WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Surya Ghar Yojna: પીએમ સૂર્યા ઘર યોજના, જાણો સંપૂર્ણ માહિતી.

PM Surya Ghar Yojna: પીએમ સૂર્યા ઘર યોજના: મફત વીજળી સાથે દર વર્ષે 15000 રૂપિયાની કમાણી પણ થશે: કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં પીએમ સૂર્ય ઘર યોજના ને સત્તાવાર મંજૂરી અપાય છે. આ સાથે જ આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવનારા એક કરોડ ઘરોને 300 unit ફ્રી વીજળી મળશે ઉપરાંત દર વર્ષે 15000 રૂપિયાની કમાણી પણ થઈ શકશે, દર વર્ષે 15000 રૂપિયાની કમાણી કેવી રીતે થશે તેની તમામ માહિતી અને પી એમ સૂર્ય ઘર યોજના અંતર્ગત સોલાર પેનલ કેવી રીતે લગાવવી? કેટલી સબસીડી મળશે? ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ શું છે? તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. પીએમ સૂર્ય ઘર યોજના ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

કેબિનેટ બેઠકમાં પીએમ સૂર્યગ્રહ ફ્રી ઇલેક્ટ્રિસિટી યોજના ને મંજૂરી અપાય છે. આ યોજના અંતર્ગત એક કરોડ ઘરોને 300 unit મફત વીજળી મળશે. કેબિનેટ ની બેઠકવાદ અનુરાગ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે 300 unit વીજળી બાદ તેને દર વર્ષે 15 હજાર રૂપિયાની આવક પણ થશે.

સબસીડી કેટલી મળશે?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બે કિલો વોટ રૂફટોપ પ્લાન્ટ માંથી 60 ટકા અને તેના બેંક માર્ગ ખર્ચ પર સબસીડી આપવામાં આવશે. જે ભારત સરકાર નાણાકીય સહાય તરીકે આપશે. જ્યારે બે કિલો વોટ બાદ જે વ્યક્તિ એક કિલો વોટ એક્સ્ટ્રા લગાવવા ઈચ્છે છે તેના ખર્ચ પર 40% સબસીડી આપવામાં આવશે.

અનુરાગ ઠાકોરે જણાવ્યું છે કે ત્રણ કિલો બોટના પ્લાન્ટ ની કિંમત 1,45,000 રૂપિયા હશે. જેના પર સરકાર તરફથી 78 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવશે. આ યોજનાનો સરળતાથી લાભ લેવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે. તેઓ આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે. અને રૂફટોપ પેનલના વિક્ર્તા અને ઉત્પાદક ની પસંદગી કરી શકે છે.

જો તમે તમારા ઘરમાં બે કિલો વોટ ની રૂફટોપ સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા હો તો તમારે તેની કિંમત લગભગ 47 હજાર રૂપિયા હશે, કેન્દ્ર સરકાર આના ઉપર 18 હજાર રૂપિયાની સબસીડી આપી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં રાજ્ય સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારે જેટલી જ સબસીડી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સબસીડી બાદ કરતા તમારે જે રૂપિયા ખર્ચવા ની જરૂર પડશે તેને તમારે ખિસ્સામાંથી રોકવાની પણ જરૂર નથી, બેંક તમને આ યોજના હેઠળ સસ્તા વ્યાજદર એ લોન પણ આપી રહી છે.

સબસીડી ક્યારે અને કેવી રીતે જમા થશે?

વિક્રેતા દ્વારા આ પેનલને ઇન્સ્ટોલ કર્યા બાદ તેને મીટર કરવામાં આવશે અને પ્રમાણપત્ર પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. આ પ્રક્રિયા થઈ ગયા બાદ સરકાર દ્વારા સબસીડી ની રકમ ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર દ્વારા તમારા ખાતામાં જમા કરાવવામાં આવશે. જ્યારે બાકીની રકમ માટે સરકાર દ્વારા સસ્તી લોન નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

300 unit મફત વીજળી મળશે

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા અનુસાર 300 unit મફત વીજળી મળ્યા બાદ ગ્રાહકો પૈસા બચાવી શકશે. આ ઉપરાંત નેટ મિટિંગ દ્વારા વધારાના યુનિટ વેચવાથી પણ આ સોલાર પેનલ મુકનારાને કમાણી થશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જો તમે પીએમ સૂર્યા ઘર યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય અને તમારે સોલાર પેનલ લગાવવી હોય તો તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જેના માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in/ પર જવું
  • વેબસાઈટ પર સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરવું
  • તમારું રાજ્ય અને ઇલેક્ટ્રિસિટી ડીસ્ટ્રીબ્યુશન કંપની સિલેક્ટ કરો
  • ત્યારબાદ તમારા વીજ ગ્રાહક નંબર મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી જેવી રજીસ્ટ્રેશન માટેની માહિતી ભરો
  • હવે વીજ ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર નો ઉપયોગ કરીને લોગીન થાઓ
  • લોગીન થઈ ગયા બાદ સોલાર રૂફટોપ ફોર્મ પસંદ કરી અરજી કરવાની રહેશે.
  • અરજીમાં જરૂરી તમામ માહિતી ભરી ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે.
  • તમારી અરજીને મંજૂરી મળ્યા બાદ તમારા ઘરે સોલાર પેનલ લગાવવામાં આવશે.

મહત્વની લીંક

પીએમ સૂર્યાઘર ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

પીએમ મોદીજી દ્વારા તાજેતરમાં પીએમ સૂર્યા ઘર યોજના ની જાહેરાત કરવામાં આવેલ હોય અને એક કરોડ ઘર પર આ સોલાર પેનલ લગાવવાની આ યોજના છે માટે દરેક લોકોને આ યોજનાનો લાભ થાય જેથી આ મેસેજને તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરો.

Leave a Comment