WhatsApp ગ્રૂપમાં જોડાવો!

નમો શ્રી યોજના 2024: આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને મળશે 12000 રૂપિયાની સહાય, જાણો સંપૂર્ણ માહિતી.

Namo shree yojna : સરકારશ્રી દ્વારા 1 એપ્રિલ 2024 થી સગર્ભા મહિલાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડતી 2 યોજનાઓ ( નમો શ્રી યોજના અને અતિ હાયરિસ્ક સગર્ભાવસ્થા ) અમલમાં મૂકવામાં આવેલી છે. નમો શ્રી યોજના અંતર્ગત સગર્ભાને સરકારશ્રીના નિયમ અનુસાર 12 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જ્યારે બીજી યોજના અતિહાઇરિસ્ક સગર્ભાવસ્થા દરમિયાન સરકારશ્રીના નિયમ અનુસાર 15000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. બંને યોજનાના ઠરાવો અલગ અલગ છે. અગાઉ અતિ હાઇરિસ્ક સગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય 15000 પૂરી પાડતી સરકારની યોજના વિશેની માહિતી આપવામાં આવેલી હતી. આજરોજ સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા એક એપ્રિલ 2024 ની નવી યોજના નમોશ્રી યોજના ની સંપૂર્ણ માહિતી જાણીશું. આ યોજના અંતર્ગત કોને લાભ મળે? કેટલા રૂપિયાની સહાય કેવી રીતે મળે? યોજનાનો લાભ મેળવવા માટેની પ્રોસેસ? યોજનાનો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વગેરે સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

નમો શ્રી યોજના 2024

યોજના નું નામ નમો શ્રી યોજના
યોજનાનો અમલ 1લી એપ્રિલ 2024
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય
સહાય12000 રૂપિયા
કુલ બજેટ750 કરોડ
લાભાર્થી સગર્ભા મહિલા (હાઇરિસ્ક )
કેવી રીતે મળશે પૈસા બેંક ખાતામાં

યોજનાનો હેતુ

સગર્ભાવસ્થા દરમિયાન માતાને પોષણ યુક્ત આહાર તથા જરૂરી પ્રમાણ માં સૂક્ષ્મ પોષક તત્વો આપી માતા અને બાળ મૃત્યુદર ઘટાડી શકાય તે હેતુથી રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2009માં કસ્તુરબા પોષણ સહાય યોજના અમલમાં મૂકેલ. જેમાં સગર્ભા બહેનોને પ્રસુતિ દરમિયાન રૂપિયા 6,000 ની સહાય તબક્કા વાર પૂરી પાડવામાં આવે છે.

આ યોજના ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલમાં મુકેલ છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પ્રથમ સગર્ભાવસ્થા વખતે ₹5,000 અને દ્વિતીય સગર્ભાવસ્થા વખતે પુત્રીનો જન્મ થાય તો રૂપિયા 6,000 ની સહાય આપવામાં આવે છે.

આ બંને યોજનાઓ ઉપરાંત ભારત સરકારની જનની સુરક્ષા યોજના અન્વયે શહેરી વિસ્તારોમાં ₹600 અને ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા 700 ની સહાય સગર્ભા બહેનોને પોષણ,, ચેકપ અને પરિવહન માટે આપવામાં આવે છે. અત્યારે જનની સુરક્ષા યોજના નો લાભ સ્વતંત્ર રીતે જ્યારે કે કસ્તુરબા પોષણ યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ કન્વર્જ કરી પ્રસુતિ વખતે પાત્રતા ધરાવતી સગર્ભા બહેનોને ₹6,000 મળે તે રીતે સહાય આપવામાં આવે છે.

નમો શ્રી યોજના નો લાભ કોને મળશે?

જનની સુરક્ષા યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની સગર્ભા માતાઓને લાભ આપવામાં આવે છે. જ્યારે ભારત સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં ઉક્ત ત્રણ કેટેગરી ઉપરાંત દિવ્યાંગતા ધરાવતી બહેનો, pmjay ના લાભાર્થીઓ,ઈ -શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, કિસાન સન્માન નિધિ હેઠળના મહિલા ખેડૂતો, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, કૌટુંબીક વાર્ષિક આવક ₹8,00,000 કરતા ઓછી આવક ધરાવતી મહિલાઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી આંગણવાડી વર્કર બહેનો, આંગણવાડી હેલ્પર બહેનો અને આશા વર્કર બહેનો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી તથા NFSA કાર્ડ હોલ્ડર વગેરે તેવી કુલ 11 કેટેગરીમાં સમાવિષ્ટ સગર્ભા બહેનોને નમો શ્રી યોજના અંતર્ગત ₹12,000 ની નાણાકીય સહાય પૂરી પાડવાની આ યોજના છે.

નમો શ્રી યોજના અંતર્ગત સહાય કેવી રીતે મળશે

આ સહાય નીચે મુજબના દર્શાવ્યા પ્રમાણે તબક્કા વાર ચૂકવવામાં આવશે

નમોશ્રી યોજના નો લાભ કોને મળી શકે

લાયક સગર્ભા મહિલાઓને એક એપ્રિલ 2024 કે તે પછી પ્રસુતિ થાય તે મહિલા સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવે તો પ્રથમ બે પ્રસુતિ સુધી નમોશ્રી યોજના અંતર્ગત ₹12,000 ની સહાય આપવામાં આવશે.

લાભાર્થીની પાત્રતા

નીચે દર્શાવ્યા મુજબના 11 કેટેગરી ધરાવતા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત 12000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

 1. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ
 2. જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય
 3. બીપીએલ રેશનકાર્ડ ધારક સગર્ભા મહિલાઓ
 4. Pmjay કાર્ડ ધારક મહિલાઓ
 5. ઈ શ્રમ કાર્ડ ધારક મહિલાઓ
 6. કિસાન સન્માન નિધિ યોજના હેઠળની મહિલાઓ
 7. મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ
 8. કૌટુંબીક વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હોય તેવી મહિલાઓ
 9. આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર, અને આશા બહેનો
 10. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી માં આવતી મહિલાઓ
 11. NFSA કાર્ડ હોલ્ડર (પરમીટ મા રાશન મળતું હોય તેવી કાર્ડ ધારક મહિલા)

નમોશ્રી યોજના નું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

નમો શ્રી યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

 • મહિલાનું આધારકાર્ડ
 • જાતિ નો દાખલો
 • મમતા કાર્ડ
 • મોબાઈલ નંબર
 • બેંક ખાતાની વિગત
 • અન્ય

નોંધ : નમો શ્રી યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા થયેલ ઠરાવની pdf નીચે લિંક પર મૂકવામાં આવેલી છે. તમે આ ઠરાવ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી નમો શ્રી યોજના અંતર્ગત તમામ માહિતી વિગતવાર વાંચી શકો છો.

💥 આને પણ વાંચો👇👇👇

📌તમારા મોબાઇલ દ્વારા જાતે જ આયુષ્માન કાર્ડ બનાવો અથવા તો આયુષ્માન કાર્ડની કોપી ડાઉનલોડ કરો. જાણો સંપૂર્ણ પ્રોસેસમાહિતી માટે અહીં ક્લિક કરો
📌કુંવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત ફોર્મ ભરાવો અને મેળવો 12 હજાર રૂપિયાની સહાય, જાણો ફોર્મ કેવી રીતે ભરવું.માહિતી માટે અહીં ક્લિક કરો
📌બ્યુટી પાર્લર કીટ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરાવો અને મેળવો 25 હજાર રૂપિયાની બ્યુટી પાર્લર કીટ. જાણો આ યોજના હેઠળ ફોર્મ ક્યારે ભરાશે.માહિતી માટે અહીં ક્લિક કરો

અગત્યની લીંક

નમો શ્રી યોજના ઓફિસિયલ ઠરાવ pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment