WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઉનાળામાં સોફ્ટ ડ્રિંકના બદલે ઘરે બનાવેલ ઠંડા પીણા પીવા વધુ હિતાવહ છે, જાણો બનાવવાની રીત.

Homemade Drinks: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે અને પેટને ઠંડક આપવા માટે મોટાભાગના લોકો ઠંડા પીણા નો સહારો લેતા હોય છે, જેમાં રસ, બરફ ગોલા અને વિવિધ કોલ્ડ્રિંક્સ લોકો પિતા હોય છે. ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં લિક્વિડ લેવું હિતાવહ છે. જેમાં તમે સાદા પાણીથી માંડી છાશ, લસી, વિવિધ ફળોના જ્યુસ વગેરેનો સહારો લઈ શકો છો. પરંતુ દુકાને મળતા કોલ્ડ્રીંક્સ કરતા ઘરે બનાવેલ પીણા પીવા એ વધુ ફાયદાકારક રહેશે. અને તમારા સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર નહીં થાય. કુદરતી વસ્તુઓમાંથી બનેલપીણા માં ઉમેરવામાં આવતા અલગ અલગ મસાલા માત્ર સ્વાદ જ નથી વધારતા પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અમે અહીં આવા જ 11 દેશી કોલ્ડ્રીંક્સ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે સરળતાથી ઓછા ખર્ચે ઘરે બનાવી શકો છો અને ઉનાળાની ઋતુમાં તમે અને તમારા બાળકો આનો આનંદ લઇ અને ડીહાઇડ્રેશનથી બચી શકો છો. દરેક વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે અહીં આપવામાં આવેલ રીતથી તમે ઘરે જ આવા દેશી ડ્રીન્કસ બનાવો અને બહાર દુકાનમાં મળતા વિદેશી કોલ્ડ્રીંક્સ પીવાનું ટાળો.

હાલ ઉનાળાની સિઝનમાં નીચે મુજબના દેશી પીણા ઘરગથ્થુ વસ્તુઓથી બનાવી શકાય છે જે શરીરને ઠંડક આપવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

કેરી પન્ના

ઉનાળામાં હીટ સ્ટોકથી બચવા માટે કાચી કેરીનુ પન્ના શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામીન સી ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે જે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.

કેરી પન્ના બનાવવાની રીત

કાચી કેરી ને છોલીને બાફી લો, ત્યારબાદ મીઠું, ફુદીનો, ખાંડ નાખીને બ્લેન્ડરમાં મિક્સ કરો. તેને ગ્લાસમાં કાઢીને બરફના ટુકડા સાથે સર્વ કરો.

સિકંજી

ઉનાળામાં સિકંદજી પીવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. મીની ઋતુમાં સિકંદજી નિરસતા દૂર કરશે. તેને બનાવીને થોડા દિવસો સુધી ફ્રિજમાં પણ રાખી શકાય છે.

સિકંજી બનાવવાની રીત

એક જગમાં પાણી લેવું તેમાં લીંબુનો રસ, જીરું પાવડર, કાળું મીઠું અને ખાંડ ઉમેરો. હવે સિકંદજીને ચાળણી થી છોલીને ગ્લાસમાં નાખીને બરફના ટુકડા સાથે સર્વ કરો.

કેરી ફુદીના લસ્સી

કેરી અને ફુદીનાથી બનાવેલ લસ્સી તમને ઉનાળામાં તાજગી આપશે આ એનર્જીવિંગ ડ્રિંક બનાવો અને તેને તરત જ સર્વ કરો.

કેરી ફુદીના લસ્સી બનાવવાની રીત

કેરી, ખાંડ, ફુદીનો, એલચી પાવડર, લીંબુનો રસ અને દહીં મિક્સ કરો અને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. કેરી સ્મુધ થઈ જાય એટલે તેને ગ્લાસમાં કાઢીને બરફ સાથે સર્વ કરો.

ફુદીના શરબત

ફુદીનાનો શરબત ઉનાળામાં ડીહાઇડ્રેશન અને હિટ સ્ત્રોક જેવી ગંભીર તકલીફોથી બચાવે છે અને તે પાચનતંત્રને પણ સારું રાખે છે.

ફુદીના સરબત બનાવવાની રીત

ફુદીનો, ખાંડ અથવા ગોળ, મધ, કાળુ મીઠું, કાળા મરી અને જીરું પાવડરને બ્લેન્ડરમાં પીસી લો. આ પેસ્ટને થોડી માત્રામાં પાણીમાં મિક્સ કરીને ગ્લાસમાં નાખીને બરફ સાથે સર્વ કરો.

મસાલા છાશ

મસાલા વાળી છાશ ઉનાળામાં ખૂબ જ શરીર માટે ફાયદાકારક છે. મસાલાવાળી છાશ પેટની બળતરા અને એસિડિટી ને દૂર કરે છે. તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે અને પાચન તંત્રને ખૂબ સારું રાખે છે. માટે ઉનાળામાં નિયમિત મસાલાવાળી છાશ દરેક લોકોએ પીવી જોઈએ.

મસાલા છાશ બનાવવાની રીત

દહીમાં મીઠું, કાળું મીઠું, જીરું પાવડર અને હિંગ ઉમેરીને બ્લેન્ડરમાં પીસી લો તેમાં બરફ ઉમેરીને ગ્લાસમાં નાખી સર્વ કરો.

ગુલાબ શરબત

ગુલાબ શરબત પીવાથી પેટની બળતરા દૂર થાય છે અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ઉનાળા મા ડીહાઇડ્રેશનથી બચાવે છે.

રોઝ સીરપ બનાવવાની રીત

એક વાસણમા પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો. તેમાં ગુલાબજળ, ઈલાયચી પાવડર અને તાજા ગુલાબના પાનની પેસ્ટ નાખો. તેને ગાળી ને ફ્રિજમાં રાખો. સર્વ કરતી વખતે આ શરબતને પાણીમાં મિક્સ કરો અને બરફ ઉમેરી સર્વ કરો.

જલજીરા શરબત

જલજીરા શરબત પીવાથી એસિડિટી દૂર થાય છે, ડીહાઇડ્રેશનથી શરીરને બચાવે છે, અને ગરમીની ઋતુમાં શરીરને રાહત આપે છે.

જલજીરા શરબત બનાવવાની રીત

પાણીમાં જીરું પાવડર, કાળુ મીઠું, સુકી કેરીનો પાવડર, લીંબુનો રસ, થોડી ખાંડ અને ફુદીનાના પાન ની પેસ્ટ મિક્સ કરો. તેને બરફના ટુકડા સાથે સર્વ કરો.

એલોવેરા જ્યુસ

એલોવેરા જ્યુસ ગરમીના કારણે ત્વચા ની ટેનિંગ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તે પાચનતંત્રને સુધારે છે. એલોવેરા જ્યુસ પીવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. ઉનાળામાં ત્વચાને ચમક જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

એલોવેરા જ્યુસ બનાવવાની રીત

એલોવેરા ની કાંટા દ્વારા કિનારી ને કાઢી લો. એના પાંદડા વચ્ચે સંગ્રહિત પલ્પ એકઠું કરો. તેને મિક્સરમાં નાખીને લીંબુ અથવા નારંગી નો રસ અને મીઠું નાખીને પીસી લો. હવે તેને બરફના ટુકડા સાથે સર્વ કરો.

બેલ શરબત.

ઉનાળામાં તેને અમૃત સમાન માનવામાં આવે છે. તે ઝાડા મટાડવા માટે પણ મદદરૂપ થાય છે. પાચનતંત્ર સ્વસ્થ રાખે છે અને હિટસ્ટોક થી બચાવે છે.

બેલ શરબત બનાવવાની રીત

બીલાના ફળના પલ્પને દૂર કરો અને તેને સારી રીતે મેસ કરો. તેમાં ખાંડ કાળું મીઠુ, જીરા પાવડર અને ચાટ મસાલો ઉમેરીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. હવે તેને બરફના ટુકડા સાથે સર્વ કરો.

આમલી પેસ્ટ

ગરમીથી બચવા આમલીમાંથી બનાવેલ આ રાજસ્થાની પીણું પીવો. હિટસ્ટોક થી રાહત મેળવવા માટે આ એક અસરકારક રીત છે.

આમલી પેસ્ટ કેવી રીતે બનાવવું

આમલી અને પાણી મિક્સ કરીને બે કલાક માટે રહેવા દો. આ મિશ્રણને ગાળી લો. અને તેમાં ખાંડ, કાળા મરી પાવડર, એલચી પાવડર, કાળુ મીઠું, બરફ અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. તેને ગ્લાસમાં નાખીને સર્વ કરો.

ઉપર બતાવેલા બધા દેશી પીણા એવા છે કે જે ઓછા ખર્ચે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ માંથી બનાવી શકાય છે. ઉપરાંત સોફ્ટ ડ્રિંકથી આરોગ્ય અને ઘણા નુકસાન થાય છે તેનાથી પણ બચી શકાય છે. આપણે ઘરમાં જ આવી ઘણી વસ્તુઓ હાથ વગર જ હોય છે. આવી ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સરળતાથી દેશે પીણા બનાવી શકો છો અને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે આ તમામ પીણાંઓનો ઉપયોગ કરી શકો છો જે તમને ડિહાઇડ્રેશનથી બચાવશે તાજગીનો અનુભવ કરાવશે પેટને ઠંડક આપશે.

💥 આને પણ વાંચો 👇👇👇

📌ઉનાળાની ઋતુમાં તડકો લાગે અને સ્કીન ટેનિંગ થાય તો આ રીતે ઘરગથ્થુ ઉપચારથી તેને દૂર કરી શકાય છેમાહિતી માટે અહીં ક્લિક કરો
📌પેટને ફ્લેટ બનાવવા માટે રોજ રાત્રે આદુ, લીંબુ અને લવિંગથી બનાવેલ આ મેજિક ડ્રીંક પીવો. જાણો બનાવવાની રીત માહિતી માટે અહીં ક્લિક કરો
📌ગરમીની સિઝનમાં ચહેરા માટે સૌથી બેસ્ટ છે આ બે ફેસપેક. જાણો ઘરે બનાવવાની રીત.માહિતી માટે અહીં ક્લિક કરો

બીજી વિનંતી : આ માહિતી ખૂબ જ ઉપયોગી હોય ઉનાળાની ઋતુમાં દરેક લોકોને ફાયદો થશે માટે આ મેસેજને તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરજો.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment