Stop White Hair growth : ઘણા લોકોના વાળ સમય પહેલા એટલે કે ઉંમર પહેલા જ સફેદ થવા લાગે છે, કેટલાક લોકોને માથામાં ચાર-પાંચ વાળ પણ સફેદ દેખાય તો તેને ખેંચીને કાઢી નાખે છે. જો તમે પણ આવા લોકોમાંથી જ એક છો જે સફેદ વાળને ખેંચીને તોડે છે તો તમારા માટે આ વાત જાણવી ખૂબ જરૂરી છે. સફેદ વાળને ખેંચીને કાઢવાથી અન્ય કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.
સફેદ વાળ તોડવાથી તે વધારે આવે છે તે વાત તો સાચી નથી પરંતુ સફેદ વાળ તોડીને કાઢવાથી તે વાળની આસપાસના વાળ ડેમેજ જરૂરથી થઈ શકે છે. કારણ કે વાળને ખેંચીને કાઢવાથી સ્કેલ્પ ને નુકસાન થાય છે. વારંવાર વાળને ખેંચીને તોડવાથી વાળના રોમને નુકસાન થાય છે. તેનાથી વાળ ખરવાનો પ્રમાણ વધી શકે છે. આ ઉપરાંત માથાની ત્વચા પણ ડેમેજ થઈ જાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો તમારે નાની ઉંમરમાં વાળને સફેદ થતા અટકાવવા હોય તો આ ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ત્રણ કારણ એવા છે જે વાળને ઉંમર પહેલા સફેદ બનાવે છે.
કાચી કેરી ખાવાથી થાય છે શરીરમાં આટલા ફાયદા. જાણો કાચી કેરી ખાવાના અનેક ફાયદાઓ
સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના ઉપાયો.
નાની ઉંમરમાં અથવા તો સમય કરતા વહેલા સફેદ વાળ અટકાવવા માટે નીચે મુજબની ત્રણ બાબતોનુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
તડકાથી વાળનું રક્ષણ.
વાળ સફેદ થવા લાગે તો તેને ખેંચીને કાઢવાને બદલે કે કલર કરવાને બદલે પ્રયત્ન કરો કે તમે તેને વધતા અટકાવી શકો. વાળને સફેદ થતાં અટકાવવા હોય તો સૌથી પહેલા સૂર્યના હાનિકાર કિરણોથી વાળનું રક્ષણ કરવું જોઈએ. જે રીતે તડકો સ્કીનને પ્રભાવિત કરે છે તે જ રીતે તડકો વાળને પણ નુકસાન કરે છે. તેથી જ્યારે પણ તડકામાં બહાર નીકળો તો કેપ કે સ્કાફથી વાળને કવર કરવા જરૂરી છે.
એન્ટીઓકસીડન્ટ.
વાળને ઉંમર પહેલા જ સફેદ થતા અટકાવવા હોય તો દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ યુક્ત ખાદ્ય પદાર્થો નો સમાવેશ કરવો જોઈએ. આવા ખાદ્ય પદાર્થો સ્ટ્રેસના પ્રભાવને ઘટાડે છે જેના કારણે વાળ સફેદ થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે. આ સિવાય તાજા ફળ અને શાક પણ વધારે લેવા જોઈએ.
ઉનાળામાં કાળી દ્રાક્ષ ખાવાના છે અનેક ફાયદાઓ.. જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.
ન્યુટ્રીશનલ ડેફીસીયન્સી.
સામાન્ય રીતે વાળ સફેદ થવાનો સૌથી મોટું કારણ હોય છે પોષક તત્વોનો અભાવ. વાળને સફેદ થતા અટકાવવા હોય તો એ સુનિશ્ચિત કરો કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય. જો શરીરમાં કોઈ વિટામિન કે મિનરલ્સ ની કમી હોય તો તેની આ પૂરતી કરવાનો પ્રયાસ કરો.
💥આને પણ વાંચો: 100 થી વધુ બીમારીઓનું કારણ છે આપણુ પેટ. ગેસ અને એસિડિટી ની તકલીફ હોય તો કરો આ ઘરગથ્થુ ઉપાય. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લિંક
અન્ય ઘરગથ્થુ ઉપચાર ની માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી એ ઘરગથ્થુ ઉપચારની સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. Marugujaratbharti. in તેની પુષ્ટિ કરતું નથી.)