WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આવકનો દાખલો ઓનલાઇન મેળવો, જાણો સંપૂર્ણ માહિતી.

Income certificate | @digitalgujarat.gov.in | આવકનો દાખલો ઓનલાઈન મેળવો | આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે મેળવવો | Get income certificate online | આવકના દાખલા માટે જરૂરી ડોક્યુમેન્ટ | આવકનો દાખલો મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડે | આવકના દાખલા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી | income certificate form :

સરકાર શ્રી દ્વારા અનેક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. ઘણી જગ્યાએ આવી યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે આવકના દાખલા ની જરૂર ઊભી થતી હોય છે. આ ઉપરાંત હાલ સરકાર શ્રી દ્વારા પી એમ જન આરોગ્ય યોજના ( આયુષ્યમાન ભારત યોજના) નો આરોગ્ય કાર્ડ કઢાવવા માટે પણ લોકોને આવકના દાખલાની જરૂર પડી રહી છે. આમ આવકનો દાખલો એ એક ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે કે જે અનેક સહાયકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આપવાની જરૂર ઊભી થતી હોય છે. આ આવકનો દાખલો તમારે કેવી રીતે મેળવવો? અને તેની અવધિ કેટલા સમયની રહેશે? આવકનો દાખલો ઓનલાઈન મેળવવા માટે કે ઓફલાઈન અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે? આવકનો દાખલો મેળવવા માટે કઈ ઓફિસે જવાનુ રહેશે? તેને લગત વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવેલી છે. આ ઉપરાંત આવકનો દાખલો ઓનલાઈન કઢાવવા માટે તમારે કયા સ્ટેપ અનુસાર પડશે તેની સંપૂર્ણ માહિતી પણ નીચે આપવામાં આવેલી છે.

આવકનો દાખલો ઓનલાઈન મેળવો

વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજીનો પ્રકાર ઓનલાઇન અને ઓફલાઈન
હેઠળ ગુજરાત સરકાર
આવક ના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષ
લાભાર્થીઓસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચારતી અને વિમુક્ત જાતિ ના લોકોને આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે.
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો

કઈ જ્ઞાતિના લોકોને આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે?

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો
  • આર્થિક રીતે નબળા વર્ગના લોકો
  • લઘુમતી જાતિના લોકો
  • વિચારતી અને વિમુક્ત જાતિના લોકો ને આવકનો દાખલો કાઢી આપવામાં આવે છે.

આવકનો દાખલો મેળવવા માટેની પાત્રતા

  • ઉપર દર્શાવેલ કેટેગરીમાં આવતા સમુદાયનો કોઈપણ વ્યક્તિ કે જે ગુજરાતનો વતની હોય તે આવક ના દાખલા માટે પાત્રતા ધરાવે છે.

આવકનો દાખલો મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

આવકનો દાખલો કઢાવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

  • આધારકાર્ડ
  • રાશન કાર્ડ
  • છેલ્લું લાઈટ બિલ અથવા વેરાબીલ
  • રહેણાંક ની આસપાસના બે પુખ્ત પાડોશીઓના આધાર કાર્ડ પંચનામુ કરવા માટે
  • ત્રણ રૂપિયાની કોટડ ફી ટિકિટ
  • 50 રૂપિયાનો સ્ટેમ્પ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • અરજી ફોર્મ

આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે મેળવવો?

આવકનો દાખલો ઓનલાઈન મેળવવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

  1. સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/ પર જવાનું થશે
  2. મેનુ પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે
  3. મેનુ બારમાં સર્વિસિસ પર ક્લિક કરો
  4. તેમાં સિટીઝન સર્વિસિસ ઓપ્શન પર ક્લિક કરો
  5. નવું પેજ ઓપન થશે તેમાં નીચે ઇન્કમ સર્ટિફિકેટ ઓપ્શન દેખાશે
  6. આવક ના દાખલા માટે ઓનલાઇન અરજી કરવા માટે ઇન્કમ સર્ટિફિકેટ ઓપ્શન પર ક્લિક કરો
  7. ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરતા અપ્લાય ઓનલાઇન ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  8. ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ રજીસ્ટર્ડ યુઝર ની લોગીન સાઈટ ખુલશે
  9. જો પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું હોય તો આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ
  10. જો રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો ત્યારબાદ તમને નવા આઈડી પાસવર્ડ મળશે એને નોંધી લો
  11. આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન થાઓ અને અપ્લાય ઓનલાઇન કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્સમાં ખરું કરી આધાર નંબર લખો અને કંટીન્યુ બટન પર ક્લિક કરો
  12. ઓનલાઈન ફોર્મ ઓપન થશે તેમાં જરૂરી તમામ માહિતી ભરો અને ફોર્મને સબમિટ કરો

Digital service 2024

સરકારી યોજનાઓની ICE ACADEMY ની pdf

સરકારી યોજના pdf-1 download

સરકારી યોજના pdf-2 download

અહીથી ડાઉનલોડ કરો સંપૂર્ણ માહિતી PDF

ગુજરાતી માં સંપૂર્ણ માહિતિ વાચવા માટે અહી ક્લિક કરો

ક્યાં ક્યાં દાખલામાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોશે એક જ PDFફાઈલ માટે અહી ક્લિક કરો

ડિજીટલ સેવા આપતું અદભુત એપ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી જો આપણા તાલુકા કે જિલ્લામાં લાગુ પડે તો
  • એપોઇન્ટમેન્ટની રસીદ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગત મામલતદાર કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલાનુ ફોર્મ વિના મૂલ્ય મેળવો.
  • આવક ના દાખલા નું ફોર્મ ભર્યા બાદ ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ ફોર્મ પર આગળના પાના ઉપર ખાલી જગ્યા જોઈને લગાવો
  • ઉપર જણાવ્યા મુજબના જરૂરી તમામ ડોક્યુમેન્ટ એક કોપીમાં ફોર્મ સાથે જોડો
  • ફોર્મ ભરાઈ ગયા બાદ પોતાના વિસ્તારને લગત મામલતદાર શ્રી ની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી અને સહી સિક્કા કરાવવા
  • તલાટી શ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ ના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું ( મામલતદાર શ્રી ની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર )
  • આવક ના દાખલા માટે ઓનલાઇન ફોટો પડાવી જરૂરી ફી ચુકવવી અને તેની રસીદ મેળવવી
  • રસીદમાં આવકનો દાખલો કઈ તારીખે લેવા જવું તેની તારીખ લખેલી હશે તે તારીખે આવકનો દાખલો મેળવવા જવું.

આવક ના દાખલા માટે એપ્લિકેશન ફોર્મ

  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અને આવકના દાખલાનું અરજી ફોર્મ પીડીએફ સ્વરૂપમાં ડાઉનલોડ કરો

ડિજિટલ ગુજરાત પોર્ટલ હેલ્પલાઇન નંબર

  • આવકના દાખલા અંગે કોઈ પણ જાતની પૂછપરછ કરવી હોય તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ હેલ્પલાઇન નંબર પર વિનામૂલ્યે ફોન કરી શકો છો અને જરૂરી માહિતી જાણી શકો છો.

18002335500

💥આને પણ વાંચો👇👇👇

📌ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી સબસીડી યોજના, જાણો કયા વાહન પર કેટલી સબસીડી મળશે.માહિતી માટે અહીં ક્લિક કરો
📌સરકારે જાહેર કરી નવી શૈક્ષણિક યોજના, હવે આ દીકરીઓને મળશે 50000 રૂપિયાની સહાય માહિતી માટે અહીં ક્લિક કરો
📌તમારા મોબાઇલ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું અને ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ મેળવો માહિતી માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
આવક ના દાખલા નુ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે
અહીં ક્લિક કરો




બીજી વિનંતી : માહિતી સારી લાગી હોય તો આ મેસેજને તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરવા નમ્ર વિનંતી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

આવક ના દાખલા ની સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે?

3 વર્ષની

આવકના દાખલા મેળવવા માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://www.digitalgujarat.gov.in

Leave a Comment