FD Interest rate: બેંકમાં ફિક્સ ડિપોઝીટ માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે બેંક ફિક્સ ડિપોઝીટ માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા હો તો આ સમાચાર તમારા કામના છે. માર્ચ મહિના દરમિયાન ત્રણ બેંકે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકમાં બે કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર 9.25% સુધીનું વ્યાજ આપવામાં આવે છે.
ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક સામાન્ય રોકાણકારોને 3.75% થી 8.50% સુધીનું વ્યાજ આપી રહી છે. 15 મહિનાની ફિક્સ ડિપોઝિટ પર બેંક દ્વારા મહત્તમ 8.5% વ્યાજ આપવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકોને તમામ કાર્યકાળની એફડી પર વધારાનો 0.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.
મુદ્રા લોન યોજના ની માહિતી મેળવો, આ યોજના અંતર્ગત મેળો 50000 થી 10 લાખ સુધીની લોન
ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક દ્વારા રોકાણકારોને એક વર્ષની ફિક્સ ડિપોઝીટ પર 8.25%, 990 દિવસની એફડી પર 7.75% અને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝીટ પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા સાત માર્ચે વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેન્ક સામાન્ય રોકાણકારોને 3.50% થી 8.70% સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4% થી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની એફડી પર મળી રહ્યું છે. બેંકમાં પાંચ વર્ષની એફડી પર સાત ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે બે માર્ચે વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો.
માત્ર આધાર કાર્ડ ઉપર બેંક આપી રહી છે 50 હજાર રૂપિયા સુધીની લોન, જાણો આ યોજનાની માહિતી
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક રોકાણકારોને 4% થી 9.01% સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40% થી 9.25% સુધીનો વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25% ની ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવી રહ્યું છે. બેંકમાં પાંચ વર્ષની એફડી પર 8.25% વ્યાજ આપવામાં આવે છે. બેંકે એક માર્ચે વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો.
અગત્યની લિંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |