WhatsApp ગ્રૂપમાં જોડાવો!

E-Challan Gujarat: કોઈપણ વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ઓનલાઇન ચેક કરો, @echalkan.parivahan.gov.in

E-Challan Gujarat: ગુજરાતમાં હવે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ ચલણ મેમો આપવામાં આવે છે. મોટા શહેરોમાં ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાના આધારે જે વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું ન હોય તેમના ઘરે ઈ મેમો મોકલવામાં આવી રહ્યો છે. ત્યારે કોઈ પણ વાહનનો ચલણ ફાટ્યું છે કે નહીં તે ઓનલાઇન જોઈ શકાય છે.

E-Challan Gujarat

કોઈપણ વાહનનો ચલણ ફાટ્યું છે કે નહીં ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat (How to check e-challan gujarat) | E-challan online payment.

હાલ આપણા રાજ્યમાં મોટા શહેરોમાં બધી જ જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે, અને આવવામાં ઘણી જગ્યાએ લોકો ટ્રાફિકના નિયમોનું અજાણતા ઉલ્લંઘન કરતા હોય છે, ત્યારે તેમની ગાડીના નંબર પર ઇ ચલણ જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા અજાણ્યામાં ટ્રાફિક ના નિયમોનો ઉલંકણ કર્યું હોય પરંતુ તમને ખબર ના હોય તો તમે તમારા ગાડી ના નંબર દ્વારા ઓનલાઇનના ચેક કરી શકો છો કે અત્યાર સુધીમાં તમારી ગાડી ના નંબર પર ક્યારેય ઈ મેમો ફાટ્યો છે કે નહીં.

તમારે કોઈપણ ગાડી કે વાહનમાં ચલણ કરવામાં આવ્યું હોય અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેઠા જ ઓનલાઇન મોબાઇલ અથવા કોમ્પ્યુટર દ્વારા ચેક કરી શકો છો. અને જો ચેક કરતા તમારા વાહન પર ચલણ ફાટ્યું હોય તો તમે તેને ઘરે બેઠા જ ઓનલાઇન તેનું પેમેન્ટ પણ કરી શકો છો. અહીં વિગતવાર જાણીશું કે તમારા વાહનો ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ કેવી રીતે ઓનલાઇન કરવું સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું.

E-Challan gujrat તમારી ગાડીનો મેમો ફાટીયો છે કે નહીં કેવી રીતે ચેક કરવું?

  • તમારા વાહનો ઓનલાઈન ચલણ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઇટ https://echallanpayment.gujarat.gov.in/sasguj/AccusedChallan/NewAccusedChallan પર જવાનો રહેશે
  • તમે આ વેબસાઈટને તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં ઓપન કરી શકો છો
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ ચેક ચલણ સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરો
  • ત્યાં તમને બીજા ત્રણ વિકલ્પ જોવા મળશે ચલણ નંબર વ્હીકલ નંબર અને ડીએલ નંબર
  • ત્યાં તમે વ્હીકલ નંબર પર ક્લિક કરો
  • અહીં તમારા વાહનો નંબર દાખલ કરો ત્યારબાદ એક કેપ્ચા કોડ આવશે તેને દાખલ કરો હવે ગેટ ડીટેલ ઓપ્શન પર ક્લિક કરો
  • તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં જેમાં તમારા ગાડી ના નામે કોઈ ઓનલાઇન ચલણ થયું છે કે નહીં તેની તમામ માહિતી આવશે. તમે ડીએલ નંબર દાખલ કરીને પણ આ માહિતી ચેક કરી શકો છો.

ખોટું ચલણ કપાયું હોય તો ફરિયાદ કરી શકો છો…..

જો તમે કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જ ના કર્યો હોય અને ટ્રાફિક પોલીસે તમારું ખોટું ચલણ ઇસ્યુ કર્યું હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.

ચલણનુ ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું?

  • જો તમારા વાહનનુ ઓનલાઈન ચલણ ઇસ્યુ થયું હોય તો તેને તમે ઓનલાઇન ચૂકવી પણ શકો છો.
  • તેના માટે સૌ પ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ https://echallanpayment.gujarat.gov.in/sasguj/AccusedChallan/NewAccusedChallan પર જઈ ઉપર દર્શાવ્યા મુજબનો ઓનલાઈન ચલણ ચેક કરવાનું રહેશે
  • તે ચલણની બાજુમાં pay now ઓપ્શન આપવામાં આવેલો હશે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે
  • ત્યારબાદ તરત જ તમે સંબંધિત રાજ્યના એ ચલણ પેમેન્ટ વેબસાઈટ પર પહોંચી જશો. આ પછી તમારે નેક્સ્ટ ઓપ્શન દબાવવાનો રહેશે.
  • નેક્સ્ટ કર્યા બાદ તમારે સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશન નું બોક્સ આવશે. હવે તમારે પ્રોસિડ ઓપ્શન પર ક્લિક કરવાનું થશે. ત્યારબાદ તમે પેમેન્ટ ગેટવે ઓપ્શન સિલેક્ટ કરીને ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.

ઈ ચલણ કોન્ટેક્ટ @Echallan.parivahan.gov.in

જો તમને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો

  1. mail : healpdesk-echallan[at]gov[dot]in
  2. Content : 0120-2459171 (સમય : 6:00 AM -10:00PM)

વારંવાર પૂછાતા પ્રશ્નો

કોઈપણ વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ઓનલાઇન ચેક કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

E-challan ઓફિસિયલ વેબસાઈટ

https://echallanpayment.gujarat.gov.in/sasguj/AccusedChallan/NewAccusedChallan

અગત્યની લિંક

ઈ ચલણ ઓનલાઇન ચેક કરવા માટે અહીં ક્લિક કરો
અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment