WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભારતમાં 6.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા

ભારતમાં 6.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા: દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં અમુક એરિયામાં મંગળવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આજકા આવ્યા છે. યુપી, પંજાબ, જમ્મુ કશ્મીર ,ઉત્તરાખંડ, બિહારમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપની તીવ્રતા 6.6 અને કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું હતું. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન , પાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિલોમીટર દૂર કાલાફગનમાં નોંધાયું હતું.

Earth quake

દિલ્હી, યુપી, મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આજે રાત્રે ભૂકંપના આજકાથી ધરા ધ્રુજી હતી. બિહારથી હિમાચલ સુધી આ આચકા નોંધાયા છે. યુપીના સંભળ, મુરાદાબાદ , અમરોહા અને રામપુરમાં બપોરે 2.30 વાગ્યે ભૂકંપના આંચકા નોંધાયા હતા. અચાનક ધરતી ધ્રુજારીના કારણે લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા. શાહજહાંપૂરમાં પણ હળવા અનુભવાયા છે, આ સાથે બરેલીમાં પણ ભૂકંપના હળવા આચકા નોંધાયા છે.

કેન્દ્ર બિંદુ

આ પહેલા પાંચ જાન્યુઆરીએ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આજકા નોંધાયા હતા. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી ધ્રુજી ગઈ હતી, ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આચકા અનુભવ્યા હતા અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો તે 5.9 નોંધાયેલ હતી, તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન નું હિન્દુ કોષ પ્રદેશ હતો. ગયા વર્ષે ભારતમાં 400થી વધુ ભૂકંપના આંચકા નોંધાયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની અંદર રહેલી ઉર્જાનો સોર્સ માત્ર 2% જ છોડવામાં આવ્યો છે. મળતા અહેવાલો અનુસાર ટૂંકમેનિસ્તાન, ભારત ,કજાકિસ્તાન ,પાકિસ્તાન ,ચીન ,અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાન સાહિત્યના દેશોમાં મંગળવારે રાત્રે 6.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના કલાફગન થી 90 કિલોમીટર દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અગત્યની લીંક

ધરતીકંપના લીધે લોકો ઘરની બહાર નીકળી ગયા તેનો વિડીયો જુઓઅહીં ક્લિક કરો
મારું ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment