WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સગર્ભા મહિલાઓને 15 હજાર રૂપિયાની સહાય, જાણો કઈ રીતે મળશે લાભ.

pregnant women : ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર શ્રી દ્વારા 1 એપ્રિલ 2024 થી આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે. સગર્ભાવસ્થાની અમુક કેટલીક હાયરિસ્ક કેટેગરીને ધ્યાનમાં રાખી ડીલેવરી ના સમયે પડતી મુશ્કેલી અને ડીલેવરી ના સમયે સગર્ભા મહિલાના મરણને રોકવા માટે જિલ્લાની ડીસ્ટ્રીક હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ડીલીવરી કરાવવા માટે સરકારશ્રી દ્વારા આ નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવેલ છે. સગર્ભાવસ્થા દરમિયાનની અતિ હાયરિસ્ક કેટેગરીને શોધી તેને અલગ તારવી આ મહિલા અને તેના પરિવારજનોને આરોગ્ય વિભાગ દ્વારા તમામ સુવિધાથી સજજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવા અંગે પ્રોત્સાહન કરવામાં આવશે. અને અતિ હાયરિસ્ક પરિસ્થિતિમાં સગર્ભા મહિલા અને તેના બાળકને નુકસાન ન પહોંચે અને બંનેમાંથી કોઈનો જીવ જોખમમાં ન મુકાય તે માટે ડિસ્ટ્રીક હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં ડીલીવરી થયા બાદ સાત દિવસ સુધી રોકાવાની સલાહ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આવી અલગ તારવેલી અતિ હાયરિસ્ક ક્રાઈટેરિયા ધરાવતી સગર્ભા મહિલાઓને સમજાવ્યા બાદ ડિલિવરીના સમયે તેઓ ડિસ્ટ્રીક હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં ડીલેવરી કરાવે અને સાત દિવસ ત્યાં રોકાય તો સરકારશ્રી દ્વારા આવી મહિલાઓને 15000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

જાણો શું છે આ યોજનાના નિયમો? અતિ હાઇરિસ્ક કેટેગરીના નિયમો? આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી આવક મર્યાદા? વગેરે તમામ જરૂરી માહિતી અહીં મૂકવામાં આવેલી છે. બીજી વિનંતી છે કે આ માહિતી ખુબજ ઉપયોગી છે જેથી અંત સુધી અવશ્ય વાંચો અને જરૂરિયાત મંદ લોકો સુધી આને વધુને વધુ આગળ શેર કરો.

સગર્ભા મહિલાઓને 15000 રૂપિયાની નાણાકીય સહાય આપતી યોજના

વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
રાજ્ય ગુજરાત રાજ્ય
અમલ1 એપ્રિલ 2024
લાભાર્થી સગર્ભા મહિલાઓ
સહાય 15000 રૂપિયા
કેવી રીતે મળશે પૈસા DBT દ્વારા સીધા બેંક ખાતામાં

યોજનાનો હેતુ

સગર્ભા મહિલાઓના ડિલિવરી ના સમયે મોત થાય છે. યોગ્ય સમયે સારવારના અભાવે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે, પ્રોપર સારવાર ન મળવાને લીધે સગર્ભા મહિલાઓનું મોતનું જોખમ તોડાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દર વર્ષે એક લાખ ડિલિવરીએ 57 માતાના મૃત્યુ થાય છે ગુજરાતમાં

ગુજરાત રાજ્યમાં દર વર્ષે એક લાખ ડીલેવરી એ 57 માતાઓના મૃત્યુની ઘટના બની રહી છે. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં હાયરિસ્ક કેટેગરીની માતાઓના ડીલીવરી દરમિયાન મૃત્યુની ઘટના હોય છે. એક લાખ ડિલિવરી એ દર વર્ષે 57 માતાના મૃત્યુ થાય છે તો ગુજરાતની કુલ આબાદી ને ધ્યાનમાં લેતા દર વર્ષે 700 જેટલી સગર્ભાઓના ડીલેવરી દરમિયાન મૃત્યુના કિસ્સાઓ થઈ રહ્યા છે. આ મૃત્યુના કિસ્સાઓ અટકાવવા માટે સરકારશ્રી દ્વારા આ પ્રયાસ શરૂ કરાયો છે. જેના દ્વારા હવે આવી અતિ હાયરિસ્ક કેટેગરીમા આવતી તમામ સગર્ભા માતાઓને અલગ તારવી આરોગ્ય વિભાગ દ્વારા તેમની હોમ વિઝીટ કરી તેને જરૂરી સલાહ સૂચન આપી તેમની હાયરિસ્ક કેટેગરી વિશે તેમને જણાવવામાં આવશે, અને સંસ્થાકીય હોસ્પિટલ કે જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવી જિલ્લાની ડીસ્ટ્રીક હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે જ ડીલેવરી કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે અને સગર્ભા મહિલા અને તેના પરિવાર ને આ અંગે સમજાવવામાં આવશે. સગર્ભા મહિલાઓના મૃત્યુને ઘટાડવા માટે ભારતમાં આવી યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

આ પ્રકારની સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં મહિલાઓને કરાશે દાખલ

હાઈરિસ્ક સગર્ભા મહિલાઓને એવી હોસ્પિટલમાં દાખલ કરાશે કે જ્યાં

  • કારડીયાક સેન્ટર હોય
  • કિડની સેન્ટર હોય
  • બ્લડ બેન્ક હોય
  • સ્પેશિયલ ન્યુ બોર્ન બેબી કેર સેન્ટર હોય

કેવી રીતે મળશે સહાય

સરકાર દ્વારા હોસ્પિટલમાં દાખલ થનાર સગર્ભા મહિલાના બેંક ખાતામાં ડીલેવરી પહેલા ₹8,000 જમા કરાવવામાં આવશે અને ડીલેવરી બાદ રૂપિયા 7000 તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. આ સહાય આપવા પાછળ સરકારનો હેતુ મહિલાને સાત દિવસ સરકારી હોસ્પિટલમાં રોકાવાથી થતી મજૂરીના નુકસાનની ચિંતા માંથી મુક્તિ આપવાનો છે.

ડેથ રેશિયો ઘટાડવા માટે પ્રયાસ

યોજનાના અમલીકરણથી ડેથ રેસીઓ 30 થી 35 ટકા ઘટાડવાની આશા સરકાર દ્વારા સેવાઈ રહી છે. સગર્ભાના જીવ બચાવવા માટે સારવાર સાથે સહાય આપનાર ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય બન્યુ છે.

નોંધ : આ યોજના અંતર્ગત કઈ કઈ મહિલાઓને લાભ મળશે તેના ક્રાઇટએરિયા નીચે આપેલ લિંક પર મૂકવામાં આવેલા છે.

💥આને પણ વાંચો👇👇👉

📌ફ્રી સિલાઈ મશીન ની યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી.માહિતી માટે અહીં ક્લિક કરો
📌ધોરણ નવ થી 12 માં ભણતી દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય. જાણો આ યોજનાના નિયમો.માહિતી માટે અહીં ક્લિક કરો
📌માત્ર આધાર કાર્ડ ઉપર કોઈપણ બેંકમાં મળી રહે છે 50000 રૂપિયા સુધીની લોન, જાણો આ યોજના હેઠળ કોને લાભ મળશે. માહિતી માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

સગર્ભાવસ્થા દરમિયાન ના અતિ હાઇરિસ્ક 12 ક્રાઈટેરિયામાહિતી માટે અહીં ક્લિક કરો
સરકારશ્રી નો ઓફિશિયલ ઠરાવ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment