આંખોના નંબર : વધુ પડતા મોબાઈલ ના ઉપયોગ અને ટીવીના ઉપયોગને કારણે હાલ મોટાભાગના લોકોને નંબરની તકલીફ જોવા મળી રહી છે, ઘણા લોકો ચશ્મા હોવા છતાં પહેરવા માગતા નથી અને તેમને દૂર કરવાની રીતો શોધી રહ્યા છે. અહીં અમે કેટલીક કુદરતી પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અનુસરીને તમે તમારી આંખોની રોશનીમાં ખૂબ વધારો કરી શકો છો, આંખોના નંબર હશે તો ઘટવાની શરૂઆત થઈ જશે તેમજ જેમને નંબર નથી તેઓને આજીવન ચશ્મા નહીં આવે. આંખોનું લાંબા સમય સુધી જતન કરવા માટે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, આંખોનું ધ્યાન રાખવા માટે નીચે મુજબના ઘરેલુ ઉપચાર કરવા હિતાવહ છે.
આને પણ વાંચો આંખ લાલ રહેતી હોય તો તેના માટેના ઘરગથ્થુ ઉપાય ની માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
આંખોની પલક ઝપકવી.
નિયમિતપણે આંખોની પલકને ઝપકવાથી આંખોને આરામ મળે છે અને તે લાંબો સમય સ્વસ્થ રહે છે. ઘણા લોકોને આદત હોય છે આંખોની પલક ઝપક્યા વગર કોઈ એક વસ્તુને એકી નજરે જોયા કરે, આમ કરવાથી આંખોને ખૂબ નુકસાન થાય છે. માટે કુદરતી રીતે જ્યારે આંખોની પલક જપકે તેને રોકવી નહીં અને સમયાંતરે આંખોની પલક ઝપકાવતા રહેવું.
આંખ ના ડોળા ની કસરત
ધીમે ધીમે તમારી આંખોને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો અને ત્યારબાદ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આમ કરવાથી આંખોની કસરત થાય છે અને આંખોના સ્નાયુઓ મજબૂત બને છે.
વિટામીન A, C, E થી ભરપૂર ખોરાક લેવો.
તમારા રૂટિન ડાયેટમાં ગાજર પાલક ટમેટા અને નારંગી જેવા ખોરાકો ઉમેરો અને તેને નિયમિત લેવાનું રાખો. વિટામીન એસી અને એ થી ભરપૂર ખોરાક લેવાથી આંખો ના નંબરમાં ઘટાડો થાય છે અને લાંબો સમય તમારી રોશની જળવાઈ રહે છે.
આને પણ વાંચો : તમારા તાલુકા જિલ્લાની આયુષ્માનકાર્ડ ચાલતી પ્રાઇવેટ હોસ્પિટલો નું લિસ્ટ મેળવવા અહીં ક્લિક કરો
અખરોટ નું સેવન
અખરોટ જીયા સીડ્સ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ખૂબ જ મોંઘા છે પરંતુ પરવડી શકે તેમ હોય તો તેને લેવા ખૂબ જરૂરી છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી આંખોની રોશની માં ખૂબ વધારો થાય છે.
ગુલાબ જળ
ગુલાબજળના થોડા ટીંબા આંખોમાં નાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોમાં આખો દિવસ મોબાઈલ અને ટીવી કોમ્પ્યુટર વગેરે જોવાથી સોજો આવી ગયો હોય તો તે ઓછો થાય છે. નિયમિત રાત્રે ગુલાબ જળના બે ટીપા આંખોમાં નાખવા ખૂબ ફાયદાકારક છે.
સમયાંતરે દૂર જોવાનું રાખો.
ઘણા લોકો એકી નજરે કામ કરતા હોય છે બુક વાંચતા હોય છે કોમ્પ્યુટર જોતા હોય છે મોબાઇલ જોતા હોય છે ટીવી જોતા હોય છે, પરંતુ કોઈ કાર્યને એકી નજરે કરવું નહીં થોડા થોડા સમયાંતરે 20 ફૂટ જેટલું 20 સેકન્ડ માટે દૂર જોવાનું રાખો. આમ કરવાથી આંખોનો થાક ઓછો થાય છે અને આંખોને રિલેક્સ મળે છે.
સીઝન દરમિયાન આમળા ખાવા
આમળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આંખોની રોશની સુધારવામાં મોટો ભાગ ભજવે છે. જ્યારે આમળાની સીઝન હોય અને માર્કેટમાં અવેલેબલ હોય ત્યારે આમળાનું સેવન જરૂર કરવું જોઈએ.
આને પણ વાંચો પેટમાં જામી ગયાને ચરબીને સરળતાથી ઘટાડવા માટે અપનાવો આ સરળ ઉપાય. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.
પૂરતી ઊંઘ લેવી.
આંખો માટે ખૂબ જ જરૂરી છે પૂરતી ઊંઘ લેવી. પૂરતી ઊંઘ લેવાથી આંખોને આરામ મળે છે અને આંખોનુ સ્વાસ્થ્ય સુધરે છે.
મહત્વની લીંક
અન્ય તમામ ઘરગથ્થુ ઉપચાર ની માહિતી માટે | અહીં ક્લિક કરો |
હેલ્થ ટિપ્સની અન્ય માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |
(Disclaimer : અહીં આપવામાં આવેલ ઘરગથ્થુ ઉપચાર ની માહિતી ના ઉપાય તમારી આંખોના સ્વાસ્થ્ય અને સુધારી શકે છે પરંતુ યાદ રાખો આંખોની કોઈપણ ગંભીર સમસ્યા હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે, તમારી આંખોની નિયમિત તપાસ કરાવી પણ ખૂબ જરૂરી છે.)