WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અમદાવાદમાં 170 વિદ્યાર્થીઓના એડમિશનના રદ, ખોટી આવક દર્શાવનારા વાલીઓ વિરુદ્ધ DEO ની કાર્યવાહી.

રાઈટ ટુ એજ્યુકેશન : અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારી નું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવી છે.

ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી

અમદાવાદમાં શાળામાં આરટીઇ માં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી હતી. જેને પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના અપાય હતી. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ દર્શાવવાથી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી ત્યારબાદ ખોટી આવકનો ખુલાસો થતા 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. રદ કરાયેલા એડમિશનમાં ઉદગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન જ્યારે રેબર સ્કૂલના 10 આનંદ નિકેતન સ્કૂલના છ એડમિશન રદ કરાયા છે. તેમજ એચ થ્રી વર્ડ સ્કૂલમાં એક એડમિશન રદ કરવામાં આવ્યું છે.

💥આને પણ વાંચો

નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50000 રૂપિયા સુધીની સહાય, ધોરણ નવ થી 12 ની વિદ્યાર્થીનીઓને મળશે સહાય, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

કઈ સ્કૂલમાં કેટલા એડમિશન રદ?

ઉદગમ સ્કૂલના 106

ગ્લોબલ સ્કૂલના 46

zeber સ્કૂલના 10

આનંદ નિકેતન સ્કૂલના 06

h3 વર્લ્ડ સ્કૂલના 01

રાઈટ ટુ એજ્યુકેશન રાજ્યમાં 2012 થી અમલી

રાઈટ ટુ એજ્યુકેશન એક એવો કાયદો છે જેનાથી હોશિયાર છતાં આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીઓને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારો શિક્ષણ મળી રહે. આરટીઇ નો કાયદો 2009માં બન્યો જે બાદ ગુજરાતમાં 2012 થી અમલી બન્યો હતો. આરટીઇ હેઠળ ધોરણ એક માં પ્રવેશ આપવામાં આવે છે જેમાં ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે. આરટીઇ હેઠળ એડમિશન માટે સંપત્તિ નહીં પરંતુ આવકને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંય પણ બંગલા કે હવેલીમાં રહેતી વ્યક્તિના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન મળી શકે છે. જોકે આવક વધુ હોય તો તેના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન મળી શકે નહીં. આ કાયદા અંતર્ગત બાળકના વાલીની સંપત્તિ ગમે તેટલી હોય પરંતુ તેની આવકને ધ્યાનમાં રાખીને બાળકનું એડમિશન કરવામાં આવે છે.

💥 આને પણ વાંચો

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય માટે સાધન સહાય યોજના ના ફોર્મ ભરવાના શરૂ, જાણો આ યોજના હેઠળ કયા કયા ધંધા વ્યવસાય માટે ફોર્મ ભરી સાધન સામગ્રી મેળવી શકાય છે.

શિક્ષણ અધિકારીની સત્તા શું છે

આવક ના દાખલા પણ કેટલાક વાલીઓ ખોટા બનાવીને પ્રવેશ મેળવે છે ત્યારે સ્કૂલ દ્વારા ડોક્યુમેન્ટની તપાસણી કરવામાં આવે અને ત્યારે ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સાબિત થાય તો શિક્ષણ વિભાગ દ્વારા તેમનું એડમિશન રદ કરવામાં આવે છે. આવક ના ફોટા દાખલા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી માત્ર એડમિશન રદ કરવાની શિક્ષણ અધિકારીને સત્તા આપવામાં આવે છે. આવક ના દાખલા કચેરીમાંથી અરજીના આધારે બનાવી આપવામાં આવે છે. ત્યારે ખોટા દાખલા બનાવી આપનાર કે ખોટા દાખલા લેનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ આવા ખોટા દાખલા ના આધારે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તેમના બાળકને મળેલ એડમિશનને રદ કરવામાં આવે છે.

અગત્યની લિંક

અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment