સમસ્યા હોય તો હળદર વાળું પાણી પીવું ફાયદાકારક છે.

ફુદીનાનું પાણી

ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને પાચન શક્તિમાં વધારો થાય છે. સાથે સાથે ગેસની તકલીફ હોય તો પણ ફાયદો થાય છે. જો સવારથી જ પેટમાં ગેસ અને એસિડિટી હોય તો ફુદીનાના થોડા પાણીને પાણીમાં ઉકાળી આ પાણીનું સેવન કરવું જોઈએ. ફુદીનાનું પાણી પીવાથી અપચો, ઉલટી અને ગેસ જેવી સમસ્યા મટી જાય છે.

પેટની ચરબી ઘટાડવા માટે સરળ ઘરગથ્થુ ઉપાય ની માહિતી વાંચવા અહીં ક્લિક કરો

અજમાનું પાણી

પેટમાં ગેસ અને એસિડિટી રહેતી હોય તો અજમો પણ રાહત આપે છે. જો તમને રોજ પેટની તકલીફ રહેતી હોય તો થોડા દિવસ સુધી રોજ રાત્રે પાણીમાં અજમો પલાળી સવારે આ પાણીને ગાળી ને પી જવું જોઈએ. જો ક્યારેક પેટની તકલીફ થઈ હોય તો અજમાને સાફ કરીને તેનો ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી પેટનુ સ્વાસ્થ્ય સુધરે છે અને આંતરડા હેલ્ધી બને છે.

લસણ

લસણ ડાયજેસ્ટીવ પાવર વધારે છે. લસણ ગુડ બેક્ટેરિયાને વધારે છે. લસણમાં રહેલા પ્રિબાયોટીક તત્વ ડાયજેશન સંબંધિત સમસ્યાને દૂર કરે છે.

આદું

આદુ ખાવાથી પણ પાચન શક્તિ સુધરે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યા થી છુટકારો મળે છે. આદુ ખાવાથી પેટમાં હેલ્થી બેક્ટેરિયા વધે છે અને પેટની સમસ્યા જેમકે બ્લોટીંગ, પેટનો દુખાવો અને અન્ય સમસ્યાથી આરામ મળે છે.

💥આને પણ વાંચો હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં થાય છે એક મહિના પહેલા આ બદલાવ. જો આવું થાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જવું, વાંચો વિગત અહીં ક્લિક કરો

અગત્યની લિંક

હેલ્થ ટીપ્સ લગત અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment