WhatsApp ગ્રૂપમાં જોડાવો!

whatsapp ભરી રહ્યું છે તમારા ફોનનુ સ્ટોરેજ? બસ કરી લો આ એક સેટિંગ.

whatsapp પર આવતા દરેક ફોટો અને વિડિયો ફોનની ગેલેરીમાં આપવા સેવ થઈ રહ્યા છે, જેના કારણે ફોન નો સ્ટોરેજ ભરાઈ રહ્યો છે? હવે ચિંતા કરશો નહીં. તમારે ફક્ત એક નાનકડું સેટિંગ બદલવું પડશે, આ સેટિંગ તમારી સમસ્યાનો હલ લાવશે.

ફોન સ્ટોરેજ ફૂલ હોવાને કારણે ફોન હેન્ગ થવા લાગે છે જેની સીધી અસર ફોનના પર્ફોમન્સ ઉપર પડતી હોય છે. ચાલતી વખતે ફોન વારંવાર હેંગ થવા લાગે તો ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે, પરંતુ વોટ્સએપ યુઝર્સના મનમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે ફોનમાં ફોટો અને વિડિયો સેવ થતા કેવી રીતે રોકી શકાય?

whatsapp યુઝર્સ બે રીતે ફોટો અને વીડિયોને ફોનમાં સેવ થવાથી રોકી શકે છે. સૌપ્રથમ તમારે વિચારવું પડશે કે શું તમે આ બધી ચેટ માટે કરવા માંગો છો કે માત્ર એક ચેટ માટે, કારણ કે તમને whatsapp માં આ બંને વિકલ્પો જોવા મળશે.

તમામ ચેટમાં સેટિંગ કરવા માટે

જો તમે ઈચ્છો છો કે કોઈ પણ ફોટા અને વિડીયો તમારા ફોનમાં સેવ ન થાય તો પહેલા whatsapp ઓપન કરો. પછી ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ બિંદુઓ પર ક્લિક કરો અને સેટિંગ પર ટેપ કરો. ત્યારબાદ ચેટ પર ક્લિક કરો અને મીડિયા વિઝિબિલિટી વિકલ્પ બંધ કરો.

કોઈ એક ચેટમાં સેટિંગ કરવા માટે

જો તમે કોઈપણ એક ચેટ માટે આ સેટિંગ બંધ કરવા ઈચ્છો છો તો તે ચેટ ઓપન કરો, ચેટ ખોલ્યા પછી ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ બિંદુઓ પર ક્લિક કરો અને “સંપર્ક જુઓ” પર ટેપ કરો, આ પછી મીડિયા વિઝિબિલિટી વિકલ્પને બંધ કરો.

💥આને પણ વાંચો: તમારા whatsapp DP ને ચોરી છુપે કોણ જોઈ રહ્યું છે? તે જોવા માટે અહીં ક્લિક કરો

💥આને પણ વાંચો: તમારા ભૂલથી ડીલીટ થઈ ગયેલા અગત્યના ફોટા ને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment