WhatsApp ગ્રૂપમાં જોડાવો!

POLICE BHARTI NEWS: 12000 જગ્યા પર પોલીસ ભરતીને રાજ્ય સરકારને લીલી ઝંડી, PSI ભરતી માટે નવા નિયમો જાહેર, જાણો વિગતવાર માહિતી.

12000 જગ્યા પર પોલીસ ભરતીને રાજ્ય સરકારને લીલી ઝંડી: રાજ્યમાં પોલીસની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવનાર છે.

પોલીસ પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારોની આતુરતાનો હવે અંત આવી ગયો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. આવનારા ટૂંક સમયમાં નીચે મુજબની પોલીસ ભરતી જાહેર કરવામાં આવશે.

  • બિન હથિયારી પોલીસ કોસ્ટેબલ : 6600 પોસ્ટ
  • અત્યારે પોલીસ કોન્સ્ટેબલ: 3302 પોસ્ટ
  • SRP : 1000 પોસ્ટ
  • જેલ સિપાહી: 1013 પોસ્ટ
  • જેલ મહિલા સિપાહી: 85 પોસ્ટ
  • કુલ જગ્યા : 12000 પોસ્ટ

PSI ની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની 350 જગ્યા નહીં પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે આ અંગે ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવા માં આવશે અને વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી શકે છે.

PSI ભરતી ના નવા નિયમો

LRD બાદ હવેPSI ની ભરતી માટેના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. પીએસઆઇ ની પરીક્ષામાં એલઆરડી ની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2021 માં પીએસઆઇ ની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. ટૂંક સમયમાં પીએસઆઇ ની નવી ભરતી બાબતે ગૃહ વિભાગ નિર્ણય લઈ શકે છે.

પીએસઆઇ ની ભરતી ના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પીએસઆઇ ની પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવામાં આવે. હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્કસનો અને એમસીક્યુ આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્કસનું રહેશે. આ સિવાય જો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોઈ ઉમેદવારે કોર્સ કરેલ હશે તો વધારાના ગુણ આપવામાં આવશે.

આને પણ વાંચો : હાલ ફોર્મ ભરવાના શરૂ હોય તેવી અન્ય તમામ સરકારી ભરતીઓની સત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વની લીંક

વધુ માહિતી માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment