WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Ayushyman bharat yojna

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના : આયુષ્માન ભારત યોજના લેટેસ્ટ અપડેટ 2023

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના એ કેન્દ્ર સરકારની આરોગ્યનો કવચ પૂરું પાડતી સૌથી મોટી યોજના છે જેમાં તાજેતરમાં લેટેસ્ટ અપડેટ કરવામાં આવ્યું છે જેના દ્વારા હવે તમે ઘરે બેઠા તમારા પરિવારના દરેક સભ્યોના નામ આ યોજના અંતર્ગત ઉમેરી શકો છો અને તમારા દરેક ઘરના સભ્યોને આ યોજના હેઠળ આવરી તેઓને જરૂરિયાતના સમયે 10 લાખ સુધીની હોસ્પિટલ ની સારવાર નો લાભ અપાવી શકો છો.

આયુષ્માન ભારત યોજના

શું તમે પણ તમારું આયુષ્માન કાર્ડ બનાવ્યું છે પરંતુ પરિવારના અન્ય સભ્યોના નામ આયુષ્માન કાર્ડ સાથે લિંક નથી તો તમારે હવે ચિંતા ની જરૂર નથી કારણ કે તમે તમારું આયુષ્માન કાર્ડ પરથી તમારા ઘરના પરિવારના અન્ય સભ્યોના નામ જાતે જ એડ કરી શકો છો ઉમેરી શકો છો એના માટે તમારે કોઈપણ ઓફિસે ધક્કા ખાવાની જરૂરિયાત નથી તમારા મોબાઇલ દ્વારા અથવા તો તમારા કોમ્પ્યુટર દ્વારા તમે ઘરે બેઠા છો તમારા ઘરના અન્ય સભ્યોના નામ કે જેઓના નામ તમારી પરમિટમાં છે તે દરેકના નામ તમે આ યોજના હેઠળ એડ કરી શકો છો.

આયુષ્માન ભારત યોજનામાં તમારા પરિવારના અન્ય સભ્યોના નામ કેવી રીતે ઘરે બેઠા એડ કરવા તે લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે

આયુષ્માન ભારત યોજનામાં પરિવારના તમામ સભ્યોના નામ ઉમેરવા માટે તમારે તેમના આધાર કાર્ડ અને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર સાથે રાખવા જરૂરી છે જેથી કરીને તમે સરળતાથી ઓટીપી વેરિફિકેશન કરી શકો છો અને યોજનાનો લાભ મેળવી શકો છો

આયુષ્માન ભારત યોજના હેઠળ તમારા પરિવારના દરેક સભ્યો સહિત દરેક લાભાર્થી કાર્ડ ધારકને વાર્ષિક રૂપિયા 10 લાખની મફત સારવાર આપવામાં આવે છે અહીં દરેક પરિવારને જણાવવાનું થાય છે કે આ 10 લાખની સારવાર વ્યક્તિ દીઠ નથી પરંતુ પરિવાર દીઠ છે એટલે કે તમારે તમારા ઘરના કોઈ એક વ્યક્તિ માટે તમે દસ લાખ રૂપિયા વાપરી શકો છો તેમ જ પરિવારના દરેક સભ્યો સહિત તમે દસ લાખ રૂપિયા વાપરી શકો છો દરેક સભ્યને સરકાર દસ દસ લાખ રૂપિયા ની સહાય કરતી નથી તે દરેક લાભાર્થીઓએ સમજવું.

પરિવારના સભ્યોના નામ કેવી રીતે એડ કરશો

આયુષ્માન કાર્ડ માં ઘરના તમામ સભ્યોના નામ ઉમેરવા માટે તમારે ઓનલાઇન પ્રક્રિયાને અનુસરવાની રહેશે જેમાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે આ માટે અમે આખી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી ટેપ વાઈઝ સ્ટેપ જણાવીશું જેથી તમે તમારા દરેક સભ્યોના કાર્ડ બનાવી શકો અને યોજનાનો સરળતાથી લાભ મેળવી શકો.

ઘરે બેઠા આયુષ્માન કાર્ડ માં પરિવારના અન્ય સભ્યોને ઉમેરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપને ફોલો કરવા પડશે.

  • સૌપ્રથમ તમારે આયુષ્માન ભારતની ઓફિસિયલ વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ પર જવું.
  • અહીં તમને લોગીન સેક્શન મળશે જેમાં તમારે બધી માહિતી દાખલ કરીને પોર્ટલ પર લોગીન થવું.
  • હોટલમાં લોગીન કર્યા બાદ ડેશબોર્ડ તમારી સામે ખુલશે.
  • અહીં તમારી જરૂરી તમામ માહિતી દાખલ કરો અને સબમિટ કરો
  • હવે તમારી સામે તમારા કાર્ડ અને કાર્ડ સાથે જોડાયેલા પરિવારના તમામ સભ્યોની માહિતી જોવા મળશે.
  • તમારા પરિવારના દરેક સભ્યોના નામની સામે કેવાયસી લખેલ હશે તમારે જે સભ્યનું નામ આ યોજના હેઠળ ઉમેરવું હોય તેના નામ સામે આપેલ કેવાયસી પર ક્લિક કરો.
  • કેવાયસી ક્લિક કર્યા બાદ તમારી સામે તે સભ્યની તમામ માહિતી દાખલ કરવાની વિગતો ખુલશે જેમાં તમારે આધાર કાર્ડ વેરિફિકેશનની મદદથી આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ પર ક્લિક કરી આગળ વધવાનો રહેશે.
  • અહીં e kyc કરવાનું રહેશે.
  • ન્યુ મેમ્બર એડ ફોર્મ તમારી સામે ખુલશે.
  • અહીં તમારે નવા સભ્ય ની તમામ માહિતી દાખલ કરવાની રહેશે જ્યાં તમારે નવા સભ્યના આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી વેરિફિકેશન કરવું પડશે.
  • ત્યારબાદ તમને નવા સભ્યની સંપૂર્ણ માહિતી બતાવવામાં આવશે.
  • જેમાં તમારે નવા સભ્ય ની તમામ માહિતી ભરવાની રહેશે અને સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે.
  • ઉપરોક્ત સ્ટેપ અનુસર્યા બાદ તમને કન્ફર્મેશન પીઓપી મળશે.
  • આટલી વિગત કર્યા બાદ તમારી સામે ગ્રીન અથવા યલો બટન આવશે જો ગ્રીન બટન આવે તો તમારું કાર્ડ બની ગયું સમજવું અને જો યલો બટન આવે તો તેમાં તમારો રેફરન્સ આઈડી નંબર લખેલો હશે તેને સાચવીને રાખો.
  • આ રેફરન્સ આઈડી વડે તમે નજીકના સરકારી હોસ્પિટલ ખાતે જઈ તમારા કાર્ડને તાત્કાલિક અપૃવલ કરાવી શકો છો.
  • યલો બટન આવ્યા નો અર્થ એવો થયો કે તમારું કાર્ડ પેન્ડિંગ છે અને કોઈ અધિકારી તેને અપરું આપે ત્યારબાદ તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકશો.

અગત્યની લિંક.

માર્ગદર્શન વિડીયો જુઓઅહીં ક્લિક કરો
તમારા પરિવારના સભ્યોનું નામ ઉમેરવા માટેઅહીં ક્લિક કરો
pmjay ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
તમારા શહેરની લેટેસ્ટ હોસ્પિટલ નું લિસ્ટ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
તમારું કાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
આયુષ્માન એપ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!